Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 75
________________ attentionettermenemies શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થAM મેં પ્રભુ લીધો તેહનો ભેદ, આપણે જાણ્યું વડ વિછેદ; રથ જોતરીઆ સુરંગમ લેય, રાય રાણી મીલ ચાલ્યા બેય. ૨૫. તિહાં દીઠું ઝાબલ વડ તીર, જાણે માન સરોવર નીર; હરખી રાણી હીયડે રંગ, રાજા અંગ પખાળે ચંગ. ગયો કષ્ટ ને વધ્યો વાન, દેહ થઈ સોવન સમાન; આવ્યો રાજા એલગપુરી, માંડે ઓચ્છવ આણંદ ધરી. ઘર ઘર તલિયા તોરણ તાટ, આવે વધામણાં માણિક માટ; ભારી ઘણ આવે ભેંટણો, દાન અમોલક દીજે ઘણો. રાય રાણી મન થયો સંતોષ, કર્યો અમારીતણો નિર્દોષ; સપ્તભૂમિ ઢાલે પર્યક, તિહાં રાજા સુવે નિઃશંક. ચંદન ચંપક પુર કપૂર, મહકે વાસ અગર ભરપૂર; રયણીભર સુપનાંતર લહે, જાણે નર કોઈ આવી કહે. અતિ ઊંચો કરી અંબ પ્રમાણ, નીલો ઘોડો નીલો પલાણ; નીલા ટોપા નીલા હથીઆર, નીલ વરણ આવ્યો અસવાર. ૩૧. સુણ રે એલગપુરના ભૂપ, જિહાં જલ પીધો તીહાં છે કૂપ; પ્રગટ કરાવે વહેલો થઈ, તિહાં પ્રતિમા માહરી છે સહી. ૩૨. કરી મલોખાની પાલખી, માણિક મોતી જડી નવલખી; કાચે તાંતણે સાથે ધરી, હું આવીશ તિહાં બેસી કરી. જે આજના જાયા તતખેહ, વાછરડા જોતરજો તેહ; પૂંઠમ વાલીસ જોવા ભણી, શિખામણ દેઉં ઘણી. ૩૪. ઈસ્યો સુપન લહી જાગ્યો રાય, પ્રહ ઉઠી વનમાંહે જાય; ચાલ્યો ભલી સજાઈ કરી, તે આવ્યો વડ પાસે વહી. તે જલ કૂપ ખણાવ્યો જામ, પ્રગટ્યો કૂપ અચલ અભિરામ; ભર્યો નીર ગંગા જલ જમ્યો, હરખ્યો રાજા હિયડું હસ્યો. ૩૬. કરી મલોખાની પાલખી, માણિક મોતી જડી નવલખી; કાચે તાંતણે મેલી ઠામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ. ૩૭. ૩૫.

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92