Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 68
________________ arશ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થmahamanamamandatorianawaroonam લેપમાં જેવી કટિસૂત્ર અને કચ્છોટની આકૃતિ કાઢવામાં આવતી હતી તેવી કાઢવાનો અમને અધિકાર મળવો જોઇએ. કોર્ટે બંને પક્ષનાં અનેક સાક્ષીઓની જુબાની લીધી અને પુરાવાઓને આધારે ૧૩-૯-૧૯૪૪ તારીખે આવા આશયનો નિકાલ (Order) આપ્યો કે શ્વેતાંબરોને કટિસૂત્ર તથા કચ્છોટની લેપમાં આકૃતિ કાઢવાનો અધિકાર છે. કટિસૂત્ર (કંદોરા) ની પહોળાઇ ૧ ઇંચ જેટલી રાખવી. અને કમરની એક બાજુથી બીજી બાજુ સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કમરને ફરતી કટિસૂત્રની આકૃતિ કાઢવી. કટિસૂત્રની જાડાઈ ૧/૩ એકતૃતીયાંશ ઇંચ જેટલી અર્ધ ગોળ આકારે કાઢવી. કચ્છોટની જાડાઈ ૧/૮ એકઅષ્ટમાંશ ઈંચ જેટલી રાખવી. અને પહોળાઈ ઉપરના (પ્રારંભના) ભાગ ૨ ઇંચ જેટલી અને નીચેના (છેડાના) ભાગ આગળ રા ઈંચ જેટલી રાખવી. મૂર્તિનો લેપ ચાલતો હોય ત્યારે અને સુકાઈ જાય ત્યાં સુધી પૂજા-પક્ષાલ ઉપર શ્વેતાંબરો પ્રતિબંધ મૂકે તે સામે દિગંબરોએ વાંધો ઉઠાવવો નહી. અને શ્વેતાંબરોને જ્યારે લેપ કરવો હોય ત્યારે લેપ કરી શકે છે, એ સામે દિગંબરોને વાંધો ઉઠાવવાનો અધિકાર નથી. આ પ્રમાણે હુક્મ (Order) મળવાથી શ્વેતાંબરોએ તરત જ લેપ કરવાની તૈયારી કરી દીધી અને જાહેર ખબર પણ આપી દીધી. તેટલામાં દિગંબરોએ આકોલાના ચૂકાદા સામે ફરી પાછી નાગપુર હાઇ કોર્ટમાં સન ૧૯૪૪માં અપીલ કરી. હાઈકોર્ટના યુરોપિયન જજ R. E. પોલોકે ૮-૭-૧૯૪૭ ના રોજ નિકાલ (Order) આપ્યો અને તેમાં આકોલા કોર્ટના ઓર્ડરને મંજૂર રાખીને દિગંબરોની અપીલ કાઢી નાંખી. અને ટીકા કરી કે દિગંબરો જાણી જોઈને કેસ લંબાવી રહ્યા છે માટે શ્વેતાંબરોને જે કંઈ કોર્ટનું ખર્ચ થયું છે તે ભરપાઈ કરી આપવા માટે દિગંબરોને હુક્ત કર્યો. આ હુક્મ મળતાં જ શ્વેતાંબરોએ લેપની તૈયારી કરી દીધી. તેટલામાં તો દિગંબરોએ નાગપુરની હાઈકોર્ટમાં લેટર્સ પેટંટ અપીલ (Letters PatentAppeal) કરી અને લેપની અટકાયત ચાલુ રાખવાની

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92