Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 69
________________ onnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnahoon} શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ (Continuation of the stay) માગણી કરી. પણ ૧૭-૩-૧૯૪૮ ના હુકમથી કોર્ટ એ અપીલ પણ કાઢી નાંખી, અને લેપ કરવા બદલ કોઈ પણ પ્રકારનો મનાઈ હુકમ આપવાની ના પાડી. આથી કોઈ પણ જાતની આડખીલી વચમાં ન રહેવાથી ૩-૧૦-૧૯૪૮ તારીખે શ્વેતાંબરોએ લેપ કરાવવાની શરૂઆત કરી, અને લેપ સુકાઈ જતાં ૧૩-૧૧૧૯૪૮ થી પૂજા-પ્રક્ષાલની શરૂઆત પણ કરવામાં આવી. અત્યારે આ સુંદર અને તેજસ્વી લેપથી મૂર્તિ ઝગમગ ઝળકી રહી છે સંવત ૨૦૧૫ માં પ્રભુ પ્રતિમાને ફરી લેપ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. લેપનું કામ શરૂ થતાં દિગંબરીઓએ સરકારમાં તદ્દન ખોટી ફરિયાદો નોંધાવી પ્રભુની ઘોર આશાતના કરી. સત્ય હકીકત પુરી પાડતા બધા અવરોધો દૂર થયા. લેપ શાંતિથી પૂર્ણ થયો. દિગંબરીઓએ કરેલી આશાતનાઓની શાંતિ કરવા માટે આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજીની નિશ્રામાં અઢાર અભિષેક અને અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર વગેરે કરવામાં આવ્યા. સંવત ૨૦૧૭ ના ફાગણ માસમાં ફરી પૂજા પ્રક્ષાલ વગેરે શરૂ કરવામાં આવી. | તીર્થોના બીજા નામોલ્લેખો શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થની ઉત્પત્તિ આદિ વર્ણવતાં જે પ્રાચીન ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ થયા છે, તે લગભગ તમામ ઉલ્લેખોનું વર્ણન આવી ગયું છે. બીજા પણ કેટલાંક પ્રાચીન લખાણો છે કે જેમાં અંતરિક્ષજીનો ઇતિહાસ નહીં પણ માત્ર નામોલ્લેખ મળે છે. આવા અલ્લેખો પૈકીના ખાસ ખાસ નીચે મુજબ છે. - “શ્રીપુરે સત્તરિક્ષ શ્રીપાર્થ” આ ઉલ્લેખ શ્રી જિનપ્રભસૂરિ રચિત વિવિધતીર્થકલ્પાન્તર્ગતચતુરશીતિમહાતીર્થ નામસંગ્રહ કલ્પ (પૃ. ૮૬) માં છે. આ જ જિનપ્રભસૂરિએ રચેલા શ્રીપુરમન્તરિક્ષ પાર્શ્વનાથા નો ઉલ્લેખ પહેલાં આવી ગયો છે. ત્યાં એ પણ સાથે જણાવ્યું છે કે-એની

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92