Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 47
________________ wwwwwwwwwwwwwwwwwwwwwwww શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થhe વિંગોલીથી ૨૦ માઈલ પૂર્વદિશામાં છે. નિજામના મુસ્લિમ રાજ્યમાં ફસલી સન ચાલતો હોવાથી સન ૧૨૮૯ એટલે વિક્રમ સંવત ૧૯૩૫ સમજવાનો છે. પરંતુ જેમને પૂજારી તરીકે નીમવામાં આવ્યા હતા. અને બ્રિટિશ સરકારે વરાડનો કબજો લીધો તે પહેલાં હૈદ્રાબાદના મુસ્લિમ રાજ્યકર્તા નિજામનાં રાજ્યકાળમાં ચારેબાજુ અંધાધુંધીના વખતમાં તીર્થનું રક્ષણ કરતા હતા તે મરાઠા પોલકરો જ પાછળથી તીર્થને દબાવી બેઠા હતા. ગામમાં દિગંબર શ્રાવકોનાં પચાસ-પોણોસો ઘર છે, પણ તેમનો તો ત્યાં કંઈ અધિકાર જ ન હતો. માત્ર દર્શન વગેરે માટે આવતા હતા. શ્વેતાંબરોનો જ વહીવટ હતો, પણ તે દૂર વસતા હોવાથી અને જવા આવવાના સાધનો જૂના જમાનામાં બહુ મર્યાદિત હોવાથી પોલકરો ધીમે ધીમે ઉદ્ધત થઈ ગયા હતા, કોઈને દાદ દેતા ન હતા, અને તીર્થ પોતાની જ માલિકીનું હોય તેમ માની લઈને વર્તતા હતા. આથી તેમના હાથમાંથી તીર્થ છોડાવવા માટે શ્વેતાંબરોએ દિગંબરોનો સહકાર સાધીને વાસિની કોર્ટમાં પોલકરો સામે ફોજદારી કેસ દાખલ કર્યો. વિ. સં. ૧૯૫૯ (ઈસ્વીસન ૧૦-૯-૧૮૯૩) માં તેનો ચુકાદો આવ્યો અને તીર્થ જૈનોના તાબામાં આવ્યું. આ બધા કાર્યમાં આગેવાનીભર્યો ભાગ શ્વેતામ્બરોએ ભજવ્યો છે. આકોલા કોર્ટના ન્યાયાધીશે પણ અનેક પુરાવાઓથી સિદ્ધ કરીને, “શ્વેતાંબરો જ વહીવટ કરતાં હતાં, દિગંબરોનો કશો અધિકાર ન હતો” એવોજ અભિપ્રાય ચુકાદા (જજમેન્ટ) માં આપ્યો છે. જુઓ The whole evidence therefore clearly proves that the Shwetambaris managed the affairs of the Sansthan (સંસ્થાન=પેઢી) practically all alone till Samvat 1956 (સંવત 8848) as alleged by them uninterruptedly and that before that period the Digambaris have hardly any hand in the management [R. P. P. C.I. પાનું ૨૭૬] પોલકરો સાથે છેવટે એ જાતનું સમાધાન કરવામાં આવ્યું કે તેમના તરફથી ચાર માણસો મંદિરમાં ઝાઝુંડ, સફાઈ પાણી લાવવું વગેરે કામ કરે

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92