Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 46
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ wwwwwwwwwwwwwwww પુરાવા સાથે શાસ્ત્રીય પ્રમાણોને પણ ધ્યાનમાં લઈને જજમેન્ટમાં આ મૂર્તિને શ્વેતાંબરી જ ઠરાવી છે. જુઓ Thus all this printed matter which originated from the Shwetambar writers show that the idol was a Shwetambar one and not Digambar. આ તીર્થમાં પૂજા વગેરે કરવા માટે જૂના વખતમાં આપણા લોકોએ શિવપુરગામમાં વસતા મરાઠાઓને પૂજારી તરીકે રાખ્યા હતા કે જે પોલકરોને નામે ઓળખાય છે. મંદિરમાં જૂના વખતથી પેઢી પણ રહેતી હતી અને ચોપડા તથા આંગી, ચક્ષુ, ટીકા વગેરે આભૂષણો પણ રહેતાં હતાં. વિ. સં. ૧૮૪૫ થી માંડીને તે પછીના કાળના હિસાબી ચોપડાઓ પણ મળે છે. ત્યાં શિવપુર-ગામમાં આપણી વસ્તી ન હોવાને લીધે નજીકમાં જ વરાડમાં રહેતા તથા ખાનદેશમાં રહેતા શ્રાવકો તે તે સમયે અવારનવાર અહીં આવતા જતા હતા અને દેખરેખ રાખતા હતા. હિસાબ વગેરે તપાસી લેતા હતા. તેમાં બાલાપુર (વરાડ) ના શા. પાનાચંદ નથુસા તેમના પુત્ર શા. હોંશીલાલ પાનાચંદ, શા. હોશીલાલ વલ્લભદાસ, તેમના ચિરંજીવ શા. પુંજાસા હૌશીલાલ તથા તેમના ચિરંજીવ શા. કિસનચંદ પુંજાસા તથા ખાનદેશમાં અમલનેરના શા. હીરાચંદ ખેમચંદ રઘુનાથદાસ, ધુલીયાના શા. સખારામ દુલ્લભદાસ તથા યેવલાના શા. લાલચંદ અંબાઇદાસ અને શા. કલ્યાણચંદ લાલચંદ વગેરે શ્રાવકો મુખ્યતયા તે તે સમયે વહીવટ સંભાળતા હતા. પોલકરોનાં સમયમાં પણ ઉપર મંદિરના ચોકમાં વિરાજમાન ધ્વજદંડ કે જે ચાંદીના પતરાંથી મઢેલો છે તેના ઉપર પણ શ્વેતાંબરનું નામ કોતરેલું છે તે ધ્યાન ખેંચનારૂં છે संस्थान शिरपुर अंतरिक्ष महाराज बापुसा नागोसा सावजी साकळे ओसवाल सिंतबरी हस्ते पद्या बाई, दुकान कलमनूरी, सन १२८९ मिती चैत्र शुद्ध १० કલમજૂરી ગામ અંતરિક્ષજીથી દક્ષિણે લગભગ ૫૦ માઈલ દૂર નિજામ રાજ્યમાં આવેલું છે. અત્યારે ત્યાં શ્વેતાંબરોની વસ્તી પણ છે જ.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92