Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 34
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ wwwwwwwwwwwwwwwwwwwwwww તેમને કોઢનો રોગ લાગુ પડ્યો રોગ અતિશય વધતો જતો હોવાથી આખરે તેમણે અનશન કરવાની ઈચ્છા કરી ત્યારે શાસન દેવીએ આવીને કહ્યું કે –સેઢી નદીને સ્થંભનપુર- (ખંભાત) ની પાસે ખાખરાના ઝાડ નીચે સ્થંભનપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે તેનાં દર્શનથી તમારો કોઢ રોગ દૂર થઈ જશે. અને તમે નવ અંગોની ટીકા કરનારા આચાર્યશ્રી ત્યાં પધાર્યા અને તિહુઅણ સ્તોત્રની રચના કરી તેથી મૂર્તિ પ્રગટ થઈ. કોઢનો રોગ પણ નષ્ટ થયો અને તેમણે ઠાણાંગ વગેરે ઉપર જણાવેલાં નવ અંગો ઉપર ટીકા લખી, સ્થંભનપાર્શ્વનાથનું તીર્થ આજે પણ પ્રસિદ્ધ છે અને તે ખંભાતમાં છે.” ૪. આબુના પરમારવંશી પાલનરાજાએ સોનાની પલવીઆ પાર્શ્વનાથની મૂર્તિ ગળાવી નાંખીને તેના સોનાના પલંગના પાયા કરાવ્યા હતા. આ પાપથી તેને કોઢનો રોગ લાગુ પડ્યો હતો. અને તેનું રાજ્ય ગોત્રીઓએ (ભાયાતોએ) પડાવી લીધું હતું. રાજ્યથી ભ્રષ્ટ થયેલા તેને રખડતાં રખડતાં શીલધવલ આચાર્યનો મેળાપ થયો. આચાર્ય મ. ના ઉપદેશથી સોનાની પાર્શ્વનાથ ભગવાનની નવી પ્રતિમા ભરાવીને પ્રહલાદનપુર-પાલનપુર વસાવીને તેમાં સુંદર મંદિર બંધાવીને તે પ્રતિમા પધરાવી. પ્રતિમાના પ્રભાવથી કોઢ રોગ પણ ગયો અને ગયેલું રાજ્ય પણ રાજાને પાછું મળ્યું. મુસલમાનોના અત્યાચારોના વખતમાં ભયથી આ સોનાની મૂર્તિ કયાંક ભંડારીને તેને સ્થાને પાષાણની મૂર્તિ પધરાવવામાં આવેલી છે અને અત્યારે તે વિદ્યમાન છે. ૫. કચ્છ દેશ સુથરી ગામમાં આ તીર્થ આવેલું છે. આ ગામમાં વસતા ઉદ્દેશી નામના વણિકે સ્વપ્નમાં દેવના કહેવાથી બહાર મળેલા એક માણસને પોતાનું રોટલાનું પોટલું આપીને બદલામાં તેની પાસેથી પોટલું ખરીદી લીધું. ઘેર આવીને જોયું તો તેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી. શ્રાવક ગરીબ હતો તેથી આ ગામમાં વસતા યતિએ સંઘની મદદથી એક નાની દેહરી બંધાવી, અને

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92