Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ ‘નક્કી પાણીમાં જ કોઈ દૈવી પ્રભાવ હોવો જોઈએ.' આથી બીજે દિવસે રાજાને ત્યાં લઈ જઈને રાણીએ સર્વ અંગે સ્નાન કરાવ્યું, તેથી રાજાનું શરીર નીરોગી અને નવું-સુંદર કાંતિવાળું થઈ ગયું. પછી રાણીએ બલિપૂજા વગેરે કરીને પ્રાર્થના કરી કે ‘અહીં જે કોઈ દેવ હોય તે પ્રગટ થાઓ' ત્યાંથી રાણી ધેર આવ્યા પછી દેવે સ્વપ્નમાં રાણીને કહ્યું કે ‘અહીં ભાવી તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, અને તેના પ્રભાવથી જ રાજાનું શરીર નીરોગી થયું છે. આ પ્રતિમાને ગાડામાં મૂકીને અને ગાડાને સાત દિવસના જન્મેલા વાછરડા જોડીને રાજાએ પોતે સારથી બનીને તેમાં બેસવું, અને પછી કાચા સુતરની બનાવેલી દોરીથી (લગામથી) વાછરડાઓને પોતાના નગર તરફ રાજાએ ચલાવવા. (પણ પાછું વાળીને જોવું નહીં, કેમકે) રાજા જ્યાં પાછું વાળીને જોશે ત્યાં જ પ્રતિમા સ્થિર થઈ જશે.'' બીજે દિવસે રાજાએ ત્યાં જઈને ખાબોચિયામાંથી પ્રતિમા શોધી કાઢી અને દેવે કહ્યા પ્રમાણે ગાડામાં સ્થાપીને પોતાના સ્થાન તરફ ચાલવા લાગ્યો. કેટલેક દૂર ગયા પછી તેના મનમાં શંકા આવી કે-પ્રતિમા આવે છે કે નહીં? એટલે પાછું વાળીને જોયું, તેથી પ્રતિમા ત્યાં જ આકાશમાં સ્થિર થઈ ગઈ અને ગાડું તેની નીચેથી આગળ નીકળી ગયું. પ્રતિમા આગળ ન આવવાથી ખેદ પામેલા રાજાએ પછી ત્યાં જ પોતાના નામને અનુસારે શ્રીપુર (સિરિપુર) ગામ બસાવ્યું અને ત્યાં જિનાલય બંધાવીને તેમાં અનેક મહોત્સવપૂર્વક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. રાજા હમેશાં તેની ત્રિકાળ પૂજા કરતો હતો. અત્યારે પણ તે પ્રતિમા તેજ પ્રમાણે આકાશમાં અદ્ધર રહેલી છે. પૂર્વે, માથા ઉપર પાણીનું બેડું ચડાવીને પ્રતિમાજીની નીચેથી સ્ત્રી નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પરન્તુ કાલક્રમે નીચેની ભૂમિ ઊંચે ચડી જવાથી અથવા મિથ્યાત્વ આદિથી દૂષિત કાલના પ્રભાવથી પ્રતિમા નીચે નીચે દેખાવા લાગી. છેવટે અત્યારે તેની નીચેથી માત્ર અંગલુંછણું નીકળી શકે છે, અને (પ્રતિમાની) બંને બાજુએ નીચે દીવા મૂકવાથી પ્રતિમા અને તેની નીચેની ભૂમિ વચ્ચે દીવાનો પ્રકાશ બરાબર ૧૦

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92