Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 14
________________ *શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ જhooooooooooooooooooooooo એ જ પ્રાચીન ઉલ્લેખો અને પ્રમાણો તરફ વળવું જોઈએ. શ્રી અંતરિક્ષજીના સંબંધમાં તપાસ કરતા પ્રાચીન ઉલ્લેખો ઘણા મળી આવે છે. જો કે તેમાંના ઘણાખરામાં અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના નામનો જ ઉલ્લેખ છે, છતાં પાંચ-સાત એવા પણ ઉલ્લેખો છે કે જેમાં શ્રી અંતરિક્ષજી તીર્થનો ઈતિહાસ પણ આપેલો છે. આ ઉલ્લેખો કેટલીક વાતોમાં પરસ્પર મળતા છે. જ્યારે કેટલીક વાતોમાં પરસ્પર ભેદ પણ પડે છે. ઉલ્લેખો વાંચવાથી અને સરખાવવાથી ભેદ આપોઆપ સમજાઈ જશે. આ ઉલ્લેખો સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી એમ ત્રણે ભાષામાં અને તે લેખના છેવટના ભાગમાં યથાલભ્ય યથાશક્ય અક્ષરશઃ આપવામાં આવ્યા છે તે પહેલાં તેનો ભાવાર્થ ગુજરાતીમાં નીચે મુજબ આપવામાં આવે છે. કાળક્રમને મુખ્ય રાખીને આપણે એ ઉલ્લેખોમાં આવતા ઈતિહાસને અનુક્રમે જોઈએ. શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલો ઇતિહાસ ખતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિ કે જેમનો દિલ્હીના બાદશાહ મહમદ તઘલક ઉપર ઘણો પ્રભાવ પડતો હતો. તેમણે ભારતવર્ષના ચારે ખુણાના અનેક તીર્થોની માહિતી આપતા લગભગ ૫૮ જેટલા કલ્પોની રચના કરી હતી. આ કલ્પો વિવિધતીર્થલા નામના ગ્રંથમાં છપાયેલા છે. આમાં અંતરિક્ષજીના સંબંધમાં એક શ્રીપુર3યંતરિક્ષપાર્શ્વનાથN પણ છે કે જેની રચના વિક્રમ સં. ૧૩૬૪ થી ૧૩૮૯ દરમિયાન થઈ હશે એમ લાગે છે. શ્રી જિનપ્રભસૂરિ ગ્રામાનુગ્રામ ચૈત્યપરિપાટી કરતા દક્ષિણ દેશમાં મહારાષ્ટ્રમાં પધાર્યા હતા અને દેવગિરિ (વર્તમાન દોલતાબાદ) તથા પ્રતિષ્ઠાનપુર (વર્તમાન પૈઠણ) ની યાત્રા કરી હતી. પ્રાયઃ તે અરસામાં જ તેમણે આ તીર્થની યાત્રા કરીને શ્રીપુરચંતરિક્ષ પાર્શ્વનાથન્ય ની રચના કરી હતી અંતરિક્ષજીના સંબંધમાં આપણે ત્યાં મળતાં ઉલ્લેખોમાં સહુથી પ્રાચીન ઉલ્લેખ હોય તો હજુ સુધી આ જિનપ્રભસૂરિજીવાળો જ ઉલ્લેખ છે. આ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92