Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 22
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ વૃત્તાંતથી લાવણ્યસમયજીના છંદમાં જે ભેદ જોવામાં આવે છે તે માત્ર શાબ્દિક અને વર્ણનાત્મક જ છે. મુખ્ય બનાવો અને નામો વગે૨ે એક જ છે. શ્રી ભાવવિજયજી ગણિરચિત श्री अन्तरिक्षपार्श्वनाथस्तोत्र આ પછી તપાગચ્છાધિપતિ આ. શ્રી વિજયદેવસૂરિમહારાજના શિષ્ય શ્રી ભાવવિજયજી ગણિએ સંસ્કૃતભાષામાં રચેલા ૧૪૫ શ્લોકના શ્રી અન્તરિક્ષ પાર્શ્વનાથ સ્તોત્ર નું સ્થાન આવે છે. આ સ્તોત્ર અનેક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વર્તમાનમાં અંતરિક્ષજીની પ્રતિમા જ્યાં વિરાજમાન છે તે જિનાલય ભાવવિજયજીગણિના ઉપદેશથી જ બંધાયેલું છે અને પાસેના બીજા મંદિરમાંથી ફેરવીને ફરીથી તેમાં અંતરિક્ષપાર્શ્વનાથભગવાનની પ્રતિષ્ઠા વિ. સં. ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬, ને રવિવારે તેમના હાથે જ થયેલી છે. આજે પણ પાસેના માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા ભોંયરામાં શ્રી વિજયદેવ સૂરિજીની તેમજ શ્રી ભાવવિજયજીગણિની પાદુકાઓ (પગલાં) વિદ્યમાન છે. એકના ઉપર પં. શ્રી વિનયદેવસૂરિપાડુળા અને બીજી ઉ૫૨ પં. શ્રી માવવિનય મણિપાલુળા એવા કોતરલા અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. આ માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા ભોંયરામાં જ પહેલાં અંતરિક્ષજીની મૂર્તિ વિરાજમાન હતી. એમનું પ્રાચીન આસન અત્યારે પણ વિદ્યમાન છે. અત્યારે તે આસન પર બીજા માણિભદ્રજીની સ્થાપના કરેલી છે. ભોંયરામાં કુલ્લે ૨, માણિભદ્રજી છે. વર્તમાન પ્રતિષ્ઠા કરનાર શ્રી ભાવવિજયજીગણિએ જ રચ્યું હોવાથી તેમજ બીજી ઘણી નવી તથા બાહ્ય પ્રમાણોથી પણ પુષ્ટ થતી માહિતી તેમાં હોવાથી આ સ્તોત્રનું મહત્ત્વ ઘણું જ ઘણું વધી જાય છે. પોતાનાં માતા-પિતા, જન્મસ્થાન, દીક્ષા આદિથી માંડીને સ્તોત્રની રચના કરી ત્યાંસુધી બધી પ્રાસંગિક રસપ્રદ માહિતી તેમણે આપી છે એ આખા સ્તોત્રનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. શાંતરસ પૂર્ણ પરમ આનંદસ્વરૂપ (પરમાત્મા) ને નમસ્કાર કરીને ૧૬

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92