Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 21
________________ ને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ બનેવી ખર દૂષણ રાજાનું નામ આપ્યું છે. (લાવણ્યસમયજીના છંદ પછી રચાયેલાં બીજાં તમામ લખાણોમાં પણ ખરદૂષણ રાજાનું જ નામ જોવામાં આવે છે.) બીજો એક ખાસ મહત્ત્વનો ભેદ એ છે કે- અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અધિષ્ઠાયક દેવે વિંગઉલ્લી (ઈંગોલિ)નગરના શ્રીપાલ રાજાને ‘ભાવિતીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે' એમ કહીને ખાબોચિયામાંથી પ્રતિમા કાઢવાનું જણાવ્યાની જે હકીકત શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મગણિજીએ આપી છે, તેના બદલે લાવણ્યસમયજીએ એલચપુરના એલચદે(વ) રાજાનું નામ આપ્યું છે. અને ‘ભાવિતીર્થંકર' એવો ઉલ્લેખ નથી. એલચપુર નગર વરાડ (વિદર્ભ) દેશમાં ૨૧/૧૮ ઉત્તર અક્ષાંશ તથા ૭૭/૩૩ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. વરાડના ઐતિહાસિકોની પરંપરાનુસારી માન્યતા પ્રમાણે રૂા.(આનેજ જ્ઞાન તથા પષિ પણ કહે છે)નામનો જૈન રાજા વિ. સં. ૧૧૧૫ માં એલચપુરની રાજગાદી ઉપર આવ્યો હતો. આ જોતાં આ તીર્થની સ્થાપના શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પૂર્વે નહીં, પણ પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી ઘણા કાળે વિ. સં. ૧૧૧૫ પછી જ થઇ છે, એમ લાવણ્યસમયજીના કથન ઉપરથી અનુમાન થઈ શકે છે. આ વાતનું આગળ આવતા શ્રી ભાવવિજયજી ગણિના કથનથી પણ સમર્થન થાય છે. ભાવવિજયજી ગણિને પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને કહ્યું છે કે ‘આ તીર્થની સ્થાપના વિ. સં. ૧૧૪૨ ના મહાસુદ ૫ ને રવિવારને દિવસે વિજય મુહૂર્તમાં એલચપુર નગરના શ્રીપાલ અપરનામ એલચ રાજાની વિનંતિથી પધારેલા શ્રી અભયદેવસૂરિ મહારાજના હાથે થયેલી છે. અને લાવણ્યસમયજી પછીના બધાં લખાણોમાં પણ એલચપુરના એલચ (અથવા ફતવ) રાજાનું નામ આવે છે. લાવણ્યસમયજીના છંદથી અંતરિક્ષજીના ઇતિહાસમાં આ મહત્ત્વનો ફેરફાર શરૂ થાય છે. જ્યારે શ્રી જિનપ્રભસૂરિજી અને સોમધર્મગણિજીના કથન પ્રમાણે આ રાજા અને તીર્થની સ્થાપના પાર્શ્વનાથ ભગવાન થયા પૂર્વે થયેલાં છે. આ સિવાયનો શ્રી જિનપ્રભસૂરિ અને સોમધર્મગણિજીએ આપેલા ૧૫

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92