Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust

View full book text
Previous | Next

Page 27
________________ %AAAAAAAwwwwwwwwwwwwwwwwwwhosaiah શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થham આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને સાધર્મિકબંધુને કષ્ટ ન થાય તે માટે ધરણેન્દ્ર એલચ રાજાને કહ્યું- “રાજનું ! હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, અને તેથી પ્રાણથી પણ અધિક પ્રિય આ ચમત્કારી મૂર્તિને જગતના ઉપકારને માટે તને આપીશ, પરંતુ આ પ્રતિમાની આશાતના ન કરીશ, નહીંતર મને ઘણું દુઃખ થશે.” રાજાએ આ વાતનો સ્વીકાર કર્યો ત્યારે ધરોંઢે કહ્યું કે - રાજનું! સાંભળ, સવારમાં સ્નાન કરીને સ્વચ્છ થઈને તું અહીં કૂવા પાસે આવજે. પછી નાલ (જવારીના સાંઠા) ની પાલખી બનાવીને સુતરના તાંતણાથી બાંધીને કૂવામાં ઘડાની જેમ ઉતારજે. હું તેમાં મૂર્તિ મૂકી દઈશ, પછી બહાર કાઢીને નાલના (જવારીના સાંઠાના) બનાવેલા રથમાં તું પ્રતિમા મૂકી દેજે અને પછી સાત દિવસના જન્મેલા વાછરડા રથને જોડીને તું આગળ ચાલજે અને રથ તારી પાછળ ચાલ્યો આવશે. તારી જ્યાં આ પ્રતિમા લઈ જવાની ઈચ્છા હોય ત્યાં લઈ જજે પણ પાછું વાળીને જોઈશ નહીં, જો જોઈશ તો પ્રતિમા નહીં આવે. આ પંચમ કાલ હોવાથી અદશ્યપણે મૂર્તિમાં અધિષ્ઠિત રહીને આ પ્રતિમાની ઉપાસના કરનારના મનોરથો હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે કહીને નાગરાજ ધરણેન્દ્ર ચાલ્યા ગયા પછી સવારમાં રાજાએ ધરણેન્દ્રના કહ્યા પ્રમાણે બધું કર્યું. કૂવામાંથી પ્રતિમા બહાર કાઢીને રાજાએ નાલના રથમાં મૂકી અને બે વાછરડા રથને જોડીને રાજા આગળ ચાલવા લાગ્યો. કેટલેક દૂર ગયા પછી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઇ કે “રથનો અવાજ સંભળાતો નથી, તો શું ભગવાન નથી આવતા?' આમ શંકાથી રાજાએ પાછું વાળીને જોયું તેથી તરત જ રથ મૂર્તિ નીચેથી આગળ નીકળી ગયો અને મૂર્તિ આકાશમાં સ્થિર થઇ ગઇ. ત્યાં વડના ઝાડ (આ ઝાડ હાલ બગીચામાં છે.) નીચે સાત હાથ ઊંચે આકાશમાં અદ્ધર રહેલી ભગવાનની પ્રતિમા જોઇને લોકો “અંતરિક્ષ પાર્શ્વનાથ' કહેવા લાગ્યા. રસ્તામાં જ પ્રતિમાજી સ્થિર થઈ જવાને લીધે ખિન્ન થયેલા રાજાએ ફરીથી ધરણેન્દ્રની આરાધના કરી. ધરણેન્ટે કહ્યું કે - “આ પ્રતિમા અહીંઆ જ રહેશે” તેથી રાજાએ ત્યાં જ એક લાખ મુદ્રા (સિક્કા) ખર્ચાને

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92