Book Title: Jain Shwetambar Tirth Antariksha Parshwanath
Author(s): Jambuvijay, Balchandra Sahityachandra Hirachandra
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust
View full book text
________________
જ
hoooooooooooooAAAAAAAAAAAAAAAAA શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ note
॥ नमः श्री अन्तरिक्षपार्श्वनाथाय ।।
श्री अन्तरिक्षपार्श्वनाथजी तीर्थ
ઈતિહાસ અને માહાભ્ય આ તીર્થનું સતત ચાલતું સ્મરણ. अंतरिक्ष वरकाणो पास, जीरावलो ने थंभणपास । गाम नगर पुर पाटण जेह, जिनवर चैत्य नमुं गुणगेह।।
આ સંવનતીર્થવંદન સ્તોત્રની કડીથી પ્રાતઃકાલના પ્રતિક્રમણમાં આપણે જેમને નિત્ય નમન કરીએ છીએ તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ હમણાં વરાડને નામે ઓળખાતા પ્રાચીન વિદર્ભ દેશના આકોલા જીલ્લાના વાશીમ તાલુકાના લગભગ ૨૦ ઉત્તર અક્ષાંશ અને ૭૦ પૂર્વ રેખાંશ ઉપર રહેલા શિરપુર નામના ગામમાં આવેલું છે. ગામના એક છેડા ઉપર આપણું જિનાલય છે. તેમાં ભોંયરાની અંદર એક મોટા ગોખલામાં લગભગ મસ્તક સુધી ૩૬ ઈંચ ઊંચી અને ફણા સુધી ૪ ૨ ઇંચ ઊંચી તથા ૩૦ ઈંચ પહોળી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્વામીની મૂર્તિ બિરાજે છે. અન્તરિક્ષ શબ્દનો અર્થ ‘આકાશ થાય છે એટલે ઊંચે આકાશમાં અર્થાત્ કોઈ પણ આધાર વિના ભૂમિથી અદ્ધર રહેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા એવો શ્રી સન્તરિક્ષપાર્શ્વનાથ શબ્દનો અર્થ થાય છે. અને ખરેખર આ પ્રતિમાજી ભૂમિનો જરા પણ આધાર રાખ્યા સિવાય તેમ જ પાછળ તથા બંને પડખે ભીંતનો જરા પણ સ્પર્શ કર્યા વિના ભૂમિથી એક આંગળ અદ્ધર જ વિરાજે છે. તેમ જ પ્રતિમાજીની નીચેથી બરાબર અંગભૂંછણું પસાર થાય છે. તેમ જ પ્રતિમાજીની પલાંઠી પાસે બંને પડખે દીવા મૂકીને પણ મૂર્તિની નીચે તેમ જ પાછળ સર્વત્ર પથરાઈ જતો પ્રકાશ જોઈ શકાય છે.
એક નાનું સરખું પાદડું પણ આકાશમાં અદ્ધર નથી રહી શકતું,

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92