Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી જૈન છે. ક. હે , તંત્રીની નેંધ. ૧ નવીન વર્ષ, જૂનું નવું થાય છે, નવું જૂનું થાય છે. બીજા સ્વરૂપે બદલાય છે, નવીન અવતાર પામે છે એમ ઘટના સંસારની અનાદિ કાલની ચાલી આવી છે. છતાં જૂનાને જોવું, તાત્ત્વિક દૃષ્ટિથી જોવું તે નવું માલૂમ પડે છે, નવો બેધ મળે છે અને નવિન માર્ગ દેખાય છે... આ પત્ર દશમું વર્ષ પૂરું કરી અગીઆરમાં પ્રવેશ કરે છે. મૂલ જન્મથી માંડીને તેને ઈતિહાસ તપાસતાં અને અત્યારની સ્થિતિમાં મહદંતર પડેલ સમાજને ભાસે છે, અને તે અંતર સન્માર્ગ છે-સુયોગ્યતા પ્રત્યે છે, પ્રગતિ બતાવે છે કે અન્યથા છે તે પણ સમાજને સોંપવું એજ ઈષ્ટ છે. સમાજ પિતાનું ભવિષ્ય ક્યાં લઈ જાય છે-અધઃપતન થાય છે કે ઉચ્ચ ગામી થવાય છે તેને નિર્ણય સમાજે ડાહ્યા. પુરૂષોને સંપ ઘટે છે. જૈનસમાજમાં અનેક પરિવર્તન થયાં છે; તે પરિવર્તનમાં આરપાર જઈને જોતાં સમાજને માટે અતિશય ખેદ થયા વગર રહેતો નથી. સારી સારી જનાઓ ઉભી કરવામાં આવે છે, તેને પગભર કરવાને સજજનો તરફથી તનતોડ મહેનત અને મગજની હાડમારી કરવામાં આવે છે, છતાં તે યોજનાઓ નિરારંભી, નિઃફલા થાય છે, જ્યારે લેકેમાં વાહવાહ કેમ થાય તે જોવામાં, ખુશામતીઆની ખુશામતીમાં અંજાઈને રૂઢિ ધર્મને ઉંચ દરજજો અનુપગપૂર્વક આપી માત્ર બાહ્ય દેખાવ, આડંબર અને ક્ષણિક અસરવાળા કાર્યોમાં હજારો રૂપીઆ ખરચવામાં આવે છે. અર્થશાસ્ત્રી વાણીઆ અત્યારે અર્થશાસ્ત્ર શું છે ? તેના તો અને સિદ્ધાંત શું છે તે સમજતા નથી; જીવદયા પ્રતિપાળ અને ધર્મના ધોરી વણિકો કરૂણું શું છે દયાનું ઉત્તમ રહસ્ય પાલવાના નિયમો શું છે તેનું તદન પણ ભયંકર અજ્ઞાન રાખે છે, સ્વધર્મી વાત્સલ્યને પડહ વજડાવનાર જૈને શ્રાવકના લાભો શું છે અને તે કેવી રીતે સેથી સરસ રીતે પાર પડે તે કંઈ જાણતાજ નથી અને માત્ર ક્ષણિક અન્નની તૃપ્તિ આપી વેગળી-લાખો ગાઉ દૂર રહે છે–આવાં આવાં અનેક કારણોથી ગરીબ અધિકારી-પાત્ર જૈનેના હાલહવાલ છે-તેમની સ્થિતિ દયામણુ અને હૃદયભીનાની આંખો ભીંજાવનારી છે. બીજી દષ્ટિએ જોતાં જૈનોમાં કેળવણી ઘણી ઓછી છે, જ્યારે વહેમોનું જોર ઘણું પ્રબળ છે; સુધારો મંદ છે જ્યારે બૂરા રીતરિવાજોની ગતિ તેજ છે; સ્વચ્છતાના નિયમો ઓછા સચવાય છે, જ્યારે ગંદવાડ અને મેલા રહેવાની ટેવ વધુ જામી ગઈ છે; આરગ્યતા સુખાકારી કેમ રાખવી તે ઓછું સમજાયું છે, જ્યારે માત્ર કર્મને દેષ દઈ રોગોમાં સબડવાનું વધુ ગમ્યું છે–આથીજ જન્મ પ્રમાણ ઓછું છે ને મરણ પ્રમાણ વધુ છે. સમાજની સ્થિતિનું ટુંકમાં ટુંક દિગ્દર્શન કરી આ પત્રની સેવા પ્રત્યે જરા નજર કરીશું. ગત વર્ષમાં કુલ ૫૭૬ પૃઇ આવ્યાં છે તેમાં સમાજ, તત્વજ્ઞાન, ઈતિહાસ, ધર્મ, સાહિત્ય અને સ્ત્રી વાંચન વિષયક અનેક લેખો અને કાવ્ય આપવામાં આવ્યાં છે અને આ તકે તે તેને લખનારાઓને હાયપૂર્વક આભાર માન્યા વગર રહી શકાતું નથી. લેખ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60