________________
અમારો પરિચય
થવાણીઆ,
તા. ૧૫-૧૧-૧૯૧૪. સુજ્ઞ પ્રિય ભાઈશ્રી,
આજે શ્રીમન મહાવીર અંક મળ્યો. તે માટે ઉપકાર માનું છું. અન્ય વ્યવસાયો છતાં, અંક ગુંથવા માટે આપે જે શ્રમ લીધો છે તે માટે આપને અભિનંદન આપું છું. જૂદા જૂદા લેખકોએ પિતપતાની શકત્યાનુસાર જે જે ભાવો મહાવીર પ્રભુના જીવનમાંથી ઉપજાવી કાઢયા છે તે મનનીય છે.'
: લેખોના કમપૂર્વક બેલતાં જણાવવું યોગ્ય છે કે, “તંત્રીના નિવેદન ”માં ઉપશાંત સ્વાતંત્ર્યપૂર્વક જે વિચારો દર્શાવ્યા છે તે સમાજના સક્રિય (active) વિભાગને સારી પેઠે સંતેષ આપશે. મૂક (dumb) રામુદાય (mass) ના સ્વયં બનેલા પ્રતિનિધિઓના કેલાહલ છતાં આપે આગમપ્રકાશનને માટે દર્શાવેલ વિચારે કેલવણી સંપન્ન તરૂણોનાં હદય દર્શક થઈ પડશે.
ડૉકટર ઍકૅબીની જૈન અને જૈનીઝમ સંબંધીની Impressions વાળો વિષય જૈનેતર પંડિતની અપરિચિત વિષય સંબંધે કેટલી કાળજી છે તે સુંદર રીતે દર્શાવે છે. તેઓએ નિગેદના સંબંધે કરેલું વિવેચન, Biology, Bactereology અને Pathology ના અભ્યાસીઓને નજરે પડતાં બહુ લાભદાયક શેધખોળ તરફ પ્રેરવા ગ્ય છે. ડૉકટરે યતિ હીમતવિજયના પરિચય પર લખેલું વિવેચન વિશેષ કાળજવાળી આંખે જોવાનું છે. હું લાંબા વખતના ઇતિહાસ પ્રત્યેના પ્રેમથી એમ માનતો થયો છું કે, યતિઓ, વૃદ્ધ મુનિઓ-ગમે તેવા રૂઢ સંસ્કારી હોય છતાં તેઓના ચોકસ સંસ્કારોને માટે તેઓને નિષેધી નાંખી તેઓના અનાદર કરવાને બદલે તેમની સાથે પ્રેમ (love) પૂર્વક વતી, તેઓને સમજાવી, લલચાવી, ફોસલાવી, તેઓની પાસે જે કાંઈ છે–ઘણું છે...તે લઈ લેવાથી જૈન ઇતિહાસને ઘણુ સાધને મળી શકશે. આપણામાં પ્રેમને અસ૬ ભાવ થયો હોવાથી આપણે આ વર્ગને ઉપયોગ કરી શકતાં નથી, અને તેથીજ હીમતવિજયજી જેવા બીજા ઘણું ઉપયોગી માણસે તેઓની પાસે જે હેય છે તે સાથે લઈને ચાલ્યાં જાય છે. એિક શ્રીપુજ કે જેનું નામ આ પત્ર લખતી વખતે મને વિસ્મૃત થયું છે પણ ઘણું કરી ચંદ્રશેખર કે એવું કાંઇ હતું. કે જેઓ પાંચ છ વર્ષ ઉપર મુંબઈ આવ્યા હતા તેની પાસે પણ ઘણો ઉપયોગી જ્ઞાન ભંડોળ હતો તે એમને એમ ચાલ્યા ગયા. ઈદેરવાળા માણેકચંદ્રજી યતિ પણ ઉત્તેજવા યોગ્ય વ્યક્તિ મને અનુભવમાં આવી હતી. યુરોપીય વિદ્વાનો આવી વર્ગ–આવા રૂઢ વર્ગમાંથી પ્રેમપૂર્વક ખેંચવાની જે કળા-કળવકળ ધરાવે છે તે આપણુમાં નથી.
ફેંકટર ગેરીનેના લેખનું અનુવાદ મી, ખુશાલચંદ શાહે કરેલું છે તેને થોડોક ભાગ મારા ખ્યાલ પ્રમાણે સનાતન જૈનમાં પ્રકટ થયેલ છે. ડૉકટર ગેરીના વિચારે અન્ય પાશ્ચાત્ય વિદ્વાનો કરતાં વધારે કાળજીપૂર્વક ગુંથાયેલા છે. ખાસ કરીને IT વિભાગમાં લખાએલો ભાગ બહુ મનન યોગ્ય છે. ધર્મ બંધારણુ શાસ્ત્ર (Science of religious constitution) માં જૈનમાર્ગ પ્રવર્તકેની કુશળતા કેટલી હતી તે તેના પરથી જોઈ વર્તમાન સમાજે અનુકરણ કરવા લાગ્યા છે.
મી. જગમંદરલાલ જૈની મારા એક જૂના-જૂના પરિચયી છે, પાશ્ચાત્ય વાતાવરણમાં