________________
જ્ઞાનવર્ધક પુસ્તકમાળામાં કેવાં પુસ્તકો છપાશે? આ માળા માટે અમુકજ વિષયનાં પુસ્તક પસંદ કરવાનું બંધન બાંધી-ચીનાઓની સ્ત્રીઓના પગની પેઠે-માળાનું સ્વરૂપ સંકોચી ન નાંખતાં નવલકથા, જીવનચરિત્ર, વિઘાકળા, હુન્નર, ધર્મ, નીતિ, ઇતિહાસ, સાહિત્ય, સમાજ, વગેરે વિવિધ વિષયનાં પુસ્તક પસંદ કરવાનું વિશાળ ક્ષેત્ર રાખવામાં આવશે. અર્થાત્ ગૃહસ્થ, સ્ત્રીઓ, બાળકે ધર્મના ભાવિક જન તથા નવલકથા ને નાટકના રસિક વગેરે સર્વ વર્ગના વાંચનારાઓને આનંદદાયક થઈ તેમના જીવનની ઉન્નતિક્રમમાં સહાયક ને પ્રોત્સાહક થાય તેવાં પુસ્તકોની પસંદગી થશે; અને તે માટે ગ્રાહકો તરફથી પુરતું ઉત્તેજન મળેની જરૂર પડતાં પ્રતિષ્ઠિત લેખકને પારિતોષિક આપીને પણ પુસ્તક લખાવવામાં આવશે.
આ માળાનાં પુસ્તકના કાગળ, છપાઈ, બંધાઈ વગેરે લાઇબ્રેરીને શોભારૂપ થાય તેવાં પુસ્તકના કદના પ્રમાણમાં ઘટતાં રાખવામાં આવશે.
આ પુસ્તકમાળાના ગ્રાહકોને જોખમદારી કઈ છે? ગ્રાહકોને આ માળાનું આખા વર્ષનું લવાજમ અગાઉથી એકદમ ભરીને નવાં પુસ્તકો માટે આખું વર્ષ વાટ જોતા બેસવાનું નથી, પણ પુસ્તક હાથમાં લઈને જ તેની અધી કિંમત આપવાની છે; લવાજમ યા કિંમતના પૈસા સામટા ભરવા પડે તેમ નથી, દરેક પુસ્તક વિ. પી. થી આવવાનું હોવાથી ગેરવલ્લે જવાને પણ ભય નથી. પ્રવેશીને માત્ર આઠ આના આપવાના છે તે પણ ગ્રાહકમાંથી કમી થનારને રોકડ પાછો મળે છે. એટલે આ પેજના તદન બીનખમી છે.
આ માળાના કામના ગ્રાહકોને મળવાને બેવડો લાભ.
નિયમ પ્રમાણે આ માળાના કામના ગ્રાહકને અર્ધી કિંમતે પુસ્તકે મળવા છે ઉપરાંત પાંચ વર્ષે એક રૂપીએ બેનસને આપવાનું છે, એટલે લગભગ ૧૦-૧૨
ટકાનું બોનસ યા કમીશન વધારાનો લાભ દાખલ મળવાનું છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. (દાખલા તરીકે–અમે ન. રા.બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠનું “રાઈને પર્વત નામે એક રૂ.ની કિંમતનું નાટક પ્રસિદ્ધ કર્યું છે તે આ માળાના ગ્રાહકને મળવાનું હોય તે નિયમ પ્રમાણે રૂ. ૧ ને બદલે આઠ આનામાં મળે ને તે ઉપરાંત બોનસનો લગભગ એક આન મજરે મળવાને એટલે એક રૂ.નું પુસ્તક કાયમના ગ્રાહકને લગભગ સાત આને મળે.)
અમારી આશા-પાંચ હજાર ગ્રાહકો થવાં જોઈએ. પ્રથમથી લાંબાં લાંબાં બણગાં ફુકવા કરતાં કામ વડે ખાત્રી કરી આપવી એજ યોગ્ય ને ઉત્તમ છે, તેથી અમે પહેલાંથી મોટી મોટી આશાઓ ન આપતાં ટુંકામાં એટલી જ ખાત્ર આપીશું કે, ગુર્જર ભાઈઓ અને બહેને અમારી આ જનાની કદર કરી પુરતી સંખ્યામાં ગ્રાહકો થશે તો અમે વિદ્વાનનાં સારાં સારાં પુસ્તકે ઘણાજ સસ્તા દરથી બહાર પાડવા શક્તિમાન થઈશું. ગ્રાહકે વધારે હોય તેમ કિંમત ઓછી રાખવાનું પિસાય એ દેખીતું જ છે એટલે અમારી બધી ધારણું પાર પડવાને આધાર ગ્રાહકોની
સંખ્યા ઉપરજ રહે છે. આવી યોજના ફતેહમંદ થવા માટે કમીમાં કમી પાંચ ? રે હજાર ગ્રાહકે ની જરૂર છે. આ કાર્ય સારું છે તે તેમાં સહાયક થવાની પરમ
કૃપાળુ પરમેશ્વર સિને પ્રેરણા કરશે એવી પૂર્ણ આસ્થા છે.”