Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 26
________________ ૨૭. AMMAMMAAAAAAAAAAAAAAAAAAA શ્રી જૈન , , હેરેલા. તમારી હેરલ્ડને અંગે અને ભાઈ વાડીલાલની જનહિતેચ્છને અંગે તદન જૂદીજ સ્થિતિ છે. એટલે જે સ્વાતંત્ર્ય ભાઈ વાડીલાલ દાખવી શકે તે તમે દાખવી ન શકાએ ખરું છે; પણ ભાઈ વાડીલાલ વિશેષ બળ વગર હૃદયના સાથે બેસે છે; એમ મને લાગે છે. લી. મનસુખ રવજીભાઈના ઘટીત. પ્રિય ભાઈશ્રી; તમારે પટકાઈ મને મળ્યો હતો. તે માટે ઉપકાર માનું છું. તમાએ શ્રીમન મહાવીર અંકમાં “મહાવીરનો સમય–અને ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર” નામક વિષય લખ્યો છે તે સંબંધી મારો અભિપ્રાય લખવાનું મેં તમને જણાવ્યું હતું–તે અનુસાર આજે મારો અભિપ્રાય લખું છું. અભિપ્રાય બે પ્રકારના પરિણામ લાવનારાં થઈ શકે છે, એક જે લેખકના લેખ ઉપર અભિપ્રાય અપાય છે તેના મન ઉપર અન-ઉત્તેજન (Discouragement) ની છાપ પાડે છે અને બીજે ઉત્તેજન (Encouragement) ની છાપ પાડે છે. આ બે પ્રકારના પરિણામ લાવનારાં અભિપ્રાય ઉપરાંત ત્રીજો અભિપ્રાય ટીકાકારી ( critical) છે, કે જે અભિપ્રાય લખનારના મનઉપર ઉત્તેજન કે અન–ઉત્તેજનની દરકાર કર્યા વિના વસ્તુસ્થિતિ દર્શક હોય છે. મેકૅલેના વિચારોમાં Discouragement–અનઉત્તેજન-ની ઘાટી છાયા દેખાય છે, છતાં લાગણીથી નહીં ઉશ્કેરાનારાં-non-sentimental–વિદ્વાન તેને critical ટીકાકારી અભિપ્રાય આપનાર તરીકે ગણે છે. . હું તમારા આ પ્રસ્તુત વિષયના સંબંધમાં આજે નીચે અભિપ્રાય આપું છું–લખું છુંતે ક્યા વર્ગમાં–ત્રણમાંથી વિચારવાને લેખશે તે હું જાણતો નથી. વિદ્વાને જે વર્ગમાં લેખવા માંગે તે વર્ગમાં ભલે લેખે-હુત જેમ મને લાગે છે તેમ જણાવવા પ્રયત્ન કરું છું. પ્રારંભમાં તમને મારે સ્પષ્ટ શબ્દોમાં મુબારકબાદી એટલા માટે આપવી ઘટે છે કે, જે સાધન-લેખ-ગુંથાવાના-તમારા પિતાનાં નથી, પરંતુ અન્ય શોધકના છે તે સાધનેને તમે એટલો કાળજીપૂર્વક ઉપયોગ કર્યો છે કે, વસ્તુ સંકલનાની ગુંથણી બહુ વિચારણીય થઈ પડે છે. હું જાણું છું ત્યાં સુધીના ઉછરતા કઈ જૈન લેખકે, આ વિષયના સંબંધમાં આવી સુંદર ગુંથણ કરી નથી. તમારી ગુંથણ પ્રાથમિક અને મધ્યવર્ગના વાંચકને ઘણી ઉપયોગી થઈ પડશે. ઉચ્ચત્તર વર્ગના વાચકને ઘણું સ્થળો શંકાસ્પદ અને ભવવામાં આવે તેમ છે. દાખલા તરીકે, પૃષ્ટ ૪૧૩ ઉપર તમોએ રા. સુશીલના વિચારોની શાખ લીધી છે તે શાખ–સત્ય હોય અથવા ન હોય–પણ વિદ્વાને તેને એક પ્રમાણરૂપ (authority ) તરીકે નહીં ગણે, કારણ કે રા. સુશીલે જે વિચારો બતાવ્યા છે તે પિતાની સ્વતંત્ર શાળાના નથી, પણ ઉછીના લીધેલા ( Borrowed) છે. તમારી પિતાની ગુથણના સંબંધમાં ટુંકમાં આટલું કહી, આખા લેખમાં જુદે જુદે કાણેથી-વિદ્વાન-ઇતિહાસકારોના લેખપરથી–જે શાખો લેવામાં આવી છે તે વિદ્વાન અને ઇતિહાસકારોના સંબંધમાં એક ઈતિહાસના અભ્યાસી-વિદ્યાર્થી તરીકે મારા વિચારો શા છે તે જણાવું છું.'

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60