Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 36
________________ WAAAAAAAAAAAAA શ્રી જૈન , . હા, ચારિત્ર એ રત્નત્રય કહેવાય છે તેમ શ્રાદ્ધ ધર્મમાં બુદ્ધ, ધર્મ અને સંધ એ નામનાં ત્રણ રત્ન કહેવાય છે, તે ત્રણ રત્નપર એક એક વ્યાખ્યાન એમ ત્રણ વ્યાખ્યાન આપેલાં છે. તે ઉપરાંત તેમાં ચાર પરિશિષ્ટ આપેલ છે, ૧ સિગાલ સૂત્રનું ભાષાંતર, ૨ પંચસ્કંધ, અહલ્પદ અને નિર્વાણ, ૩ ચાર આર્યસ અને આર્ય અણગિક માર્ગ અને ૪ ત્રિપિટક ગ્રંથ. આ મરાઠી પુસ્તકનું ઉક્ત પરિશિષ્ટ મૂકીને રા. હરગોવિંદ શામજી પાઠકે ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે અને તે રા. જીવણલાલ અમરશી મહેતાએ પ્રકટ કરેલ છે. ભાષાંતર સારું કર્યું છે અને તે જ્ઞાનસુધા નામના માસિકમાં ખંડશઃ આવી ગયું છે અને સાથે સાથે આ પુસ્તક આકારમાં છપાયું છે. આ વ્યાખ્યાન વાંચવાથી બુદ્ધે પ્રસારેલ ધર્મની કેટલીક સુંદરતા પ્રતીત થાય તેમ છે અને જૈન ધર્મના તથા અન્ય ધર્મનાં તો સાથે સરખાવવામાટે તુલનાત્મક રીતે ધર્મજ્ઞાન મેળવનાર અભ્યાસી ઘણું મેળવી શકે તેમ છે. આપણામાં તુલનાત્મક ધર્માભ્યાસ કરવાની ટેવ ઘણીજ ઓછી છે બલકે નથી તે શોચનીય છે; તે તેવી ટેવ પાડી અડગ શ્રદ્ધાવંત થઈ વાંચક ધર્મજ્ઞાનમાં વધારો કરશે. પ્રસિદ્ધ કર્તાને આવા પુસ્તક બહાર પાડવા માટે ધન્યવાદ આપી વિરમીએ છીએ. મુંબાઈ માંગરોળ જૈનસભા રિપોર્ટ ને હિસાબ સં. ૧૯૬૯-આ સભા ઉપયોગી બની જનસમાજને સારે લાભ આપતી આવી છે એ તેના કાર્યથી તેણે સારી રીતે બતાવી આપ્યું છે, સ્ત્રીઓ અને કન્યાશિક્ષણ શાળા કાઢી સ્ત્રીકેળવણીમાં અગત્યને ફાળો આપ્યો છે. તે સમાના મેંબરોના લવાજમમાંથી નિભાવવામાં આવે છે, તે તેને સ્થાયી કરવાને માટે મુંબઈના સખી ગૃહસ્થોએ તથા બહેનોએ વિચાર કરી ગ્ય વ્યવસ્થા કરી આપવી જોઈએ છે. ધાર્મિક શિક્ષણને વ્યવહાર સ્વરૂપમાં મૂકવા જેવો અભ્યાસક્રમ ગોઠવાયે સારું પરિણામ આવવાની પૂરી વકી છે. પુસ્તક છપાવવામાટેનું હાથ ધરેલું કાર્ય આ વર્ષમાં તે કંઈ પણ થઈ શકયું નથી એમ રિપોર્ટ પરથી જણાય છે. જૈન સમાજની હાલની સ્થિતિ ઘણાં વર્ષોનાં સંકીર્ણ અને સ્થિતિસ્થાપકતા કરતાં પણ પાછાં હઠનારા વલણને લઈને તથા આગેવાનોના અપુરૂષાર્થ અને નિરૂત્સાહને યોગે ઘણી મંદ મંદ ચાલે છે; કયારે ચંચલતાનો સુગંધી વાયુ સપાટાબંધ વાશે તેની ખબર જ પડે તેમ નથી. આથી રિપ૮માં મ્યુઝિયમ, સસ્તાં ભાડાંની ચાલી, હૈપીટલ, સેનેટેરીઅમ, બાળાશ્રમ, ઉદ્યોગ શાળા, જાહેર હૅલ, આદિ સંસ્થાઓ અતિશય જરૂરની હોવા છતાં તે ઉપજાવવાના ખ્યાલ શેખશલ્લી જેવા લાગે છે, તો પણ પ્રયત્ન તે મેળવવા ભાગ્યશાળી હમણું નહિ ૨૫ વર્ષે પણ થઈશું અરા, બધી નહિત એક બે પણ મેળવીશું. આપણે નહિ તે ભવિષ્યની પ્રજા તે મેળવશે !! સભાના પ્રયત્નથી જૈન મહિલા સમાજ જેવી ઉપયોગી સંસ્થા શરૂ થવા પામી છે. તે કુમળા છોડને પયઃપષણ આપી ઘણી સારી રીતે ઉછેરવાની જરૂર છે, ભાષણ શ્રેણી વધુ સ્થાયી સ્વરૂપમાં રહે તે માટે સારા ભાષણો મેળવી છપાવાની જરૂર રહે છે. આવી ઉપયોગી સંસ્થા દરેક જૈન મેંબર થઈ તેમજ બીજી રીતે તન, મન, ધનથી સહાય આપશે એવું ઈચ્છીએ છીએ. ' લોહાણા જ્ઞાતિની ઉત્પત્તિ અને તેનો ઈતિહાસ-(યોજક ઠકકર ઉદ્ધવજી તુલસીદાસ તન્ના પ્ર૦ બાપુભાઈ કહાનજી પરિખ તંત્રી-લુહાણું સમાચાર. કિં. પાકાપુંઠાની

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60