Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 37
________________ સ્વીકાર અને સમાલોચના, ૧-૦-૮ અને કાચાની રૂ. ૧-૪-૦ ) લહાણું જ્ઞાતિ હમણાં સારી પ્રગતિ બતાવી રહી છે. આ જ્ઞાતિનો ચર્ચાત્મક રીતિએ ઇતિહાસ બહાર પડે નહોતે, તેથી તેઓનું મૂળનામ શું હતું, કયા સમયમાં અને કયાંથી તેઓની ઉત્પત્તિ થઈ વગેરે બાબતમાં સમાજ અનભિજ્ઞ હતી. આ પુસ્તકથી તેવી બે ખબર દૂર થઈ છે. વણિક જ્ઞાતિમાં ૧૦૮ ભેદ છે છતાં તે ભેદ કેમ પડયા, તેની પ્રાચિન સ્થિતિ શું હતી ? તેમાં રેટી અને બેટી વ્યવહાર કેવા સ્વરૂપમાં મૂળ હતો અને હાલમાં દેખાતા ફેરફારનું કારણ શું છે વગેરે છે ઇતિહાસના અભાવે અંધકારની ઉંડી ખાઈમાં પડેલ છે; જ્યારે આ પુસ્તકમાં તેવી બા બત લુહાણું જ્ઞાતિ સંબંધની ચર્ચા નિર્ણયાત્મક સ્વરૂપમાં આવવા પ્રયત્ન કર્યો છે. લેખક લુહાણું જ્ઞાતિનાજ છે, તેથી કદાચ એવો વિચાર ઉત્પન્ન થાય કે “અહો રૂ૫ અહ ધ્વનિઃતે ન્યાયે લુહાણ જ્ઞાતિને ઉંચે છાપરે ચડાવી તેના ગુણાનુવાદ અને યશગાન જ આ પુસ્તકમાં હશે, પરંતુ જાણીને આનંદ થાય છે કે સત્યાન્વેષણ દૃષ્ટિએ તપાસ કરવાને જ આમાં પ્રયાસ કર્યો છે અને દંતકથાને દંતકથારૂપે, અનુમાનને અનુમાનરૂપે મૂકી વિચારવાનને વિચાર કરવાનો ખોરાક પૂરો પાડે છે. આ પુસ્તકમાં ખાસ ઐતિહાસિક સાધનો પૂરાં પાડનાર છે. રા. દેવજી ત્રિકમદાસ હાઈકેટે વકીલે જે સહાય આપી છે તે જે ન હતી તે આ પુસ્તક જે રીતે અત્યારે જોઈ શકીએ છીએ તે સ્થિતિમાં તે નજહત. આ પુસ્તકનું અનુકરણ કરી ગુજરાત વગેરે દેશની સમગ્ર જ્ઞાતિઓને પ્રાચીન ઈતિહાસ અને તેની દંતકથા વગેરે બહાર પડવા તે તે જ્ઞાતિના વિદ્વાન જન પ્રેરાશે, તે ઘણું ઉપયોગી જાણવા જેવું મળી આવશે અને જ્ઞાતિ જ્ઞાતિમાં વધારે સારો એખલાસ અને શાંતિ પ્રસરશે એમ અમારું માનવું છે. નીચેનાં રિપોર્ટની પહોંચ સ્વીકારીએ છીએ:– ૧-૨ વાંકાનેર પાંજરાપોળ–સં. ૧૯૬૭ અને ૬૮ અને હિસાબ ૩ વાંકાનેર વિદ્યોત્તેજક ચેથા વાર્ષિક સને ૧૯૧૩ રંગુનમાં રહેતા વાંકાનેરવાસી બંધુઓ માસિક રૂ. ૧૪ એકઠાં કરી તેમાંથી વાંકાનેર સ્ટેટના વિદ્યાર્થીઓને ર્કોલરશિપ આપે છે તે પ્રયાસ ઘણો સ્તુત્ય છે. ૪. કાઠિયાવાડ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની અમરેલીની સમાજ એક જૈન બોડીંગ સં. ૧૯૬૯ ઉક્ત “સમાજમાં અમરેલી, કંડલા, દામનગર, બગસરા, ધારી, લાઠી, લીલીયા, કુંકાવાવ, બાખરા અને ચીતલ એ દશ તાલુકા સમાય છે. આ સમાજે છાસઠના આસમાં વકીલ પુરૂષોત્તમ માવછના પ્રમુખપણું નીચે બોર્ડિંગ સ્થાપવાનો ઠરાવ કરી તેમાં ફંડ કર્યું. રોકડા આપનારને ભરેલી રકમનું છ ટકા લેખે વ્યાજ આપવાની સગવડતા કરી આપી. આ ફંડ સારું થતાં-(૮૭૫ રૂનું થતાં ૧-૧૨-૧૧ ને રોજ બોર્ડિંગ ઉઘાડવામાં આવી. હાલ ૩૪ વિદ્યાર્થીઓ છે. તેમાં સમાજના ૨૭ છે કે જેની પાસેથી માસિક સાડા છ અને બહાર તાલુકાના ૮ છે કે જેની પાસેથી માસિક સાડા સાત રૂ. લેવામાં આવે છે, ધર્મક્રિયા અમુક વખતની (સામાયિકાદિ) રાખી છે કે જે પ્રમાણે પરધર્મી પણ માનપૂર્વક વર્તે છે. આવી રીતે પૈસા ઓછા લઈને પણ વિદ્યાથની સગવડતા પૂરી પાડનારી આ સંસ્થાને ઉત્તેજન અને ધન્યવાદ ઘટે છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60