Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 33
________________ રd inns સ્વીકાર અને સમાલોચના સ્વીકાર અને સમાલોચના. જૂની ગુજરાતી ભાષા અને જૈન સાહિત્ય-લેખક રા. મણિલાલ બકેરરભાઈ વ્યાસ, પૃ. ૬૦ કિં. ૪ આના ) આ નામનો નિબંધ ઉક્ત લેખક મહાશયે સં. ૧૫૬૮ માં પાટણના જૈન મુનિ શ્રી લાવણ્યસમય ગણિએ રચેલ વિમલ પ્રબંધને તૈયાર કરી થોડા સમયમાં બહાર પાડે છે તેની પ્રસ્તાવનારૂપે છે. અને તેમાં આ ઉપઘાત તરીકે “ જૂની ગુજરાતી ભાષા અને જૈન સાહિત્ય એ યોગ્ય અભિધાનથી પ્રસિદ્ધ કરેલ છે. * પ્રથમ આના મુખ્ય બે ભાગ પાડવામાં આવ્યા છે- ૧ ) ગુજરાતી ભાષાના ઈતિહાસ પર સિંહાવલોકન, (૨) લિપિ. ભાષા સંબંધે બેલતાં મૂલ “ વૈદિક ભાષા પછી અપભ્રષ્ટ થયેલી વૈદિક ભાષા વધારે ભ્રષ્ટ થતી અટકાવવા પાણિનિ મુનિએ વ્યાકરણથી નિયમબદ્ધ કરી સુધારેલી ‘ સંસ્કૃત ભાષા, ” પછી વખત જતાં જુદા જુદા પ્રાન્તની ભાષા જુદું જુદું વલણ લેતી ગઈ અને તેને પ્રાંત કે પ્રજાના નામ પ્રમાણે જુદા જુદા નામે ઓળખાતી થઈ. સંસ્કૃતભાષા ગ્રંથભાષા તરીકે અને પ્રાકૃતભાષા લેકની મૌખિક પ્રચલિત ભાષા તરીકે વ્યવસ્થિત થઈ. પ્રાકૃત ભાષાનું વ્યાકરણ રચાયું. જૈન પ્રાચીન સાહિત્ય પ્રાતમાં હતું તેથી તેને જૈન ભાષા કહેવી એ અજ્ઞાન છે કારણકે જનભાષા એવું કોઈ પણ ભાષાનું નામ છે કે હોઈ શકે એમ નથી. સ્થાનભેદથી પ્રાકૃતભાષા જુદાં જુદાં નામે વ્યવહરાતી થઈ-મથુરાની આસપાસની ભાષા શરશેની, મગધની માગધી, આસામ અને નેપાળ તરફની પિશાચી એમ ભાષાનાં નામ પડયાં. જેનના છેલ્લા તીર્થંકર શ્રીમન મહાવીર ૨૪૪૦ વર્ષ પહેલાં થઈ ગયા અને તેમનો ઉપદેશ મગધ દેશમાં અને તેની આસપાસ હોવાથી મુખ્ય જન ભાષા–નામે માગધીમાં થયા હતા. અને તે ઉપદેશ વિક્રમ સં. ૧૧૦ માં લેપબદ્ધ થયે અને તેથી ઉક્ત ઉપદેશ કે જે માગધી ભાષામાં હતા તે સં. ૫૧૦ ના સમયની ભાષાથી ઘટનાયમાન થયે, તેથી મૂલ માગધી સ્વરૂપ અખંડ ન રહ્યું અને તેથી જૈન સૂત્રોની ભાષા અર્ધ માગધી” છે એમ શ્રી હેમચંદ્રાચાર્યે જણાવ્યું તે યોગ્ય જ છે. જેનેએ ભાષાના વિકાસમાં એટલો બધો અપૂર્વ ફાળો આપ્યો છે કે જેનું સ્વરૂપ અને પ્રમાણુ હજી ગુર્જર વિદ્વાનોથી અપરિચિત-અજ્ઞાત છે. આના કારણે પક્ષપાત, રાગ કે દુષબુદ્ધિ, શોધખોળની ખામી, અથવા જૈન સાહિત્યને પ્રેમદષ્ટિથી અભ્યાસ કરવાને અભાવ, તથા જૈનસાહિત્ય પૂર્ણ વિવેચન અને સંશોધન પૂર્વક સવેળા નહિ પ્રગટ થવાની બિના થોડેઘણે અંશે હોવાં જોઈએ એમ જણાય છે; પરંતુ રા. મણિલાલે આ નિબંઘમાં એટલો બધે નિષ્પક્ષપાત અને પ્રેમભાવ રાખ્યો છે કે તેમના નિર્ણયમાં ઘણી સત્યતા અને વાસ્તવિક્તા ઘણું સ્થળોએ પ્રતીત થાય છે. સાક્ષર શ્રી નવલરામ જે નિર્ણય પર આવેલ છે તે જ નિર્ણય પર રા. મણિલાલ આવેલ છે. નવલરામ ભાઈ કહે છે કે – “ જૂની ગુજરાતીમાં જેન કે વેદમાર્ગીનો કાંઈ ભેદ ગણવાને નથી –પણ એથી ઉલટું હાલ ( એ કાળે ) ગરજીઓ જે ભાષામાં ગ્રંથ લખે છે તેજ ભાષા આખા ગુજ.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60