Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 31
________________ અમારો પરિચય ૨૫ શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ” ના તંત્રી યોગ્ય–“ શ્રીમન મહાવીર સચિત્ર અંક,” “કોન્ફરેન્સ હેરલ્ડ” તરફથી તમારા તંત્રીપણું નીચે પ્રગટ થઈ મને મળ્યો અને તે વાંચતાં મને જે હર્ષ અને લાગણી, ઉત્પન્ન થયાં છે, તે આ પત્ર મારે ફતે, તમને મુબારક બાદી આપતાં જણાવું છું, પણ એટલું કહેવું જરૂરનું છે કે આ પત્ર મારફતે એ હર્ષ તથા લાગણી પૂરેપૂરા દર્શાવાય એમ નથી અત્યાર સુધીમાં જૈન કેમ તરફના પ્રગટ થયેલા અનેક પુસ્તકો અને માસિક મેં વાંચ્યાં છે, અને કેટલાક ખાસ અંક પણ વાંચ્યાં છે, પણ તે સર્વેમાં “ શ્રીમન મહાવીર સચિત્ર અંક ” મને સર્વોપરી માલમ પડે છે. આવી રીતની “ શ્રીમન મહાવીર સ્વામી ” સંબંધીની હકીકત એકજ પુસ્તક આકારે અગાઉ કોઈપણ તરફથી પ્રગટ થઈ નથી એમ હું ધારું છું, અને મારી માન્યતા પ્રમાણે તે સત્ય છે. એ અંકમાં નીચલા લેખો તે ખાસ ધ્યાન ખેંચનારા અને જેને સિવાય જૈનેતરોને ખાસ વાંચવા લાયક છે, એમ મને જણાય છે M, Guerinot's Introduction to His Eassy on Jain Bibliography. Translated by Khushal Talakshi Shah. B. A. B. s. o. Bar-at-Law. Some Distinctive features of Lord Mahavir's Teaching (Sushil). મહાવિર સ્વામીની છવાસ્થાવસ્થા (મુનીશ્રી રત્નચંદ્રજી ) મહાવીરને સમય અને ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર. ( તંત્રી ). ખાસ કરીને પ્રોફેસર M. Guerinot ને અને છેલ્લાં તંત્રીને લેખ સમજુ અને અભ્યાસીઓ માટે ઘણજ અગત્યના છે અને મને એમ લાગે છે કે છેલ્લા તંત્રીના લેખમાં જે શોધખોળો અને બોહળા વાંચનના પરિણામરૂપે જે કાંઈ લખવામાં આવ્યું છે તેવું કદાચ જ કોઈ માસિકમાં અગાઉ પ્રગટ થયું હશે. એ લેખ માટે હું તમોને ખાસ મુબારકબાદી આપું છું અને ઈચ્છું છું કે તેને ફેલાવો જૈનેતરોમાં કરવા માટે તમો સારી રીતે પ્રયત્ન કરશો. જૈનધર્મ માટે, તેના સિદ્ધાંત માટે, અને જેનોના તીર્થકરે માટે જૈન કેમ તેમજ જૈનેતરમાં એટલી બધી અજ્ઞાનતા પ્રવર્તે છે કે જે તે નાબુદ કરવા માટે પ્રયત્ન કરવામાં નહિ આવશે તે જે કાંઈ માનવાયોગ્ય સત્ય છે તે પણ દબાઈ જશે અને જે ખોટી માન્યતાઓ અત્યાર અગાઉ જાણે અજાણે ચાલે છે તેને મોટો કે મળશે. એ કારણથી, ખરું સત્ય બહાર પડવાની જરૂર છે, અને તે આવા લેખો મારફતેજ થઈ શકે, આપણે બીજા માસિક તેમજ “ કોન્ફરેન્સ હેરલ્ડ ” ભવિષ્યમાં આવાજ લેખો પ્રગટ કરે છે અને તેનો ફેલાવો જેનો તેમજ જૈનેતરમાં કરે તો, ઉપર દર્શાવેલી આશા કાંઈક અંશે પાર પડશે. “ કોન્ફરેન્સ હેરલ્ડ” ને તે ખાસ આવાજ લેખો આપ જેવા વિદ્વાનના તંત્રીપણું નીચે પ્રગટ કરવાની મોટી આવશ્યકતા છે કેમકે એ માસિક જૈન કામના એક ઘણું મોટા ભાગનું વાજીંત્ર છે. હું એક બીજી સુચના અત્રે કરીશ, તે એકે “ સચિત્ર અંક” ને છેલ્લો લેખ “ મહાવીરનો સમય અને ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર ” ખાસ જુદા પુસ્તકના રૂપમાં, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60