Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 25
________________ અમારે પરિચય આપણું ઉપદેશકે શ્રી જિનેશ્વરના સમભાવ દર્શાવતાં રાગ અને દ્વેષને અભાવ સૂચવતાં એક ભૂલ કરતા જણાય છે. રાગના અભાવને ઉપદેશ આપતાં પ્રેમ-વાત્સલ્યભાવ (love) ના અસાધારણ ગુણને તેઓથી નિષેધ થવારૂપ શ્રેતાઓના મન ઉપર થએલી અસર આપણું સમાજમાં અત્યારે વર્તતા પરસ્પર પ્રેમના અભાવથી જોઈ શકાય છે. હું ઈચ્છું છું કે, જેઓ પોતાને વીતરાગતા ઉપદેશવાને યોગ્ય માનતા હોય તેઓ આ વાસલ્યભાવને વ્યક્ત કે અવ્યક્ત નિષેધ ન થઈ જાય તેની કાળજી કરતા રહેશે. મતી ભાઈએ શા માટે વાત્સલ્યભાવની ચમત્કૃતિ-રાગને નિષેધ કરતાં સ્પષ્ટ ન કરી? - મને જોઈને હર્ષ થાય છે કે, મકનજીભાઈએ એક જાહેર લેખક તરીકેનું દર્શન દેવું શરૂ કર્યું છે. દઢતર વિશ્વાસ અને મને બળથી મકનજીભાઈ આપણું એક ઉપયોગી લેખક થઈ પડશે. મુનિશ્રી રત્નચંદ્રજીએ મહાવીરનું છવ જીવન આલેખવા પરિશ્રમ બહુ લીધે જણાય છે. તેઓએ છઘજીવનની વ્યાખ્યા “ભગવતીસૂત્ર” પરથી વિશેષ સારી ઉપજાવી કાઢી હત. જેને બીજાની પાસેથી શીખવાની સદબુદ્ધિ છે તે શીખી શકે છે તેના દષ્ટાંતરૂપ આ મુનિ છે. તેઓએ વિશેષ નૂતન સંસ્કારી મનુષ્યમાં આવવાનું હજુ વિશેષપણે કરવાથી આ લેખમાં જે રૂઢત્વ રહ્યું છે તે જતું રહેવા પામશે એમ મારી આશા છે. વઢવાણને વર્ષમાનપુરી ગણવી ઐતિહાસિક દૃષ્ટિએ યોગ્ય નથી એવા અભિપ્રાયપર તમે તંત્રી તરીકે આવે છે તે અભિપ્રાય મને પણ સમ્મત છે, વઢવાણને વર્ધમાનપુરી કહેવું એ સ્વપ્રદેશના મેહથી ઉત્પન્ન થએલી કલ્પના છે. - કુંવરજીભાઈ મારા Personal friend at contrast છે. તેઓના લેખ પર તરૂણેએ અભિપ્રાય આપવાનો હકઈચ્છવા યોગ્ય છે? અભિપ્રાય પ્રમાણિક હોઈ શકશે ! અથવા અભિપ્રાય પ્રમાણિક ગણાઈ શકશે ? તેઓ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંધન જેને કહે છે તે આજ્ઞાઓ કઈ ગણવી ? અથવા કયા પુરૂષોએ કરેલી વ્યાખ્યાઓને ન ઉલંઘવાનું આપણને તેઓ કહે છે. પ્રભુની ખાતર, આપણું આ અનુભવ પુરૂષોએ વધુવાર દરેક વાતમાં આપણને પ્રભુની આજ્ઞાની વાત આગળ કરવી ન જોઈએ. બુદ્ધિપ્રયોગ કરનાર માણસે ઉત્પન્ન થતાં અટકાવનાર આ અનુભવીઓ જ છે. મહાવીરના સમય સંબંધીને તમારે પોતાનો લેખ જોયો. હજુ સંપૂર્ણ વિચાર્યો નથી; એટલે તેના સંબંધમાં વિશેષ ન કહેતાં હવે પછી અભિપ્રાય બાંધીશ. દરમ્યાનમાં એટલું જ ઇચ્છું છું કે, આપણે ઐતિહાસિક શોધખોળોના સંબંધમાં બીજાઓએ એકઠા કરેલાં સાધન પરથી અનુમાને પર આવવારૂપ સ્થિતિ છે તે બદલીને સ્વતંત્ર શોધકોની સ્થિતિ આવો. - મી. મણિલાલ વકીલ કાવ્યકળા પર જ્યારે સ્વાભાવિક પ્રેમભાવના ધરાવે છે ત્યારે શા માટે તેઓ કાવ્યકળા અભ્યાસપૂર્વક તૈયાર કરતાં નથી ? મી. નેમચંદ, મીમી. દા. શાહ વગેરે યુવાન લેખકની શૈલી ઉત્તેજનપાત્ર છે, આ રીતે તમારા આખા અંકનું અવલોકન કરૂં છું.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60