________________
શ્રી જૈન , , હેર, ત્યાં તા. ૧૦ મી સપ્ટેબરે પેરીસ પાસેના બકે ગામમાં તેમને સ્વર્ગવાસ થશે. જૈનપત્ર દ્વારા અગીઆર વર્ષ સેવા કરી જેનસમાજના ચરણે એક આહૂતિ ! - ભગુભાઇને બદલે તેની દઢતા વગરની કે અન્ય વ્યક્તિ હોત તો તેણે અચૂક જૈન સેવાને તિલાંજલિ આપી હતી અને તેના સ્વયંસેવક પિતે થઈ શકે તેમ નથી એમ જણાવી તેમને છેલ્લા નમસ્કાર કર્યો હોત. -
ભગુભાઈની સેવાનું શું ફળ? કંઈજ નહિ? નહિ. કોઈપણ ક્રિયા નિષ્ફલા થઈ નથી. થાય તે કર્મનો સિદ્ધાંતજ ખાટો થાય. આઘાત અને પ્રત્યાઘાતના નિયમો કુદરતથી સ્વભાવ સિદ્ધ છે. વિચાર સંકુચિતતા પર પ્રચંડ મુવાડાને ઘા પડે છે, સ્થિતિસ્થાપકતા હચમચી છે, આટોક્રસીને દમામ નરમ પડે છે, સ્વતંત્ર વિચારોનો પ્રવાહ ઉદ્દભવ્યો છે, ચોમેર ગર્જના અને વીજળીનું મેઘાવરણ એકાએક અને ત્વરિતતાથી થઈ શકે એ સ્થિતિ અટકી છે, પ્રવાહપતિત સમાજસ્થિતિમાં પરિવત્તિન થયું છે, રૂઢ ધર્મ સત્યધર્મનું શરણ લેવા લાગ્યા છે, રૂઢિબળની ગતિ કુંઠિત બની છે, અને આગેવાની પગભરતા લીસી
લપટ થઈ છે.
- લોકમતને કેળવવા માટે દરેક જાતના અને દરેક પક્ષ તરફથી આવેલા વિચારોને દાખલ કરી ભગુભાઈએ તટસ્થતાથી કાર્ય કર્યું છે અને પિતાના જૈનપત્રને અમુક વર્ગનું કે સંસ્થાનું વાજિંત્ર તરીકે વાપર્યું નથી એ માટે તેને ખરેખર અભિનંદન ઘટે છે. જેનપત્ર સાંપ્રદાયિક હોઈ તેની મર્યાદા સહેજે ટુંકી હોવા છતાં દરેક વખતે નવા નવા વિષયો કાઢી ભગુભાઈએ પિતાની શક્તિ બતાવી આપી છે. હેલ્ડ પત્ર સામે તેમણે ઘણુ વખત લખ્યું છે, છતાં તે પ્રેમભાવથી લખાયું હતું એમ અમે ગણીએ છીએ. મતફેર–મતભેદ એ સ્વતંત્રતા સૂચક છે, છતાં તેને પરિણામે વિષમભાવ અને તેથી બીજા કાર્યોમાં ખલેલ ન આવવાં જોઈએ એ સિદ્ધાંત હાલના પત્રકારોએ ખાસ ભગુભાઈ પાસેથી શીખવાને છે.
ગૂર્જર ભાષાના એક લેખક તરીકે, અમદાવાદના પ્રતિષ્ઠિત અઠવાડિક નામે પ્રજાબંધુ અને મુંબઈના મૂલ ત્રિમાસિક અને હાલ થયેલ માસિક નામે સમાચકના આદ્ય સંસ્થાપક તરીકે ભગુભાઈએ માન મેળવ્યું છે. સદગત સ્વામી શ્રી વિવેકાનંદની સાથે તેમને પરિચય થયો હતો અને તેનાથી ધર્મરંજિત અને મુગ્ધ બનવા ઉપરાંત તેમનાં કેટલાંક પુસ્તકે ગુજરાતી ભાષાંતર તરીકે તેના તરફથી પ્રસિદ્ધ થયાં છે. તે વિવેકાનંદની સાથે કેટલીક રીતે હરિફાઈ તથા તુલના ધરાવતા જૈનવીર શ્રી વિરચંદ રાઘવજી ગાંધીનાં ભાષણો અને લેખે પ્રગટ કરવાનું અને કરાવવાનું શુભ માન ભગુભાઈને ઘટે છે. તદુપરાંત ઢેડના રાજસ્થાનનું ગુજરાતી ભાષાંતર તેમણે પ્રસિદ્ધ કરાવ્યું છે અને ત્રણ ચાર જાતતા ગુજરાતી અને અંગ્રેજી શબ્દ કેષો પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. ભગુભાઈ વધુ વર્ષ જીવ્યા હોત તો તેમનું જાહેર જીવન પ્રજાને વધુ ઉપયોગી નિવડત; પરંતુ તેમ ભાવીને નથી ગમ્યું તેથી એજ ઈચ્છીએ છીએ કે તેમનું વિસ્તૃત જીવન આલેખાશે, તેમના અનેક મિત્રો અને પ્રશંસકો તેમનું નામ ચિરસ્મરણીય રહે તેમ કરવા સારી રીતે ફંડ એકઠું કરશે અને બતાવી આપશે કે સગતના સત્કાર્ય અને તપસ્વી જીવન માટે તેઓ લાગણી પૂર્વક કદર કરે છે. છેવટે ભગુભાઈના આત્માની સદ્ગતિ અને તેમનું પ્રોત્સાહિત સક્રિય સ્થિતિ વાળું પુનર્જીવન પ્રાર્થીએ છીએ.