________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
જ્ઞાનગોચરી
[
પ
]
આ પ્રથા પણ પ્રાચીન કાલના અનાર્ય દેવતાઓ પ્રત્યેની બ્રાહ્મણની વિષ ભાવના જ વ્યક્ત કરે છે. અહીં પુરાણકારોએ મુનિ ઋષિમુનિઓ દ્વારા કરાયેલી શિવવિરધિતા, અને ભૂગુમુનિ દ્વારા વિષ્ણુના વક્ષસ્થલમાં લાત મરાયાની કથા યાદ આવે છે. પરંતુ આશ્ચર્ય એ છે કે આજ તે આ દેવતાઓ પ્રતિ લકેના ભય અને ભકિતને કયાંય અંત જે દેખાતે નથી. ત્યાં સુધી ભકિત-ભય વધી ગયેલ છે કે શાલીગ્રામ-શિલાએ પણ આજ તો વૈદિક અગ્નિની પાસે સ્થાન પ્રાપ્ત કરી લીધું છે! આજે હિન્દુજાતિમાં નદીમાં ડુબકી મારવામાં પુણ્ય-ધર્મ મનાય છે; વૃક્ષ-અમુક વૃક્ષોને પાણી છાંટવામાં–સિંચવામાં, તે વૃક્ષ ફરતી પ્રદક્ષિણ આદિ દેવામાં પણ પુષ્ય અને ધર્મ મનાય છે, વૃક્ષો પૂજાય છે. તેનાં પંચાંગ-કયાંક કયાંક તેનાં પાન પણ પૂજાય છે અને એ વૃક્ષની આરતી સુધ્ધાં બ્રાહ્મણે–વૈષ્ણવ ઉતારે છે. આ બધાનું મૂલ શોધતાં શ્રીયુત ક્ષિતિમોહન સેન જણાવે છે કે –
“વૈદિક આર્યોનું મિલન સ્થાન હતું યજ્ઞ અને વેદબાહ્યોનું મિલન સ્થાન હતું તીર્થ. આ તીર્થ વસ્તુ જ વેદબાહ્ય છે. આટલા ખાતર વેદ વિરોધી મતને તૈર્થિક મત કહેલ છે. (ાઇટ યૂ ૨૨ દર) વૈદિક સભ્યતાનું કેન્દ્ર અને પ્રચાર સ્થલ યજ્ઞ હતું અને
અવૈદિક સભ્યતાનું કેન્દ્ર અને પ્રચાર સ્થાન હતું તીર્થ અર્થાત નદીનું તરવા લાયક સ્થાન. નદીની પવિત્રતા આર્ય-પૂર્વ વસ્તુ છે. હાલમાં ભાષાવિશારદોએ નકકી કર્યું છે કે ગંગા આદિ નદીઓનાં નામ અને માહાભ્ય આર્ય—પૂર્વ વસ્તુ છે. સંથાલ વગેરે ભારતની આદિમ જાતિઓ નદીઓ અને વૃક્ષોની પૂજક છે. તે લેકમાં માન્યતા છે કે દામોદર નદીમાં અસ્થિ ન પધરાવાય ત્યાં સુધી તેમની ગતિ ન થાય. નદીની પૂજા અથવા તેમાં અસ્થિ નિક્ષેપ આદિ વાતને વેદોમાં તે ક્યાંય ઉલ્લેખ નથી મળતો. પછી આ વાત આવી કયાંથી? જે અમુક દેવતાઓનાં વાસસ્થાનરૂ૫ અમુક વૃક્ષ, તુલસી, વડ, અશ્વત્થ (પીપલ), બિવ ( બેલ ) વગેરે પવિત્ર મનાય છે, તે બધા દેવતાઓને આદિ પરિચય તે વેદ વિરૂદ્ધ દેવતા' રૂપે જ મળે છે. ધીમે ધીમે વૃક્ષોની પૂજા પણ આર્યોએ આર્યપૂર્વ ભારતીય પાસેથી જ ગ્રહણ કરી હોય એમ નિશ્ચિત સમજાય છે અને સંભવિત છે કે એવી જ રીતે નદી-પૂજા પણ તેમની પાસેથી જ ગ્રહણ કરી હોય. ઘણા અનાર્ય લદેવતાઓ અને કલેનાં નામ વૃક્ષવાચક છે. આ સંબંધી હકીકત શ્રીયુત થર્ટન લિખિત Castes and Tribes of Southen Indiaપુસ્તકમાં મલે છે; આપણે તેના થડ નામના જોઈએ. તેના પ્રથમ ખંડમાં જ આ પ્રમાણે છે: પાન, ચાવલ (ચોખા), આદુ (અદરખ), કમલ, કુમુદ, હભદર, કેળાં, પીપળ, ઉમરે (ઉંબર), લીમડો (નીમ), શમી (ખીજડો), કાઠ (કાઠી), બીલું, આવી જ રીતે પાંચ ભાગોમાં કુલ સો નામે વૃક્ષ આવ્યાં છે જે નામે અનાર્યદેવનાં અને કુલેનાં પણ છે. તેમાં આંબે, નારિયેલી અને તુલસીનાં નામે પણ સમાવેશ થાય છે જે અનાર્ય કુલેનાં નામવાચક છે ”
આવી રીતે નાનાં જતુઓ વાચક પણ અનાર્ય કક્લેનાં નામ એ ગ્રંથમાં આપ્યાં છે. આ વસ્તુ વળી બીજા પ્રસંગે આપીશ.
“ભારત પ્રસિદ્ધ હાલિકા પર્વ વગેરે પત્સવ પણ અનાયો પાસેથી આર્યોએ ગ્રહણ ૧ બંગાળ અને ઉડીસામાં આ જાતિ વિશેષ પ્રમામાં જોવાય છે.
For Private And Personal Use Only