Book Title: Jain Satyaprakash 1940 06 SrNo 59
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [ ૩૭૬] શ્રી જૈન સત્ય પ્રકાશ ચીસ પાડે છે પરંતુ તેનું ત્યાં કોઈ સાંભળનાર નથી, તેઓને કોઈ બચાવનાર નથી. ફક્ત પરમકારૂણિક પ્રભુના જન્મ વગેરે વિશિષ્ટ કલ્યાણક પ્રસંગે તેઓ શાતિ અનુભવે છે. તે છો ભૂખથી એવા રીબાતા હોય છે કે આપણું સર્વ ધાન્ય તેઓને ખાવા આપી યે તે પણ તેમને સંતોષ થાય નહિ. વળી બધા સમુદ્રનાં જળ જો તે ને પીવા માટે આપે તોપણ તેઓની તરસ છીપે નહિ એવી તૃષા તેઓને દુ:ખ આપી રહી હોય છે. થોડા પણ અંધકાર છવને આકુળવ્યાકુળ કરી મૂકે છે તે નરકના છ સદૈવ નિબિત અંધકારમાં સબડયા કરે છે. ત્રણ નરક પછી નારકીને જીવે કે પરમાધામીનાં દુઃખે ભોગવતા નથી તો પણ તેથી અધિક કામ-ધ-માન-માયા-લેભ-ઈર્ષ્યા–વગેરેની અત્યન્ત તીવ્ર લાગણીથી દુઃખી થાય છે. તે લાગણુઓને તેઓ દબાવી શકતા નથી. લાગણીને અધીન તે જ નવી નવી સેના વિમુવીને પરસ્પર લડે છે, મોટાં યુદ્ધ કરે છે ને તેથી ખૂબ દુઃખી થાય છે. એ પ્રમાણે नरया दसविहधेयण, सी-उसिण-खुह पिवास-कंडुहिं । ઘર-ગા-વહૂં, મા-નો-રેવ ઉત્તિ | નરકના જીવો ઠંડી ગરમી-ભૂખ-તરસ-રોગગ્રસ્ત દેહ-પરતંત્રતા–વૃદ્ધાવસ્થા–દાહભયશેક એમ દશ પ્રકારની વેદના વેદે છે. આ સર્વ પ્રકારનાં દુઃખોને જાણતા છતાં જ્યારે છો પંચેન્દ્રિયનો વધ કરે છે, માંસભક્ષણ કરે છે, મહાઆરંભોમાં આસકત બને છે, મહાપરિગ્રહને વધારામાં જ પ્રયત્નશીલ રહે છે, તે પાપથી પાછા હઠતા નથી ત્યારે તેઓ નરકના ભાજન થાય છે ને તેમની સ્થિતિ દીવો હાથમાં છતાં કુવામાં પડવા જેવી થાય છે. કેવલજ્ઞાની જિનવરદેવે સર્વ લેકના ભાવ કહાય, સર્વ સત્ય સહતો પણ તું શાને સંસારે મૂંઝાય? દીવો હાથ છતાં પણ અમૃત ! શાને ઉંડે કૃપ પડાય ? એ દુખ નરક તણું હે ચેતન! કહેને તુજથી કેમ ખમાય ? લોકાલેકના સર્વ ભાવોના પ્રકાશક વિતરાગ પ્રભુએ આ સર્વ સ્વરૂપ કહ્યું છે માટે મિથ્યા નથી. તેવી નરકમાં અત્યંત દુઃખથી રીબાતે તારો પિતા અહીં આવી ન શકે માટે નરક નથી એમ ન સમજતો. પુણ્ય-પાપ- અને આત્માની-સિદ્ધિઃ ઉપર બતાવ્યા પ્રમાણે જ્યારે સુખથી ભરપૂર સ્વર્ગ ને દુઃખથી વ્યાપ્ત નરક છે એ નિશ્ચય થયો ત્યારે કુર્ણ gugr7 સુહ ધર્માત (દુખ પાપથી મળે છે ને ધર્મથી સુખ મળે છે, એટલે સ્વર્ગને માટે ધર્મની પુણ્યની આવશ્યકતા છે ને નરકને માટે પાપની જરૂર છે, માટે પુણ્યપાપ પણ માનવા આવશ્યક છે, ત્યારે પણ પાપ સિદ્ધ થયાં એટલે તેને કરનાર બાંધનાર સાચવનાર છોડનાર અને તેનાં ફળોને ભેગવનાર સચેતન આત્મા માનવો જ જોઈએ. માટે હે રાજન! આત્મા–પુણ–પાપ-સ્વર્ગ-નરક-વગેરે છે એ પ્રમાણે—કશીગણધર મહારાજે પ્રદેશ રાજાને તેના પ્રથમ કથનને, તેના માતા પિતા સ્વર્ગ નરકમાંથી કેમ ન આવ્યા તેનું કારણ સમજાવવાપૂર્વક ઉત્તર આપ્યા પછી આત્મા નથી એ સંબંધમાં રાજાએ બતાવેલ ચોરની પરીક્ષા વગેરેને જે ઉત્તર આપે તે હવે પછી જોઈશું. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44