________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૫૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
“દક્ષિણમાં વૈષ્ણવો અને શેમાં પ્રાચીન સમયમાં ઘણું ભકત અંત્યજ અને શુદ્ર જાતિના હતા. આચારી વૈષ્ણવાચાર્યોના ઘણાખરા આદિ ગુરૂ નીચ જાતિઓમાંથી જ ઉત્પન્ન થયેલા હતા. સાતાની લેક પણ હીન શુદ્ર જાતિના છે કે જેઓ વિષ્ણુમંદિરના સેવકે છે. “સાતાની' ને મૂલ શબ્દ છે “સાત્તાદવન’ અથર્તા શિખા-સૂત્ર(ચોટલી અને જનોઈ) રહિત. આ લોક સંસ્કૃત શાસ્ત્રની અપેક્ષાએ “બાર વૈષ્ણવ ભકત, અથવા તે આલવાના ગ્રંથ “નાલાયિરા” પ્રબંધને પ્રમાણે માને છે. રામાનુ જાચાર્યે મંદિરના કાર્યમાં સાત્તિવને અને સાત્તાદવનેને નિયુક્ત કર્યા હતા. સાત્તિનવન બ્રાહ્મબ્રાહ્મણ છે અને સાત્તાદવન શુદ્ર છે. ( Mysore Tribey and Castes Vol, IV. P. 561).
આપેંતર દેવના મંદિરના પૂજારી જે બ્રાહ્મણ બન્યા તેમનું પણ ઉચ્ચ સમાજમાં કાંઈ સ્થાન નથી. અર્થાત એ બ્રાહ્મણોએ પિતાની પ્રતિષ્ઠા અને મોભે ગુમાવ્યો છે. “જેમકે વૈષ્ણવ મંદિરમાં મારક લોક સેવક છે. પહેલાં તેઓ બ્રાહ્મણ હતા, પરંતુ આજે તેમના બ્રાહ્મણત્વને દાવો સમાજ સ્વીકારતા નથી.” આવી જ રીતે શિવજીની પૂજક જાતિ તપાધનોની પણ છે. વેદાચારની સાથે અનેક લડાઈ લડ્યા પછી શૈવધર્મ આર્યજાતિમાં સ્થાન પામ્યો, પરંતુ શિવમંદિરના પૂજારી ગુજરાતના તપોધન બ્રાહ્મણોને સામાજિક દરજે અત્યન્ન હીન સમજાય છે.
લેખક મહાશયે આ સબંધી જુદા જુદા પ્રાંત અને દેશનાં દૃષ્ટાન્ડે આપી સમજાવ્યું છે કે આપેંતર શિવ અને વિષ્ણુ પૂજક બ્રાહ્મણોના બ્રાહ્મત્વને દા આજે સ્વીકારાતે નથી અને તેમની પ્રતિષ્ઠા, વૈભવ અને એ બધું ચાલ્યું ગયું છે.
ગ્રામ દેવતા પૂજનીય નથી તેમ જણાવતાં શ્રીયુત સેન બાબુ જણાવે છે કે
“શાસ્ત્રાનુસાર ગ્રામદેવતાની પૂજા પણ નિષિદ્ધ છે, અર્થાત ગ્રામદેવતા અને રામદેવની પૂજા કરનાર બ્રાહ્મણ પતિત થાય છે. મનુએ મનુસ્મૃતિમાં ઘણું સ્થાન પર (૩, ૧પર, ૩. ૧૮૦) તેમને પતિત કહ્યા છે.
આ વિષયને ઉપસંહાર કરતાં શ્રીયુત ક્ષિતિમોહન સેન લખે છે કે –
“આ બધા અનાર્ય દેવતાઓને તેઓ શોના દેવ છે, એમ સમજી બ્રાહ્મણએ ઘણું કાળ સુધી તેમને પૂજનીય ને માન્યા. પરંતુ બ્રાહ્મણોએ આ દેનું પુરોહિતપણું સ્વીકાર્યા પછી આ દેવોના વાસ્તવિક પૂજાના અધિકારને તો તેમણે લોપ જ કર્યો છે. રાહદેશમાં અબ્રાહ્મણ દેવતા ધર્મરાજના મંદિરમાં આજ પણ શુદ્ર અને અન્ય લેક પુરોહિત થાય છે. આ દરમ્યાનમાં અનેક મંદિરમાં બ્રાહ્મણોનું પુરહિતપણું સ્થપાઈ ચૂક્યું છે. એવાં અનેક મંદિરો છે કે જેના આદિ પૂજક શૂદ્રો હતા, પરંતુ આજ તે તેમને મંદિરમાં પ્રવેશવાની પણ મનાઈ છે. આ શક આતર દેવતાઓ પ્રતિ બ્રાહ્મણના દિલમાં હજી પણ પૂર્ણ શ્રધ્ધા નથી, જેમકે શટે પ્રતિષ્ઠિત કરેલ શિવ યા વિષ્ણુને બ્રાહ્મણો નમસ્ય-પૂજનીય નથી માનતા. આટલા માટે બંગાલમાં અનેક શદ્રો પ્રાય : ગુરૂ અથવા તે પુરોહિત પાસે જ દેવપ્રતિષ્ઠા કરાવે છે.
૧ મદિ ૨ લંબાણને અંગે અહી મે નથી આપ્યું. તેમ એ વસ્તુ અહીં બહુ જરૂરી પણ નથી.
For Private And Personal Use Only