________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
[૩૬૫]
પિત્ત, નવરાદિથી ઉત્પન્ન થએલી; શરીર અને ઇન્દ્રિઓને શોષણ કરનારી તૃષાને સમભાવે સહન કરવી, ઉનાળામાં પણ આહારાદિ કરતાં નજીકમાં અપકાયથી ભરપૂર તળાવ આદિ હોવા છતાં ય એવા જલને નહિ ગ્રહણ કરનાર, અને ગામમાંથી અચિત્ત એવા સદેષ જલને પણ નહિ ગ્રહણ કરનાર પુરૂષ આ પરિસરને સમભાવે સહન કરી શકે છે. એનું લક્ષણ નૃપા હવા થતાં નિર્દોષ પાણી ન મળે ત્યાંસુધી તૃષાને સહન કરવી એ છે. શીતપરિસહ
प्रचुरशीतबाधायामप्यत्यल्पैरेव वस्त्रादिभिः शीतोपसहम शीतपरीषहः ।
અથ:-ઘણી જ ટાઢ પડવા છતાંય અને પિતાની પાસે જીણું શીર્ણ વસ્ત્ર થઈ ગયેલાં હોવા છતાં અકય વસ્ત્રને ગ્રહણ ન કરે, અને આગમમાં કહ્યા પ્રમાણે નિર્દોષ વસ્ત્રની ગષણ કરે, અને તેવાં વસ્ત્ર મલે તે સ્વીકારે, શીતથી પીડિત થએલો ખુદ અગ્નિ સળગાવે નહિ, તેમજ અન્ય જને સળગાવેલ આગનું પણ સેવન ન કરે ત્યારે જ શીત પરીસહ સહ્યો કહેવાય, જેનું લક્ષણ-ઘણું જ ટાઢની પીડા હોવા છતાં પણ નિર્દોષ એવા અલ્પ વસ્ત્રથી શીતને સહન કરવી, એ છે. સુધા, પીપાસા અને શત એ ત્રણ પરીસહે સર્વ ગુણ સ્થાનમાં હોય છે. ઉષ્ણ પરિસહ આ પ્રમાણે છે –
प्रभूतोष्णसंतप्तोऽपि जलावगाहनाचसेवनमुष्णपरीषहः ।
અર્થ :-- ઉનાળાના અત્યંત તપેલા સુર્યના અસહ્ય કિરણોથી પરિતપ્ત શરીરવાળા તૃષા. ઉપવાસ, પિત્તરોગ, ઘામ અને શ્રમથી અર્દિત થએલા, પરસેવો, શેષ, દાહથી પીડિત બનેલાનું જલાવગાહન, પંખો ઝરૂખા, કદલીપત્ર આદિના આસેવનથી વિમુખપણુ તથા પૂર્વ અનુભવ કરેલ શિલ કાની પ્રાર્થનાથી રહિતપણું, ઉષ્ણ વેદનાના ઇલાજમાં અનાદર પણું રાખનાર ચારિત્રપાત્ર મુનિવરનું તાપ સહવાપણું ઉષ્ણુ પરિસહ કહેવાય. ચાહે એટલી ગરમીમાં પણ જલાવગાહન નહિ કરનારમાં આ પરિસહ હોઈ શકે છે. આ પરિસહ પણ સર્વ ગુણ સ્થાનકોમાં હોય છે. હવે દેશ પરિસહ બતાવે છે
___ समभाषतो दंशमशकाद्युपद्रवसहनं दंशपरीषहः । एते वेदनीयक्षयोपशमકન્યા: |
અર્થ – ડાંસ, મચ્છર, માંકણ, વીંછી, આદિ ક્ષુદ્ર પ્રાણીઓથી પીડિત થયો થકે પણ પોતાના કર્મના વિપાકને ચિતવતે એક સ્થાનથી બીજા સ્થાને ન જાય, તથા તે જીવોને દૂર કરવાને માટે ધૂમાડો ન કરે તથા વિદ્યા, મંત્ર, ઔષધિને પણ પ્રયોગ ન કરે ત્યારે આ પરીસહ સહ્યો કહેવાય. સમભાવથી ડાંશ આદિના ઉપદ્રવને સહવો એ આ પરિસહનું લક્ષણ છે. આ પરિસહ પણ સર્વ ગુણસ્થાનકમાં હોય છે. પૂર્વોક્ત પાંચે પરીસહો. વેદનીયન ઉદયથી ઉત્પન્ન થાય છે. તેમનું પરિસહન ચારિત્રમેહનીય ક્ષપશમથી થાય છે. અર્થાત વેદનીયના ઉદરમાં ચારિત્રાવરણીયનો પશમ લે. અહીં ષષ્ઠીતપુરૂષ સમાસના બદલે સપ્તમ તત્પષસમાસ સમજો. આગે પણ બીજા પરિસહ વેદનીય કર્મમાં ગ્રહણ કરાશે એ વાત ભૂલવી ન જોઈએ. માત્ર અહીં ક્રમશઃ પાંચે વેદનીય કર્મમાં આવી જાય છે એટલે પાંચને ઉલ્લેખ કર્યો છે. બાવીસ પરીસને જ્ઞાનાવરણીય, વેદનીય, મેહનીય, અને અંતરાય એ ચાર કર્મમાં સમાવેશ થઈ શકે છે, જેનું સ્વરૂપ અનુક્રમે કહેવામાં આવશે.
અપૂર્ણ.
For Private And Personal Use Only