________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬૮].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
તરકસ ભીડી ગાતડી, કર ઝાલી છે તે લાલ કબાંણ; નીલડે ઘડે તું ચઢઈ, ફરજ હૈ ફેરે કેકાણ. ૨૮ ગેડી, નવનવ રૂપ તું રમે, અડવડિયાં છે તેહિ જ દે હાથ; સંઘતી સાનિધિ કરઈ, વોલાવઈ હો તું મેલે સાથ. ૨૯ ગેડી અલખનિરંજર તું લઈ, અતુલીબલ હોઈ તું ભૂતલ ભાણ શાંતિ કુશલ ઈમ વનવઈ, તું ઠાકુર હો સાહિબ સુલતાણ. ૩૦ ગેડી, તપગચ્છ તિલક તાવડે, પાય પ્રણમી હો વિજયસેનસૂરીસ સંવત સેલસતસડે, વીનવી હો ગેડિ જગદીસ. ૩૧ ગેડી
કલશ ત્રેવીસમે જિનરાજ જાણે હિંઈ આણું વાસના, નર અમર નારી સેવા સારી ગાઈ ગુણ પાસનાં વિનયકુશલ ગુરૂચરણ સેવક ગેડી નામઈ ગહગહ્યો, કલિકાલ માંહિ પાસ પરગટ્ટ સેવ કરતાં સુખ લહ્યો.
| ઇતિ શ્રી ગોડી પાર્શ્વનાથ તીથમાલા સમાપ્ત છે આપણું તીર્થોને, તેની સ્થાપનાથી તે અત્યાર સુધી સળંગ સત્ય બીનાથી પ્રભાણિત ઇતિહાસ લખાવાની ઘણી જરૂર છે. તે માટે જિનપ્રભસૂરિને ‘વિવિધતીર્થકલ્પ' એ નામને ગ્રંથ સિંધી જેન ગ્રંથમાલામાં શ્રી જિનવિજયજીથી સંપાદિત થઈ બહાર પડ્યો છે તે અતિ ઉપયોગી છે, અને તેની સાથે તીર્થોમાં થયેલી પ્રતિષ્ઠાઓ, રહેલી મૂતિઓના લેખે, પ્રતિષ્ઠા કરાવનાર પૂર્વાચાર્યોના સમય વૃત્તાંતાદિ ઉપરાંત તીર્થમાલા નામની કૃતિઓ પણ સહાયક થઈ પડે તેમ છે. પ્રાચીન તીર્થ માલા” એ નામના પુસ્તકમાં કેટલીક તીર્થમાલાઓ પ્રકટ થઈ છે તે ઉપરાંત શોધ કરતાં અનેક તીર્થમાલાઓ અપ્રકટ પડી છે તેનો ઉદ્ધાર થવો ઘટે. આ ઉપરાંત બીજી કૃતિ નામે ચૈત્ય પરિપાટીએ છે તે પણ બહાર પાડવી રહે છે.
મેં ઉપર શ્રી ગોડી પાર્શ્વ તીર્થમાલા મારા હસ્તલિખિત પુસ્તકોની શોધના ચાલુ પ્રયાસમાં હાથ લાગી તે ઉતારી લીધી છે. આ કૃતિમાં ગેડી પાર્શ્વનાથનાં મંદિરે કયા ક્યા ગામમાં આવેલ છે તેને નામે લેખ છે, તેની રચના સં. ૧૬૬૭ની છે, તેના ર્તા શાંતિકુશલ છે. તેમની અન્ય રચનાઓ સંબંધે જુઓ મારે ‘જેન ગૂર્જર કવિઓ ભાગ ૧ લે નં. ૨૧૯ પૃ. ૪૭૧ અને ભાગ ૩જો કે જે થોડા સમયમાં પ્રકટ થનાર છે તેનું પૃ. ૯૪૪. તેમના ગુરૂનું નામ વિનયકુશલ છે. પોતે તપાગચ્છના છે ને આ કૃતિ તપાગચ્છને વિજયસેનસૂરિના રાજ્યમાં રચેલી છે. તેમના હસ્તાક્ષરમાં, તેમની સં. ૧૬૬૭ના મહા સુદ રને દિને જાલેરમાં આરંભેલ અને જસલામાં પૂર્ણ કરેલ અંજા સતીના રસની સં. ૧૬૬૮ વૈશાખ શુદિ ૧૦ ગુરૂને દિને લખેલ પ્રત અમદાવાદના વીરવિજયજીના ઉપાશ્રયમાં છે,
For Private And Personal Use Only