Book Title: Jain Satyaprakash 1940 06 SrNo 59
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] નિહનવવાદ t૩૭૩] જેમ ઉપહાસનીય છે તેમ આત્મા અરૂપી છે માટે દેખી શકાતો નથી એટલે આત્મા આંખથી ન દેખાય માટે આત્મા નથી એમ માની શકાય નહિ. પરંતુ જેમ બીજી રીતે પવન સિદ્ધ છે તેમ આત્મા પણ બીજી રીતે સિદ્ધ થાય છે. તારાં માતા પિતા ન આવ્યા એટલે સગ નરક નથી એ અસત્ય-હે નૃ૫! તે કહ્યું કે મારા પર અત્યન્ત સ્નેહ રાખતાં મારાં માતા પિતા મને અહીં પ્રતિબોધ કરવા માટે ન આવ્યાં એટલે મેં નિશ્ચય કર્યો કે આત્મા, પુષ્ય, પાપ, સ્વર્ગ-નરક વગેરે કંઈ નથી. એવી તારી માન્યતા ગોચ નથી. કારણ કે તેઓ ન આવ્યાં માટે તે વસ્તુ જ નથી એમ ન કહી શકાય તેઓના ન આવવામાં બીજા અનેક કારણો હોઈ શકે છે. તારી માતા સ્વર્ગમાંથી ન આવી તે સમ્બન્ધમાં એક દરિદ્રનું દષ્ટાંત-કાઈ વખત મુસાફરી કરતાં કરતાં તેને કોઈ એક દરિદ્ર મનુષ્યને કોઈ નગરમાં સમાગમ થયો હેય. તે સમાગમ દરમ્યાન તેની સાથે તારે ગાઢ સ્નેહ બંધાઈ ગયો હોય. તે તેની દરિદ્રતાના નાશ માટે અને તેનો ઉદ્ધાર કરી સારી સ્થિતિમાં મૂકવા માટે તેની સાથે વિચાર્યું હોય અને કહ્યું હોય કે હું એક મોટો રાજા છું, મારી પાસે અખૂટ સંપત્તિ છે, વિપુલ લશ્કર છે, ઘણા દેશ છે, માટે હું તને સુખી કરીશ. એવી વાતચીત પછી બીજે દિવસે તું તારે માગે અને તે દરિદ્ર મનુષ્ય તેને માર્ગે ચાલ્યો જાય. ઘણે કાળે પણ તું તારા રાજ્ય વ્યવસાયને કારણે તે દરિદ્રનો ઉદ્ધાર કરી શકે નહિ ને તેની સાથે થયેલ સમાગમ, વાતચિત ને તેના ઉદ્ધાર માટે કરેલ વિચાર એ સર્વ વિસરી જાય. અને તે દરિદ્ર દારિદ્યના દુઃખમાં સબડયા કરે ને વિચારે કે તે દિવસે તે ગામમાં કઈ એક માણસ મળ્યો હતા તે ખૂબ સ્નેહ બતાવતો હતો ને કહેતા હતા કે મારે રાજ્ય વગેરે છે ને હું તને સુખી કરીશ. પરંતુ તે માણસ કહેતે હતા તે સર્વ અસત્ય હશે, કારણ કે આટલા સમય સુધી તેણે મારું કંઈ કર્યું નહિ. આ પ્રમાણેને તે દરિદ્રનો વિચાર જેમ અયોગ્ય છે તે પ્રમાણે સ્વર્ગમાંથી તારી માતા તને સમજાવવા માટે અહીં ન આવી માટે સ્વર્ગ નથી એમ માનવું એ પણ અયોગ્ય છે. દેવ સ્વર્ગનું વર્ણન- સ્વર્ગ સ્વાભાવિક સુન્દર છે. તેમાં દેવ દેવીઓ સાથે ગીત, નાટક ભાગમાં આસક્ત હોય છે. એક એક નાટક હજાર વર્ષ સુધી ચાલે છે. આનંદમાં ને સુખમાં પિતાને સમય કયાં જાય છે તેની પણ તેઓને ખબર પડતી નથી. ઓછામાં એ પણ દશ હજાર વર્ષનું તેમનું આયુષ્ય હોય છે. આયુષ્ય પરિપૂર્ણ થયેથી જ તેઓનું ત્યાંથી અવન થાય છે. તેટલા જઘન્ય આયુષ્યવાળા દેને પણ એકાન્તરે આહારની ઇચ્છા થાય છે. ભેજનને માટે તેઓને રાંધવા સળગાવવા વગેરેની ખટપટ હતી નથી. ઈચ્છા થવાની સાથે જ તેમને તૃપ્તિ થઈ જાય છે. આપણે ૪૯ વખત શ્વાસ લઈએ ત્યારે તેઓ એક વખત શ્વાસ લે છે. ઉત્કૃષ્ટ તેત્રીસ ધસાગરોપમનું ત્યાં આયુષ્ય હોય છે. એક ૧. આ સાગપરેમની સમજ આ પ્રમાણે જાણવી. એક યોજન લાંબા પહોળા ને ઉંડા પ્રમાણુવાળા એકપલ્ય- કૂવામાં દેવમુરૂ ને ઉત્તરકુરે ક્ષેત્રના સાત દિવસના ઘેટાના એક અંગુલ માપના એક એક વાળના ૨૦૯૭૧૫૨ કટકા કરીને તે વડે કુવો ઠાંસી ઠાંસીને એ ભરો કે તે તવા ઉપર થઈને ચક્રવર્તીની સેના ચાલી જાય તે પણ વાં આવે નહીં. ગંગાને પ્રવાહ પણ તેમાં અવકાશ મેળવી શકે નહિ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44