Book Title: Jain Satyaprakash 1940 06 SrNo 59
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધતીર્થ કહપાન્તર્ગત-અવતીદેશમાં રહેલા અભિનંદનદેવનો ક૯૫ અનુવાદક—શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ અવંતી દેશમાં પ્રસિદ્ધ એવા, સિદ્ધ થયેલા અને સમૃદ્ધ નસીબવાળા અભિનંદન દેવને કલ્પ ટૂંકમાં કહીશ. અહીં ઈવાકુવંશમાં મુક્તામણિ સમાન શ્રી. સંવરરાજાના પુત્ર, સિદ્ધાર્થા[રાણીની કુક્ષિરૂપી સરોવરમાં રાજહંસ સમાન, વાંદરાના લંછનવાળા, સુવર્ણની કાંતિવાળા, પિતાના જન્મથી પવિત્ર કર્યું છે કે લાપુર જેણે એવા અને સાડી ત્રણસો ધનુષ્ય ઉંચી કાયાવાળા એવા ચોથા તીર્થકર શ્રી અભિનંદનદેવનું મંદિર માલવ દેશમાં મંગલપુરની પાસે મોટા જંગલમાં આવેલી મેદપલીમાં હતું. વિચિત્ર પાપકર્મ કરવામાં કુશળ એવી તે [મેદપલ્લી ] માં જેને વૈરાગ્ય ઉત્પન્ન નથી થયો એવા ભીલ [ લોકે ] રહેતા હતા. એક દિવસ તુચ્છ [ સ્વભાવવાળા ] મ્લેચ્છ સૈન્ય ત્યાં આવીને જિનમંદિર તોડી નાંખ્યું. અધિષ્ઠાયકેના અત્યંત અભિમાનથી અને કલિકાળની દુષ્ટ ચપલતાથી, નાશ કર્યો છે પ્રણામ કરનાર મનુષ્યોનાં વિદ્ગો જેણે એવા અને તે મંદિરના અલંકારરૂપ થયેલા ભગવાન શ્રી અભિનંનિદેવના બિંબના નવ ટુકડા કરી નાંખ્યા, કોઈ સાત ટુકડા. [ કર્યાનું ] કહે છે. ઉત્પન્ન થયો છે મનમાં ખેદ જેને એવા ભીલેએ તે ટુકડાઓને એકઠા કરીને એક સ્થળે મૂકી દીધા. એ પ્રકારે ઘણાં દિવસો જતાં મહાદેવના હાસ્યની જેવા સફેદ કાંતિવાળો અને ગુણના સમૂહથી સુંદર એ પિતાની કળામાં કુશળ એક વઇજા નામને વાણિયો હંમેશા ધારાડ ગામથી આવીને ત્યાં [મેદપલ્લીમાં] લેવડદેવડનો વેપાર કરતે હતો. તે અરિહંતોને મોટા ઉપાસક હતા તેથી હંમેશાં ઘેર આવીને દેવની પૂજા કરતા હતા. તે દેવપૂજા કર્યા વિના કદી જમતો નહિ. તેથી એક વખત તે પલ્લીમાં ગયો [ ત્યારે ] અનેક ( પ્રકારના ) ભયંકર કર્મ કરનારા તે ભલેએ તે શ્રાદ્ધને કહ્યું-–શા માટે હંમેશાં આવ જા કરે છે ? વાણિયાને યોગ્ય ખાવાના પદાર્થોથી પૂર્ણ એવી કલ્પવેલડી સમાન આ પલ્લીમાં જ કેમ નથી ખાતા ? ત્યારે વાણિયાએ કહ્યું–હે રાજવીઓ ! જયાં સુધી ત્રણભુવનના મનુષ્યોથી પૂજાએલા એવા દેવાધિદેવ અરિહંત પ્રભુને હું ન જોઉં અને ન પૂછું ત્યાં સુધી માં અન્ન નાંખતા નથી. ભીલોએ કહ્યું-જે એ જ પ્રકારે તમારે દેવ પ્રત્યેનો નિશ્ચય હોય તે અમે તમારા ઈચ્છિત દેવતા તમને બતાવીએ. વાણિઆએ કહ્યું-તેમ થાઓ. તેથી તે ભીએ તે નવ કે સાત ટુકડાઓ પણ બરાબર અવયવો સાથે ગોઠવીને ભગવાન શ્રી અભિનંદન દેવનું બિંબ બતાવ્યું. તેને અત્યંત શુદ્ધ એવા મમ્માણ પથ્થરનું બનાવેલું જોઈને અત્યંત આનંદિત એવી શુભ ભાવનાના અતિશયવાળા સરળ હૃદયવાળા એવા તે શ્રેષ્ઠ વાણિયાએ નાશ કર્યા છે દુઃખપૂર્વક નાશ કરાય એવાં પાપ જેમણે એવા ભગવાનને નમસ્કાર કર્યો, પુષ્પવડે પૂજા કરી અને ચૈતન્યવંદન કર્યું. તે પછી અત્યંત મોટા અભિગ્રહવાળા એવા તેણે ત્યાં જ ભોજન કર્યું. એ પ્રકારે હમેશાં એ વાણિયો જિનપૂજામાં આસ્થા રાખવાવાળા થતાં, એક દિવસે, ઉત્પન્ન થયો છે અવિવેકનો અતિરેક જેને એવા અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44