________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલપુરાના કેટલાક લેખો
લેખક મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી જયપુર સ્ટેટમાં આવેલ માલપુરગામ એક ઐતિહાસિક રથાન છે. જે વખતે જાપુર હેતુ વસ્યું તેની પહેલાંનું આ ગામ છે. માલપુરા કયારે વસ્યું, કોણે વસાવ્યું અને ત્યાં કાની ગાદી હતી એ બધું યથાવકાશ મેળવીને માલપુરાના પ્રાચીન શિલાલેખોનો સંગ્રહક નામક પુસ્તકમાં પ્રકાશિત થશે. કિન્તુ હમણાં તે માલપુરામાં વિદ્યમાન બે વેતાંબર જૈનમંદિરોમાંથી પ્રાપ્ત થયેલ ખાસ માલપુરાના જ લેખે અહીં રજુ કરું છું. | મુનિસુવ્રતસ્વામીનું મંદિર-માલપુરામાં આ મેટું જિનમંદિર છે. જોકે તેને તપાનું મંદિર, મેટું મંદિર અને શ્રી મુનિસુવ્રતવામીનું મંદિર એમ વિવિધ નામે ઓળખે છે. આ મંદિરના મૂલ ગભારાના દરવાજાની કુંભી ઉપર શ્યામ મકરાણાના પથ્થરમાં એક લેખ બદલે છે. તે લેખ નીચે મુજબ છે. __* (१) ॥र्द।। संवत् १६७२ वर्षे तपागच्छाधिराज भट्टारक श्री पू. विजयसेनसू. रीश्वराणाम् आचार्य श्री पू. विजयदेवमृरिप्रभृति(२)साधुसंसेवितचरणारविंदानां विजयमानराज्ये पातिशाह श्री अकबरप्रदापितोपाध्यायपदधारक श्रीशत्रुजयकरमो(३)चनाधनेकसुकृतकारक महोपाध्याय श्री भानुचंद्रगणिनामुपदेशात् अष्टोत्तरशतावधानसाधनप्रमुदितपातिशाहश्रीअकब्बर (४) प्रदत्तखुशफहमादिनाम्नां पं. सिद्धिचंद्राणां · चैत्यभूमिग्रहणादिमहोद्यमेन च सा० बागा प्रमुख मालपुरीयसंघेन श्रीचंद्रप्रभप्रासादः कारितः लि. लालचंद्रगणिना सूत्रधरी (धार) (૯) પાસા,
ભાવાર્થ–“સંવત્ ૧૬૭૨માં તપાગચ્છના મુખ્ય અધિપતિ ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજી તથા શ્રી વિજયદેવસૂરિજના સમયે બાદશાહ અકબરે જેમને ઉપાધ્યાય-મહોપાધ્યાય પદ આપેલું છે તે શ્રી ભાનુચંદ્રજીના ઉપદેશથી, અને જેમના એકસો આઠ અવધાન જોઈ બાદશાહ અકબરે ખુશ થઈ જેમને “ખુશફહમ નું માનવંતુ બિરૂદ આપેલું છે તે ૫. શ્રી. સિદ્ધિચંદ્ર ગણિએ મહેનત કરી મંદિર માટે જમીન મેળવી અને ભાગા--(બાલાલ) આદિ માલપુરાના સમસ્ત સંઘે શ્રી ચંદ્રપ્રભુને પ્રાસાજિનમંદિર કરાવ્યું. આ લેખના લેખક છે. લાલચંદ્રગણિ અને શિલા ઉપર લેખ ખોદનાર સૂત્રધારનું નામ છે પરસા."
આ લેખ ઘણી જ મુશ્કેલીથી લેવાય છે. અમુક સમય પહેલાં તે કઈક મહાનુભાવે શિલાલેખ ઉપર ડામર લગાવ્યો હતો. હમણાં સુધારા વધારો થયો ત્યારે ચુનાથી લેખ મુશ્કેલીથી સાફ કરાવ્યો; અક્ષર દબાયા હતા; કયાંક ઘસાયા હતા ત્યાં સિંદૂર લગાવી બરાબર ત્રણ કલાકની મહેનત પછી લેખનાં પાંચ પંક્તિઓ વેચાઈ હતી.
માલપુરામાં આ ચંદ્રપ્રભુજિનપ્રાસાદમાં અત્યારે મૂલનાયક છે શ્રી મુનિસુવ્રત સ્વામી, પરંતુ પહેલાં મૂલનાયક ચંદ્રપ્રભુજી હશે તેમાં તો લગારે સંદેહ નથી. મૂળનાયક શ્રી
* અહીં તેમજ આગળ આ રીતે કોંગ્રેસમાં જે આંકડા આપ્યા છે તે મૂળ શિલાલેખમાં નથી, પણ મૂળ શિલાલેખમાં જ્યાં જ્યાં નવી પંક્તિ શરુ થાય છે તે બતાવવા માટે આ આંકડા આપ્યા છે.
For Private And Personal Use Only