________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬]
શ્રી જેન સત્ય પ્રકાશ
પ્રગટ થશે. આ લેખમાં ખાસ માલપુરાના લે તે જે. અહીં આવ્યા છે એટલા જ છે, બાકીની મૂતિઓ જરૂર લાગતી ગઈ તેમ બહારથી આવતી ગઈ હોય તેમ જણાય છે.
માલપુરાના આ લેખ વાંચી વાંચકોને આનંદ તો થશે જ પરંતુ એક રમુજી ઘટના ન આપું તો આ લેખ અપૂર્ણ જ ગણાય તેમ માની અહીં આપું છું.
વાત એમ બની કે અમારી ત્રિપુટી શ્રી મુનિસુવ્રતસ્વામીજીના મંદિરના લેખો ઉતારતી હતી. ત્યાં મંદિરના વ્યવસ્થાપક મહાશય આવ્યા. તેમનું મુખારવિંદ ગુસાથી લાલ ચેળ થયું હતું. હોઠ ફફડતા હતા. આવતાં જ ગુસ્સામાં તેમણે ઉચ્ચાયું: તમે કોણ છે, કેમ આવ્યા છે, મંદિરમાં શું કરે છે, અહીં કશું નથી કરવાનું, ચાલ્યા જાઓ ! મેં તેમને કહ્યું : લગાર શાંતિ રાખે, ધીરે ધીરે બેલે. તમે શું કહે છે એ ય પૂરું સમજાતું નથી. રંગ મંડપમાં તેમને બેસાય, હું તે વાત કરી તેમને સમજાવતા હતા. તે દરમ્યાન બીજી બાજુ ચૂપચાપ લેખે ઉતારાતા હતા. તેમને ઠંડા પાડું ત્યાં તે પુનઃ તેમને ક્રોધાગ્નિ ભડડી ઉઠયાઃ બસ, અત્યારે અત્યારે ચાલ્યા જાઓ, નહિં તે મંદિરના દરવાજા બંધ કરી દઈશ. તમારા જેવા ઘણું સાધુ જોયા વગેરે. ત્યાં તે મુ. ન્યાયવિજયજીએ કહ્યું મહાનુભાવ તમારાથી થાય તે કરી લ્યો; દરવાજા બંધ કરી દ્યો. અમે મંદિરમાંથી ઉઠવાના નથી. લેખો લીધા પછી જ ઉઠીશું, બસ આ સાંભળતાં તો તેઓ ઔર ખીલ્યા. મુખારવિંદમાંથી તેમની ભવ્ય વાણી નીકળવા માંડી. બીજી બાજુ લેખે તો ઉતારાતા હતા જ. સારું થયું કે તે વખતે કોઈ બીજા શ્રાવક ન હતા. નહિં તો પરિણામ સારૂં ન આવત. અમે તે શાંતિથી તે ભાઇને સમજાવ્યા. આખરે તેમણે કહ્યું. અહીંનું પંચ મારે ઘેર આવીને કહેશે તે જ તમને લેખ લેવા દઈશ. નહિ તે નહિ અમે કહ્યુઃ પંચે તો હા કહી છે. તે કહે: તમને કહ્યું હશે. મારે ઘેર આવીને મને કહે તે જ લેખે લેવા દઉં. અમે સમજ્યા આ આપસને ઝઘડે કાઢવા માંગે છે. બીજે દિવસે અમારી સાથેના જયપુરના એક શ્રાવકજી શ્રીયુત કમલચંદ્રજી બાંઠીયા મંદિરની ચાવી લેવા ગયા. તેમને જોતાં જ વ્યવસ્થાપકભાઈ ગર્યાઃ ચાવી નહિ આપું. બસ પછી તો શું પૂછવું. તે ભાઈ સાધુ ન હતા. ખુબ જોરથી વિવાદ થયો. આખરે ગામવાળાએ વ્યવસ્થાપકને સમજાવ્યા; તેની સાન ઠેકાણે આવી અને તેમણે ચાવી આપી. યદ્યપિ અમને આ સમાચાર તે રાત્રે મળ્યા. અમે શ્રાવકજીને કહ્યું આપણે શાંતિ રાખવી. અજ્ઞાન માણસો શું સમજે? અમારી સાથેના શ્રાવકે કહ્યુંઃ આપ તે સાધુ છે. બધું સહન કરે. અમે હજી સાધુ નથી થયા. આજે આપને ના પાડી કાલે બીજાને ના પાડે. સંઘના મંદિર માટે કોઈથી ના પડાય જ કેમ ? તે ભાઈની સાન એવી ઠેકાણે આવી છે કે હવે કાઈને ના નહિ કહે.
માલપુરાની આ સ્થિતિ ખરેખર અજ્ઞાનતાની હદરૂપ છે, આવું બીજું પણ બનતું હશે. પરંતુ હવે તે જાગૃત થઈ આવાં શુભ કાર્યોમાં ઉદારતાથી, સહકારથી અને શુભાશયથી કામ કરવાની જરૂર છે, અન્તમાં આ પરિસ્થિતિમાં લેવાય તેટલા લેખો લીધા અને રસ્તાના ગામો જોતાં જોતાં પુનઃ જયપુર આવ્યા.
For Private And Personal Use Only