________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ |
અભિનંદનદેવને કલ્પ
[૩૭]
તે [ વાણીયા ની પાસેથી દ્રવ્યની ઈચ્છા રાખવાવાળા ઘણું સ્વેચ્છાએ ટુકડાઓને એકઠા કરી તે બિંબને કયાંક છુપાવી મૂકવું. જ્યારે પ્રજાના સમયે તે પ્રતિમાને ન જોઈ [ ત્યારે ] એણે ન ખાધું. તેથી ખેદિત મનવાળા તેને પાણી વિનાના ત્રણ ઉપવાસ થયા. હવે તે બીલાએ પૂછ્યું--- શા માટે ખાતા નથી? તેણે જે બન્યું હતું તે કહ્યું. તેથી ભીના સમૂહે કહ્યું --- તત્યારે અમને ગાળ દેશે ત્યારે જ અમે તમને તે દેવ બતાવશું. વાણિયાએ કહ્યું- હું ચોકકસ દઈશ. તેથી તેઓ [ ભલે ]એ તે બધા નવ કે સાત ટુકડાઓને પહેલાંની માફક એકઠા કરીને પ્રગટ કર્યા. તેણે [ વાણિયાએ ] જોડાયેલું તે બિંબ જોયું. તેથી ખરેખર શ્રેષ્ઠ શ્રાવક ખેદ અને ભીલના સ્પર્શથી કલુષિત હૃદયવાળો થયો. ત્યાર પછી [ તેણે ] સાત્વિકતાવંડ અભિગ્રહ ગ્રહણ કર્યો-જ્યાં સુધી આ બિંબને અખંડિત નહિ જોઉં ત્યાંસુધી ચોખા નહિ ખાઉં. તેના આ પ્રકારના હમેશાંના અભિગ્રહથી તે બિંબના અધિષ્ઠાથક દેવાએ સ્વપ્નમાં કહ્યું કે આ બિંબના નવ ટુકડાના સાંધા ચંદન લેપ વડે પુરવા, તેથી એ અખંડતાને પ્રાપ્ત થશે. સવારે જાગી ઊઠી આનંદિત થઈને તેણે તે જ પ્રકારે કર્યું. ભગવાન અખંડ દેહવાળા થયાં. ચંદનનો લેપ માત્રથી જ સાંધાઓ મળી ગયા. ક્ષણ માત્રમાં જ વિશુદ્ધ શ્રદ્ધા વડે ભગવાનને પૂજીને તે વાણિયાએ ખાધું. અત્યંત આનંદ પ્રાપ્ત કરતા [ તેણે ] ભાલોને ગેળ વગેરે આપ્યું. ત્યાર પછી તે વાણિયાએ નવા મણિને પ્રાપ્ત કર્યા માફક આનંદિત થઈને ખાલી ખેતરમાં પીંપળના વૃક્ષ નીચે વેદિકાને ચોતરે બનાવી ને પ્રતિમા બિરાજિત કરી. ત્યારપછીથી શ્રાવકસંધ અને ચારે વર્ણના લોકે ચારે દિશાઓમાંથી આવીને યાત્રાના ઉત્સવ કરવા લાગ્યા. તેમાં અભયકીર્તિ, ભાનુકીર્તિ, આંબા, રાજકુબા ( વગેરે) મઠપતિના આચાયો ત્યાં મંદિરની સંભાળ કરવા લાગ્યા.
હવે પ્રાગ્વાટવંશમાં એક એવા થેલાના પુત્ર સજન હાલાકે પોતાને સંતાન ન હોવાથી પુત્રની ઈચ્છાવાળા તેણે બાધા રાખી કે જે મને પુત્ર થશે તે અહીં હું મંદિર બંધાવીશ. અનુક્રમે અધિષ્ઠાયક દેવતાની કૃપાથી તેને કામદેવ નામનો પુત્ર થયો. તેથી સજન હાલાકે
ચા શિખરવાળું ચૈત્ય બનાવ્યું. પછી સજ્જન ભાવડની પુત્રી કામદેવને પરણાવવામાં આવી. પિતાએ પણ ડાહા ગામથી મલયસિંહ વગેરેને લાવીને દેવતાના પૂજારીએ (તરીકે) થાપિત કર્યા. મહણીય નામના ભોલે ભગવાનના ઉદ્દેશથી પોતાની આંગળી કાપી–ખરેખર હું જ આ ભગવાનની આંગળી વડે વધેલે સેવક છું.' ભગવાનને વિલેપન કરાયેલા ચંદનના લાગવાથી તેની આંગળી ફરીથી નવી થઈ. તે શ્રેષ્ઠ અતિશયને સાંભળીને માળવાના રાજા જયસિંહદેવ ઉત્પન્ન થયેલી ભક્તિના ભારથી દેદીપ્યમાન હૃદયવાળા થઈને પ્રભુની સ્વયં પૂજા કરી. દેવપૂજાને માટે ચોવિશ હો વડે ખેડાતી ભૂમિ મઠપતિઓને આપી બાર હળ વડે ખેડાય તેટલી પૃથ્વી અવંતીના રાજાએ દેવતાના પૂજારીઓને આપી. આજ પણ દિશારૂપ મંડળમાં ફેલાયેલો છે પ્રભાવને વૈભવ જેમનો એવા ભગવાન શ્રી અભિનંદન દેવ ત્યાં તે જ પ્રકારે પૂજાતા રહે છે.
આ અભિનંદનવને કલ્પ સાંભળ્યા પ્રમાણે જ નાને શ્રી જિનપ્રભસૂરિએ બનાવ્યો છે.
ભૂમિરૂપી વયમાં રહેનારા બધા લોકોને અભિનંદન સ્વરૂપ શ્રી અભિનંદન દેવને ક૯૫ સમાપ્ત થયા.
For Private And Personal Use Only