Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૫ વાહસ્તિકી કહેવાય. જીવનું જીવાજીવ વડે મારવું, પિતાના હાથવડે છવાજીવનું તાડન કરવું; તે પણ સ્વાહસ્તિ કી કહેવાય. આ પાંચમા ગુણસ્થાન સુધી રહે છે. १७ अहंदाज्ञोल्लङ्घनेन जीवादिपदार्थप्ररूपणा यद्वा जीपाजीवान्यतरविषयक सावधाज्ञाप्रयोजिका क्रिया आज्ञापनिको । ૧૭ અહંત ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી છવાદિ પદાર્થોનું નિરૂપણ કરવું અથવા જીવ અજીવ એ બન્નેમાંથી કોઈ પણ એકને વિષય કરનાર પાપાશાને કરનારી ક્રિયા આજ્ઞાનિકી કહેવાય. આનું બીજું નામ આયનિકી પણ છે. પાછલનાં લક્ષણની અપેક્ષાએ આ પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. १८ पराऽऽचरिताप्रकाशनीयसावधप्रकाशकरणं विदारणिको । ૧૮ બીજાઓએ આચરણ કરેલ અપ્રકાશનીય પાપનો પ્રકાશ કરતાં વિદારણિકી ક્રિયા લાગે છે. અથવા જે ગુણ ન હોય તેવા ગુણ કોઈમાં બતાવવા, કોઈને ઠગવાની બુદ્ધિથી અજીવ પદાર્થમાં આ એવું છે, તેવું છે; એમ બોલવું તે વિદારણિકો કહેવાય. નવમા ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે. १९ अनवेक्षितासंमार्जितप्रदेशे शरीरोपकरणनिक्षेपः अनाभोगप्रत्ययिकी । ૧૯ નહિ જેએલા કે નહિ પ્રમાજેલા પ્રદેશમાં શરીર, ઉપકરણદિનું સ્થાપન કરવું તે અનાભોગપ્રચયિકી ક્રિયા કહેવાય. તથા ઉપયોગ વગર દ્રવ્યનું ગ્રહણ કરવું તે પણ આ ક્રિયામાં જ આવી જાય છે. દેશમાં ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે. २० जिनोदितकर्तव्यविधिषु प्रमादादनादरकरणमनवकाङ्क्षप्रत्ययिकी । ૨૦ જિનેશ્વર ભગવાને કહેલા કર્તવ્યોની વિધિમાં પ્રમાદથી અનાદર કરવો તે અન. વકાંક્ષ પ્રત્યપિકી કહેવાય. આ ક્રિયા નવમા ગુણસ્થાનક સુધી રહે છે. - २१ आर्तरौद्रध्यानानुकूला तीर्थकृद्विगर्हितभाषणात्मिका प्रमादगमनात्मिका च क्रिया प्रायोगिकी ।। ૨૧ આ રૌદ્ર ધ્યાનને ઉત્પન્ન કરનાર, તીર્થંકર મહારાજે જે ગહિત માન્યું તેવા ભાષણના સ્વરૂપવાલી પ્રમાદગમન સ્વરૂપ જે ક્રિયા તે પ્રાયોગિકી કહેવાય. પાંચમાં ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે. २२ इन्द्रियस्य देशोपघातकारिसपिघातकार्यन्तररूपा क्रिया सामुदायिकी। ૨૨ ઇન્દ્રિયનો દેશથી અથવા સર્વથી ઘાત કરનારી ક્રિયાવિશેષ સામુદાયિકી કહેવાય છે. આનું બીજું નામ સમાદાન ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. २३ पररागोदयहेतुः क्रिया प्रेमप्रत्ययिकी । ૨૩ બીજાને રાગ ઉત્પન્ન કરનારી ક્રિયા પ્રેમ પ્રયયિકી કહેવાય છે અથવા માયા અને લોભના આશ્રયવાળો વાણીનો વ્યવહાર પણ પ્રેમ પ્રત્યયિકી કહેવાય છે. આ દેશમાં ગુણસ્થાનક સુધી રહે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44