Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] શ્રી નમસ્કાર મહામંત્ર માહાભ્ય [ ૧૦૦ શત્રુ નામનો મહીપતિ હતો. સુંદર ગુણવાળી ભદ્રા નામની તેની રાણી હતી. એ નગરમાં ચંડપિંગળ નામનો જબરજસ્ત ચોર આવી પહોંચ્યો. નગરમાં અનેક સ્થળોએ ચોરી કરીને તે નગરજનોને અત્યંત પીડા કરતો હતો. એક દિવસ તે તેણે રાજાનો ભંડાર કાવ્યો, અને તેમાંથી મહામૂલ્યવાન દેદીપ્યમાન હાર તે ચોરી ગયો. તે નગરમાં એક કલાવતી નામની ગણિકા રહેતી હતી તેની સાથે તેને સંબંધ થયા, અને તે હાર તેણે તેને આપે. જે કે તે ગણિકાનો બંધ કરતી હતી છતાં તેનામાં જેનધર્મ પ્રત્યે પ્રીતિ હતી અને કેટલેક દરજજે કાંઈક ધર્માચરણ પણ ખરા દીલથી કરતી. પંચ પરમેષ્ઠિ નમસ્કારનું તે મરણ કરતી. અનંગ ત્રયોદશીને દિવસે નગરના ઉદ્યાનમાં મોટા ઉત્સવનો સમારંભ હતો. ત્યાં મેજ કરવા અનેક વારાંગનાઓ આવી હતી. કલાવતી પણ પોતાના રૂ૫ અને શણગારથી બીજાએના કરતાં વિશેષ આકર્ષક દેખાવાની ઈછાએ તે હાર પહેરીને ત્યાં ગઈ. રાણીની દાસીઓ પણ તે ઉત્સવ જેવા ઉદ્યાનમાં ગઈ હતી. તેઓએ તે મનહર હારને ઓળખી કાઢો અને ભદ્રા રાણી પાસે જઈને જાહેર કર્યું. રાણીએ રાજાને ખબર કરી. રાજાએ ચપદારને હુકમ કર્યો; આજકાલ કલાવતો કોની સાથે રહે છે તે તપાસ કરે. તેણે તપાસ કરી રાજાને કહ્યું કે તે ચંડપિંગલ ચેરની સાથે રહે છે. રાજાએ કલાવતીના ઘર પર ચારે બાજુએ પહેરા મુકાવી દીધા અને તે ચંડપિંગલ ચોરને પકડી મંગાવી શુળીએ ચઢાવવાનો હુકમ કર્યો. કલાવતોને આથી ઘણું દુઃખ થયું. પોતાના પ્રમાદથી આ બિચારો આવા સંકટમાં આવી પડ્યો એમ તેને લાગ્યું. તેણે તે વખતે નિશ્ચય કર્યો કે હવેથી બીજા કોઈ પુરુષ સાથે મારે પરિચય કરવો નહિ. ચંડપિંગળ ચેરનું પણ કલ્યાણ થાય તેમ કરવાની તેને તીવ્ર ઈરછા થઈ. તે બુદ્ધિશાળી, ચંડપિંગળને શૂળીએ ચઢાવ્યો હતો તે સ્થળે ગઈ. પરમેષ્ઠી મંત્રમાં તેને અડગ શ્રદ્ધા હતી. તે મંત્ર તેણે તેને સંભળાવ્યો અને મંત્રના પ્રભાવથી આ નગરના ભૂપતિને હું પુત્ર થાઉં એવું નિયાણું, તેની પાસે કરાવ્યું. નમસ્કાર મંત્ર ખરેખર કામધેનુ સમાન છે. તે ચોર મારીને મહારાણની કુક્ષીમાં ઉત્પન્ન થયે અને યોગ્ય કાળે તેનો જન્મ થયો. રાજાએ ઘણું આડંબરથી તેને જન્મ મહોત્સવ કર્યો, અને તેનું પુરંદર એવું નામ રાખ્યું. એ ચારને મરણકાળ અને ગર્ભમાં પુરંદરની ઉત્પત્તિનો કાળ એક જાણીને કલાવતીએ અનુમાન કર્યું કે આ મારે પ્રિય ચંડપિંગળ હેવો જોઈએ. કલાવતીએ રાજાની રાણી પાસે વખતો વખત જવા માંડયું. તે ત્યાં રાજપુત્રને રમાડતી અને જ્યારે તે રૂદન કરતો ત્યારે હે ચંડપિંગલ! રડ નહિ, છાને રહે એમ બોલતી. પિતાનું પૂર્વ જન્મનું નામ વારંવાર સાંભળવાથી અને કલાવતીનું મુખ જેવાની પોતાના પૂર્વભવનું તેને સ્મરણ થયું. કાળે કરીને જિતશત્રુ રાજા પરલોક પહોંચે અને પુરંદર રાજ્ય ગાદી પર આવ્યો. કલાવતીએ પર પુરુષને ત્યાગ કરેલ હોવાથી તેણે તેને અંગીકાર કરી. નમસ્કાર મંત્રના અનુભવસિદ્ધ પ્રભાવની તેના પર રૂડી અસર થઈ હવે તે સદા ધર્મમાં રક્ત રહેતો અને પંચ નમસ્કારનું રટન કર્યા કરતે, “ જે રાજા તેવી પ્રજા ' એ જાણીતી લોકોક્તિ અનુસાર નગરના સર્વજને પણ આદરપૂર્વક પંચ નમસ્કારનું અધ્યયન કરવા લાગેલા છે.” સુમતિ મિત્રને મોઢે આ વૃત્તાન્ત સાંભળીને રાજપુત્રને અંતરાત્મા અત્યંત સંતુષ્ટ થયો. તે બોલ્યો; “ હે મિત્ર ! પરલોકમાં પણ મંત્રાધિરાજ આ ચારની જેમ ચમકારી ફળ જરૂર આપે છે. ” (આ પ્રમાણે પરલોકમાં મળતા ફળનું પહેલું દષ્ટાંત અને એકંદરે ચોથું દષ્ટાંત જંપિંઢનું જાણવું.) (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44