Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનનાં આરાધક [ જ્ઞાનપંચમીના આદર્શ આરાધક વરદત્ત અને ગુણમંજરીની કથા ] લેખકઃ-મુનિરાજ શ્રી નિરંજનવિજ્યજી જૈન શાસ્ત્રમાં જ્ઞાન પાંચ પ્રકારે કહ્યાં છે. જેને માટે કર્મગ્રંથના કર્તા શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ મહારાજ આ પ્રમાણે કહે છે – मइ सुय ओहि मण-केवलाणि नाणाणि तत्थ मइनाणं । वंजणवग्गह चउहा मण नयण विणिदिय चउक्का ॥ १॥ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે અને તે પાંચ જ્ઞાનને સામાન્ય અર્થ આ પ્રમાણે છે– મતિજ્ઞાન–પાંચ ઇંદ્રિય અને મનદ્વારા નિયત વસ્તુને જે બેધ થાય તે મતિજ્ઞાન કહેવાય છે. કૃતજ્ઞાન–શાસ્ત્રના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે ને તે પણ પાચ ઈદ્રિય અને મનદ્વારા થાય છે. આ બે જ્ઞાન ઇકિય વિષયક હેવાથી પક્ષ કહ્યાં છે. અવાધજ્ઞાન–મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યનું આત્મસાક્ષીએ (ઇકિયાદિકની સહાયતા વિના) જાણપણું થાય તેને અવધિજ્ઞાન કહ્યું છે. મન:પર્યવજ્ઞાન–અઢીદ્વીપમાં રહેલ સંજ્ઞપંચિંદ્રિય જીવોના મને ગત ભાવને આત્મસાક્ષીએ જે જાણવા તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન–લોકાલોકના રૂપીઅરૂપી તમામ ભાવને એક સમયે આત્મસાક્ષીએ જે જાણે તે કેવળજ્ઞાન કહેવાય છે. અવધિ, મનઃ પર્યવ અને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. તેમાં પણ અવધિ અને મનપર્યવ જ્ઞાન એ દેશ પ્રત્યક્ષ છે ને કેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. આ પ્રમાણે જ્ઞાનનું ટૂંક સ્વરૂપ બતાવીને હવે તે જ્ઞાન એટલે શું ને તેનાથી ફાયદા કેટલા છે તે બતાવવામાં આવે છે- શારે છિદ્યતે વસ્તુ અને સુપ્તિ જ્ઞાને જેના વડે વસ્તુ જણાય-એળખાય–તે આત્માના ગુણને જ્ઞાન કહેવામાં આવે છે. આત્માના અનંત ગુણો છે. તેમાંનો પ્રથમ ગુણ જ્ઞાન છે. જ્ઞાનવરણીય કર્મને ક્ષયોપશમથી તે જ્ઞાનનું ઓછાવત્તાપણું જીવ વિશેષમાં જોવામાં આવે છે. તે જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાનરૂપી સૂર્ય આત્મઘટમાં પ્રકાશ પામે છે કે જેનાથી વસ્તુ દુનિયામાં રહેલી કઈ પણ અય રહેતી નથી. જેમ સૂર્ય તમામ વસ્તુને પ્રકાશ કરે છે દેખાડે છે, તેવી રીતે કેવળજ્ઞાની તમામ વસ્તુનું સ્વરૂપ જાણે છે અને કહી બતાવે છે. તે જ્ઞાનને આરાધના માટે જ્ઞાનપંચમી એટલે (કારતક સુદિ પાંચમ) નિર્માણ કરવામાં આવેલી છે. તેનું આરાધન વરદત્ત તથા ગુણમંજરીએ કર્યું તેથી તેઓ શુદ્ધ જ્ઞાનને મેળવી સર્વ સંપદાને ભાગી થયા. તે કથા આ પ્રમાણે છે ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44