________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
ત્યારે તે ઘટે? આ પ્રશ્નનો વિચાર કરતાં છેવટે કવિ કહે છે કે-એહે ! મેં જાણ્યું કેપરોપકાર રસિક જીવોને એવો એક અલૌકિક સ્વભાવ જ હોય છે કે-જેથી સામાને દુઃખી જોઈને પોતે ક્ષીણ (પાતળા) બને. અહીં પરદુઃખભંજન સત્પષ ચંદ્રની જેવા કહ્યા, એમ સમજવું.
૧૪ આ દાંત અનાજ વગેરે પદાર્થોને ચાવે, અને તેઓનો સ્વાદ જીભ ભોગવે છે. આમાંથી સમજવાનું મલે છે કે-દાંતની જેવા ઘવલ પુરૂષો મુશ્કેલી વેઠીને પણ બીજાનું કામ બજાવવામાં તીવ્ર ઉત્સાહ રાખે છે, “ આ મારો અને આ બીજાનો' એવી ભાવના તુચ્છ હૃદયવાળા જીવોને જ હોય છે. પણ ઉદાર દીલના માણસો તો આખી પૃથ્વીને પિતાના કુટુંબ જેવી ગણે છે.
૧૫ બીજા લોકના ભલાને માટે મેઘ પાણીનો ભાર સહન કરે છે, ભુવનને ઉલ્લંઘે છે, અને સમુદ્રની મધ્યે પ્રવેશ કરે છે. આ મેઘના દૃષ્ટાંત પરહિત બુદ્ધિવાળા જીવો બીજાના ભલાને માટે શું કરતા નથી ?
૧૬ જે અગર (સુગંધી દ્રવ્ય વિશેષ) બીજાને ખૂશ કરવાને બળી મરે છે, તે અગરૂને વિવેકી એવા વિધાતાએ (અગુરૂ) કર્યો. એટલે નાનો બનાવ્યા. અહીં અગુરૂનો બીજો અર્થ ગુરૂ (મોટા) નહિ એટલે (નાનો) એમ અર્થ કરવો. જે પરોપકાર કરે એને મોટો બનાવવો જોઈએ એટલે “ગુરૂ' એમ કહીને બોલાવવો જોઈએ. અગરૂ (અગુરૂ) પણ તેવું જ કામ કરે છે, છતાં વિધાતાએ એનું “ગુરૂ' એવું નામ નહિ પાડતાં “અગુરૂ એવું નામ પાડયું, એ આશ્ચર્યની વાત છે.
- ૧૭ નદીઓ પાણીથી ભરેલી ઝાડ ફલેથી ભરેલાં તથા મેઘ પાણીથી ભરેલો હોય છે, છતાં તે ત્રણે પિતાની વસ્તુ પરોપકારને માટે આપે છે. વ્યાજબી જ છે કે–પુરૂષોની વિભૂતિ પરોપકરમાં જ વપરાય.
૧૮ ચંદ્રમા પોતાના પ્રકાશથી તમામ જીવલોકને ધવલ (સફેદ) બનાવે છે. પણ પિતાનું કલંક ભૂંસતો નથી. આનું કારણ એ કે પરોપકાર કરવામાં આદરભાવ રાખવાવાળા ઉત્તમ અને બીજાનું કામ બજાવવાના પ્રસંગે પોતાના કાર્યની લગાર પણ પરવા હેતી નથી, તેઓ એમ સમજે છે કે–પરનું કાર્ય બજાવવામાં જ અમારું કાર્ય સમાએલું છે. અથવા પરોપકારના પ્રતાપે જ અવસરે અમારું કામ પણ જરૂર થઈ જશે.
૧૯ તમે કહે તે ખરા કે–સૂર્ય કાના હુકમથી અંધકારને દૂર કરે છે? છાયડો કરવાને માટે ઝાડની આગળ વિનંતિ કરવા કોણે હાથ જોડયાં? મેધની આગળ વરસાદને માટે કારણે પ્રાર્થના કરી ? આમાં કહેવાનું એ છે કે-સૂર્યને કેઈએ હુકમ કર્યો નથી ઝાડની આગળ કોઈએ હાથ જોડ્યા નથી અને મઘની પાસે કોઈએ માગણી કરી નથી. પણ સૂર્યાદિની એ પ્રવૃત્તિ જમનના જીવને એ બોધપાઠ શીખવે છે કે સાધુ પુરૂષો સ્વભાવે જ સામાનું ભલું કરવામાં નિરંતર તત્પર રહે છે. - ૨૦ એક કવિ શેષનાગને ઉદ્દેશીને પરોપકારને બોધ આ પ્રમાણે આપે છે. હે શેષનાગ ! આખી પૃથ્વીના ભારથી અકળાઈને તું ડોક વાંકી કરીશ નહિ! કારણ કે-તું જે આટલું દુઃખ સહન કરીશ તો તેથી જગતના તમામ જીવો સુખમાં રહેશે. (શેષનાગ
For Private And Personal Use Only