Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] જ છે મહારતત્વજ્ઞાન [ ૧૨૩ પૃથ્વીને ધારણ કરે છે ' આવી લૌકિક માન્યતાને અનુસાર ઉપરની બીના કહી છે. તેમાંથી પણું સમજવાનું એ મલે છે કે-જે લગાર દુઃખ સહન કરવામાં ઘણું જીવોનું હિત જળવાય, તેવા દુઃખને પરોપકાર રસિક જો જરૂર આનંદથી સહન કરે છે.) ૨૧ પરોપકારના પ્રભાવને સમજીને પરોપકાર કરવાની ઇચ્છાવાળા ભવ્ય જીવોએ એ વાત જરૂર યાદ રાખવી જ જોઈએ કે જ્યાં સુધી સારી સ્થિતિ ટકે, તેટલામાં પરોપકારના કર્યો જલદી કરી લેવાં કારણકે વિપત્તિના અવસરે પરોપકાર થવો પ્રાયઃ મુશ્કેલ છે.' ૨૨ જેમ પાર મારનારનું પણ કલ્યાણ કરે છે એટલે તેનું આપે છે, એમ ઉદાર દિલના માણસો સામાએ કરેલા ગુના તરફ લક્ષ્ય રાખ્યા વગર ગુનેગારનું પણું ભલું કરે છે. ૨૩ જેમ કેતકીનું કૂલ દોરાથી બાંધ્યું હોય, તો પણ બાંધનારને સુગંધી આપે છે, એમ નિર્મલ મનવાળા મહાપુરૂષો દુઃખ દેનારનું પણ જરૂર ભલું જ કરે છે. ૨૪ જેમ કુમારપાલ રાજાએ વિકટ સમયમાં કરબનું ભોજ કરાવનાર સ્ત્રીને ઉપકાર યાદ કરીને પ્રત્યુપકાર કર્યો, એમ ઉત્તમ પુરૂષો બીજાએ કરેલા નાના ઉપકારને પણ બિલકુલ ભૂલતા નથી. ૨૫ ઉપકારીની ઉપર ઉપકાર કરનારા છ પૃથ્વીમાં ઘણાં મલે છે, પણું અપકારીની ઉપર ઉપકાર કરનારા તો જગતભરમાં બહુ જ થોડા જેવો હોય છે. ૨૬ આપણે પ્રત્યુપકાર ઘણો કરીએ, તોપણ શરૂઆતમાં જેણે બદલો લેવાની ઇચ્છા રાખ્યા વગર આપણું ઉપર ઉપકાર કર્યો, તેના ઉપકાર જેટલો તે (પ્રત્યુપકાર) ને જ કહી શકાય. કારણ કે આપણે કંઈ વધારે કરતા નથી. કર્યો ઉપર કરવાનું છે. અને સામા માણસે તે નિરભિલાષ વૃત્તિથી આપણું ભલું કર્યું છે. - ૨૭ જે ગુરૂઆ એટલે ગુણવંત છે, તે તો સ્વભાવે જ સામાને ગુણ કરશે-જુઓ મેઘ ખેતીના કામમાં મદદ કરે છે, જળાશય ભરી દે છે, તો પણ કંઈ દાણ (હાંસલ) માગતો નથી. ૨૮ જેઓ હદયમાં પરોપકાર કરવાની વિચારણું કરે છે, અને જે કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને યાદ રાખે છે, તે બંને પુરૂષો પૃથ્વીને ધારણ કરે છે. અથવા તેવા પુરૂષ વડે કરીને પૃથ્વી ભાગ્યવંતી ગણાય છે. ર૯ પૃથ્વીના શણગાર ત્રણ પુરૂષા ગણાય છે. તે આ પ્રમાણે ૧ જે ગભરાયેલા માણસને હિંમત આપે, ૨ જે સામાની આપત્તિને દુર કરે અને ૩ જે શરણાગતને બચાવે. ૩૦ દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરીશું તો જરૂર જણાશે કે-કરેલા ઉપકારની ઉપર અપકાર કરનારા છ અસંખ્યા છે, અને ઉપકારને જાણનારા અસંખ્યાતા તથા ઉપકારની ઉપર પ્રત્યુપપકાર કરનારા થડા હોય છે. અને પ્રત્યુપકારની ચાહના રાખ્યા વગર દેહના ભેગે પણ ઉપકાર કરનારા મહાપુરૂષો તો વિરલા જ (બહુ જ થોડા) હોય છે. ૩૧ પૃથ્વી એમ કહે છે કે-મને પર્વતોનો અને સમુદ્રોનો ભાર લાગતો નથી. પણ વિશ્વાસઘાતિ જનો મને ભારભૂત અને કૃતન પુરૂષો મહાભારભૂત લાગે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44