________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
મહામતિમાન્ ધનપાલે “અચૂડામણિ” નામના ગ્રંથને આધારે “કુત્તિમારા કવોલી ” એ પ્રકરણ ઉપરથી ભૂપતિ ભેજનાં પ્રશ્નનો પ્રત્યુત્તર ભોજપત્ર પર લખી તેને માટીના ગળામાં લપેટીને તે પત્ર સ્થગીધરને આપ્યું. અને કહ્યું કે–મહારાજા ભોજ જ્યારે મહાકાળેશ્વર મંદિરમાંથી બહાર નીકળે ત્યારે સમર્પણ કરજે.
હવે મહારાજા ભોજે વિચાર કર્યો કે “ધનપાલે ચાર કારમાંથી કોઈ પણ એક દ્વાર લખ્યું હશે. હું નીકળું તે જ ઠાર કદાચ કાકતાલીય ન્યાયથી લખેલું નીકળી પડે છે ? માટે એ ચારે ધાને છોડીને કોઈ પણ બીજી રીતે બહાર નીકળું તે જ ધનપાલનું વચન અસત્ય કરે.” એમ ચીંતવી તરત જ રાજાએ કુશલ કારીગરને બોલાવ્યો.
અને તે કારીગર મારફત મંડપના ઉપરના ભાગમાં એક છિદ્ર કરાવ્યું. અને તે છિદ્રારા રાજા મંદિરની બહાર નીકળ્યા. તરત જ સ્થગીધરે રાજાના હસ્ત-કમલમાં માટીનો ગોળ સમર્પો. રાજાએ તે ગળાને ભાંગી અંદર કાગળ બહાર કાવ્યો. તેમાં પણ યથાર્થ જ લખેલું હતું કે મહારાજા કારીગરને બોલાવી મંડપની ઉપર છિદ્ર કરાવી તે છિદ્ર દ્વારા બહાર નીકળશે.” આ વાંચવાની સાથે મહારાજા ભોજ આશ્ચર્યચકિત થઈ ગયો, એટલું જ નહીં પણ તેણે શ્રી જિનેન્દ્રશાસનની અત્યંત પ્રશંસા કરી, અને ધનપાલની ઉપર સત્યતાની છાપ પડી.
મહાકલિ ધનપાલની આમ દિન પ્રતિદિન વધતી જતી કીર્તિથી તેમજ જેનધર્મના ઉત્કર્ષથી તેના દ્વેષી શત્રુઓ ચિતામગ્ન રહેતા એટલું જ નહીં પણ લાગ આવે ત્યારે તેને ઉતારી પાડવાના અનેક પ્રકારના ઘાટ ઘડવામાં મશગુલ હતા. પણ કુદરત આગળ કરે શું ?
(અપૂર્ણ)
૧-“અહુંચૂડામણિ -આ ગ્રંથને માટે એમ સંભળાય છે કે તેમાં ત્રિકાળ વિષયક જ્ઞાન થઈ શકે તેવા પ્રાગે છે. સાંભળવા પ્રમાણે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીમાં બે ટીકા સાથે કેટલાક ભાગ છે. તેના પરથી ઉદ્ધત “ચંદ્રોન્સીલન” નામને ગ્રન્થ છુટે છવાયે સ્થળે મળે છે. તેમાં ૪૫ પ્રકરણ છે. શરૂઆતની સંજ્ઞા કંઇક કિલષ્ટ છે. જે જોવામાં આવી તે પ્રતે અશુદ્ધ વધારે છે. એટલે સંકલિત કરવી મુશ્કેલ છે.”
(“તિલકમંજરી કથા સારાંશ”ના ટિપ્પણમાંથી પૃ. ૧૭.
For Private And Personal Use Only