________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ પ
કીનારે ખેાળ
ઉપરથો બિજોરાનું ઉત્પત્તિસ્થાન શેાધી કાઢવા હુકમ કર્યો. નદીને કીનારે કરતાં તેણે એક જગાએ બિજોરાની વાડી જોઇ. તે ફળ લેવા અંદર દાખલ થયા. ત્યાંના રખેવાળાએ તેને કહ્યું કે અહીંથી જો કોઈ પણ માલુસ ફળ લઇ જાય છે તે તે નિયમા મરણ પામે છે, તેથી તે પાછા ફર્યાં અને રાજાને તે હકીકત જાહેર કરી. જીા ઇંદ્રિયને વશ થયેલા રાજાએ તે પર લક્ષ આપ્યું નહિ અને પોતાની રાજ્ય મર્યાદા એળગી હુકમ કર્યો કે નગરમાંથી દરરાજ એકેક માણુસને ત્યાં મેાકલી તારે ત્યાંથી અવશ્ય બીજોરુ’ મંગાવવું. રાજાના આવા હુકમ થવાથી કાટવાલે જુદી જુદી કાપલીઓ પર જુદા જુદા નગરજનેાનાં નામેા લખ્યાં અને તે કાપલીએ એક ધડામાં ભરી. દરરેાજ એક “કુમારિકા પાસે તેમાંથી એક કાપલી કઢાવતા, અને જેના નામની કાપલી નોકળે તેની પાસે અગોચામાંથી ખીજોરું મંગાવતા અને રાજાને આપતા. બીજોરું લાવનાર માણુસ તે યમને શરણુ થઇ જતા. આ પ્રમાણે દરરાજ નગરનું એક માણસ મરતું, આથી આખા નગરમાં વિષાદ વ્યાપી રહ્યો. કેટલાક દિવસ સુધી આ પ્રમાણે માણસે ભરણુ પામ્યા. એક દિવસ જિનદાસ નામના શ્રાવકના નામની કાપલી નીકળી. 'ચપરમેષ્ઠી મંત્રમાં પૂર્ણ, શ્રદ્ધાવાળા તેણે ઘરદેરાસરમાં દેવપૂજા કરી, પછી પેાતાના સ્વજન સંબંધીએ સાથે મન વચન, કાયાથી ખમતખામણાં કર્યાં, બાદ સાગાર પ્રત્યાખ્યાન કર્યું અને નિર્વિકાર ચિત્તવાળે થઈ બીજોરું લાવવા માટે લીલાવનમાં જતા હોય તેમ આનંદભેર બીજોરાનાં વૃક્ષાના વનમાં ઉચ્ચ સ્વરે નમસ્કાર મ`ત્રને ઉચ્ચાર કરતા દાખલ થયા. વનના અધિષ્ઠાયક વ્યંતર દેવ તે સાંભળીને પ્રતિખેાધ પામ્યા. પૂર્વ જન્મમાં તેણે કરેલી વ્રતની વિરાધના તેના સ્મરણુ પટમાં સ્ફુરી આવી. તત્ક્ષણ તે અંજલી બદ્ધ થઈ પ્રત્યક્ષ થયા અને તે શ્રાવકને ગુરુ ભક્તિથી નમસ્કાર કર્યો. તે ખેલ્યા, - ધર્મોએાધ કરવાથી તું મારે। સદા આરાધ્ય ગુરુ છે. તને હંમેશાં તારે સ્થાને જ હું ખીજોરાનું ફળ આપી જઈશ. તે શ્રાવક કૃતાર્થ થક પાછા કર્યાં અને સર્વ વૃત્તાંત રાજાને કહી સભાળળ્યેા. હવે તેને દરરાજ બ્યતર તરફ્થી એકેક ફળ મળવા માંડયું. તે કુળ તેણે રાજાને આપ્યું તેથીરાજા અત્યંત તુષ્ટમાન થયા, અને જિનધની ખૂબ સ્તુતિ કરી તેણે જિનદાસ શેઠની પૂજા કરી. આ પ્રમાણે, હું રાજપુત્ર ! સઘળા નગરજતાને જાણે નવા જ જન્મ થયા હોય તેમ રાજા અને પ્રજા સર્વાંને અનહદ હ થયા, અને રાજાએ તે ખુશાલીમાં નગરમાં મેાટા ઉત્સવ કરાવ્યા છે. ’’
.
આ પ્રકારે તે ઉત્સવનું કારણ જાણીને રાજપુત્રે સુમતિમિત્રને કહ્યું; “ આ જન્મમાં પરમેષ્ટિ નમસ્કાર મંત્રનું આવું સુખદાયી ફળ પ્રત્યક્ષ દેખાય છે.’’
(આ પ્રમાણે માળિવળ શબ્દથી સુચવાયલું આ લાકમાં મળતા ફળનું ત્રીજું દૃષ્ટાંત છે. હવે પરલેાકમાં મળતા કુળનું ચંનિહ નામના ચારનું દૃષ્ટાંત શરૂ થાય છે. રાજસિંહ અને સુમતિ અને ક્ષિતિપ્રતિષ્ઠાનપુરથી આગળ જતાં વસન્તપુર નગરમાં આવ્યા. રાજસિંહે તે નગરમાં સજનાને નમસ્કાર મંત્રના અચલ ચિત્ત પાડૅ કરતા જોયા. તેનું મન તે જોઇ વિસ્મિત થયું. તેણે સુમતિને બધા લેાકા નમસ્કાર મંત્રના પાઠ કેમ કરી રહ્યા છે તેનું કારણ શોધી લાવવા જણુાવ્યું, તે તરત તપાસ કરવા લાગ્યુંા. શા કારણથી સ લેાકા નમસ્કારનેા પાઠ કરવામાં મશગુલ થઈ રહ્યા છે તેની તેને માહીતી મળી. પાછા કરીને તેણે રાજકુમારને તે નિવેદન કર્યું. તેણે કહ્યું; “ આ નગરને મહા પ્રતાપી જિત
For Private And Personal Use Only