________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નમસ્કાર મહામંત્ર માહાસ્ય લેખકઃ શ્રીયુત સુરચંદ પુરુષોત્તમદાસ બદામી
બી. એ. એલએલ. બી. રિટાયર્ડ મે. કે. જજજ
(ગતાંકથી ચાલુ) નમસ્કારમંત્રનો મહિમાસૂચકને પાંચ દષ્ટાંત હવે બીજું દષ્ટાંત સાવિર્વ શબ્દથી સૂચવેલું શરૂ થાય છે. સાદિવ એટલે સદૈવ એટલે દેવતા પ્રયુક્ત, દેવકૃત એમ અર્થ થાય, અથવા સાદિવ્ય એટલે દેવને અનુગ્રહસાનિધ્ય એમ પણ થાય.
રત્નપુરીથી આગળ ચાલતાં તે રાજકુમાર પોતાના મિત્ર મંત્રીપુત્ર સાથે પિતનપુર નગરમાં આવ્યો. તે નગરમાં ફરતાં ફરતાં એક શ્રીમાનને ઘેર મહોત્સવ થતે તેણે જોયો. ત્યાં એક બાજુ મોતીના સાથિયા કાઢેલા હતા, સર્વ બાજુએ સુગંધી કેસરીઆ પાણીનો છંટકાવ થયો હતો, સફેદ અખંડ અક્ષતથી ભરેલા હજારો સુવર્ણના થાળાઓ ત્યાં આવી રહેલા હતા, દેદીપ્યમાન ઉત્તમ મૂલ્યવાન અલંકારોથી શોભતી સોહાગણ સ્ત્રીઓ મધર સ્વરથી ધવલ મંગલ ગાઇ રહી હતી, અનેક યાચકને ઈચ્છિત દાન અપાઈ રહ્યું હતું, સાધર્મિક બંધુઓની ખૂબ ભક્તિ થઈ રહી હતી. આમ છતાં ત્યાં કોઈ વિવાહ આદિ કારણ જણાતું ન હતું. મહત્સવ શાને માટે થાય છે તે જાણવાની રાજકુમારને સહજ જિજ્ઞાસા થઈ. એ જિજ્ઞાસા તૃપ્ત કરવા તેણે ત્યાં હાજર રહેલા એક જણને એ બાબત પ્રશ્ન કર્યો. તેણે આનંદથી ઉત્તર આપે.
તે બોલ્યો : “ આ અત્યંત ચમત્કારી વૃત્તાંત છે. આ નગરમાં સુગુપ્ત નામનો એક ધનાઢય મોટે શેઠ છે. તે દઢપણે શ્રાવકનાં વ્રતો પાળે છે અને વિશુદ્ધ આચાર વિચારવાળો હાઈ પાંચે ઈન્દ્રિયોને સંયમમાં રાખે છે. લક્ષ્મીદેવીનું જાણે બીજું સ્વરૂપ હેય નહિ તેવી રૂપ અને સૌન્દર્યવાળી શ્રીમતી નામની તેને પુત્રી હતી. તે જૈન સિદ્ધાંતમાં નિપુણ અને સદા કાળ શુદ્ધ ધર્મ પાળનારી હતી. આ જ નગરના એક મિથ્યાદષ્ટિ શેઠના પુત્રે તેને જોઈ અને તે તેના પર મોહિત થયો. અનેક યુક્તિ પ્રયુક્તિ કરી તે તેને પરણ્યો અને ઘણી ઋદ્ધિ સાથે પિતાને ઘેર લાવ્યો. અરિહંતદેવની પરમ ઉપાસિકા શ્રીમતીએ ઘરને સઘળે કારભાર કરવા માંડ્યો, પણ મિથ્યાત્વ લાગે એવું એક પણ કૃત્ય તે કદી કરતી નહિ. તેની નંણદ વગેરે સંબંધીઓ તેની બહુ અદેખાઈ કરવા લાગ્યાં અને તેની સાથે વારંવાર ગુસ્સે થતાં છતાં પણ સમભાવ રાખી કર્મની વિચિત્રતાને ચિંતવતી તે સઘળું ખમી લેતી. તેઓએ તેના ધણીના કાન ભંભેરવા માંડયા. શીલાદિ અનેક ગુણસંપન્ન હોવા છતાં તેના ઉપર તેની પ્રીતિ દિવસે દિવસે કમી થતી ગઈ અને આખરે તેની ઈચ્છા તેને મારી બીજી કન્યા પરણવાની થઈ. તેને મારવા માટે તેણે એક યુક્તિ રચી. એક ઘડામાં ઝેરી સર્ષ લાવીને તે ઘડે ઘરની અંદર અંધારા ઓરડામાં મૂક્યું. પછી ચિત્રશાળામાં બેસી પોતાની પત્નીને આજ્ઞા કરી કે ઘરના ઓરડામાં ઘડામાં ફૂલો મૂકેલાં છે
For Private And Personal Use Only