________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
શ્રી નમસ્કાર મહામંત્ર માહા
[ ૧૦૭
તે લઈ આવ. શ્રીમતી તરત ઊઠો. તે હમેશાં નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યા જ કરતી. તે સ્મરણુ કરતાં કરતાં તેણે ઘડો ઉઘાડી અંદરથી ફૂલે લેવા તેમાં હાથ ઘાલે. નમસ્કાર, મંત્રનો પ્રભાવ અચિંત્ય છે. શાસન દેવતાએ તે જ ક્ષણે સર્પને બદલે ત્યાં સુગંધી ફૂલ કરી દીધાં. શ્રીમતી એ નિર્ભયપણે તે લીધાં અને પોતાના પતિને સમર્પણ કર્યા. આ ઘટનાથી તે ચકિત થઈ ગયો. તે ઓરડામાં ગયો અને બારીકાઈથી અવલોકન કર્યું. ઘડામાં કે બહાર સર્ષ તો બિલકુલ જણાયો નહિ, પણ ઘડે દિવ્ય સુગંધીવાળે માલમ પડયો. આ આશ્ચર્ય જેવાને તેણે લોકોને ત્યાં એકઠા કર્યા, અને સઘળા વૃત્તાંત તેમને કહી સંભળાવ્યું. પ્રત્યક્ષ ચમત્કાર જોવાથી તેને શ્રીમતી માટે ઘણું માન ઉત્પન્ન થયું. વારંવાર તેને પગે પડી તેની ક્ષમા તેણે માંગી અને ઘણી પ્રશંસા કરી. શ્રીમતીએ તેને જણાવ્યું કે મને તમારા પર અંશ માત્ર પણ ક્રોધ નથી, પણ મારી પ્રાર્થના એક જ છે કે તમે તમારું આત્મહિત સમજે અને અરિહંત ભગવાને પ્રરૂપણ કરેલો ધર્મ જાણે અને આદરો. તે વખતે તેનાં અશુભ કર્મો શિથિલ થયેલાં હોવાથી તે વાત તેને રુચી, અરિહંત પ્રરૂપિત ધર્મ તેણે આનંદથી સાંભળ્યો અને બોધ પામે. સધર્મની પ્રાપ્તિથી તેને અને તેના આખા કુટુંબવર્ગને અત્યંત પ્રમોદ થયો. આ કારણથી હે રાજપુત્ર ! તેણે આ મહોત્સવ પોતાને ઘેર પ્રવર્તાવ્યો છે. તે સશ્રાવિકાને આવું આશ્ચર્યકારી વિશ્રત ચરિત્ર જાણીને રાજપુત્રને અધિક હર્ષ થયો. તેણે પિતાના મિત્ર સુમતિને કહ્યું; “હે મિત્ર ! નમસ્કાર મંત્રરૂપ મહાવૃક્ષનાં ધન, યશ, સુખ આદિ ફળો આ જન્મમાં પણ પ્રત્યક્ષ માલમ પડે છે. ”
( આ પ્રમાણે સાવ શબ્દથી સૂચવાયેલું આ લેકમાં મળતાં ફળ બાબતનું બીજું દષ્ટાંત જાણવું. આ દષ્ટાંતમાં શ્રાવકની પુત્રીને દેવતાનું સાન્નિધ્ય-દેવતાનો અનુગ્રહ આ જન્મમાં જ થયો તેથી એ દષ્ટાંતને રવિવ એ પ્રાકૃત ભાષાના શબદથી ઓળખાવ્યું છે. હવે ત્રીજું દૃષ્ટાંત માતૃદિનાથri એ શબ્દથી સૂચવાયેલું શરૂ થાય છે)
ત્યારબાદ રાજસિંહ પોતાના મિત્ર સાથે પોતનપુરથી આગળ ચાલ્યો અને અનુક્રમે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જઈ પહોંચ્યો. તે નગરમાં અંદર અને બહાર સર્વ સ્થળે આનંદ આનંદ વર્તી રહેલ હતો. પ્રત્યેક ઘર પર ઢગલાબંધ વજાઓ ફરકી રહેલી હતી. સોનાના થાંભલાઓ પર પ્રશસ્ત મણિનાં તોરણ બાંધેલાં દેખાતાં હતાં. જગ્યાએ જગ્યાએ દહિં, દુર્વા વગેરેથી:મંગળ કરેલાં હતાં. સર્વ જનો વિલાસમાં અને ઉલ્લાસમાં મગ્ન થઈ ગયેલા હતા. આ પ્રમાણેની સ્થિતિ તે નગરની એકદમ થઈ ગયેલી હતી. આમ થવાનું શું નિમિત્ત કારણ છે તે જાણવાની રાજસિંહને ઉત્સુકતા થઈ. તેણે તપાસ કરી. એક જણને પૂછતાં તેણે નીચે પ્રમાણે કહ્યું:
આ નગરનો બલી નામને મહા બળવાન રાજા છે. એક વખતે વર્ષાઋતુમાં અત્યંત વરસાદ વરસવાથી નગરની પાસેની નદીમાં મોટી રેલ આવી, લોકે તે જોવા નીકળી પડયા. પાણીના પૂરમાં તણુનું મેટા કદનું એક માતુલિંગ-બીજેરાનું સુન્દર ફળ કોટવાલની નજરે પડયું. પુરમાં એકદમ તરી જઈ તે ફળ તે બહાર લાવ્યો અને જઇને રાજાને ભેટ કર્યું. રંગ, ગંધ અને સ્વાદમાં તે ઘણું જ ઉત્તમ હતું. ગુણમાં પણ તે શરીરને પુષ્ટિકારક હતું. પૃથ્વી પતિ તે ખાઈને અત્યંત હર્ષિત થયા. તેણે કેટવાલનો ઘણો સત્કાર કર્યો, અને પૂછયું કે આ ફળ કયાંથી મેળવ્યું. તેણે જણાવ્યું કે નદીના પૂરમાંથી. રાજાએ તે
For Private And Personal Use Only