Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] બાલંતરીનું દહેરાસર [ ૧૦૫ પૂજા કરવાને હાઇ તૈયાર થયા. ઘરથી પૂજાનાં કપડાં સાથે લેવા ભૂલી ગયા હતા તેથી પૂજારીને પૂજા કરવાનાં કપડાં માટે પૂછયું. પ્રત્યુત્તર એ મળ્યો કે હું પહેરું છું તે એક જ માત્ર ધેતિઉં છે. ગામમાંથી બીજા બે ભાઈઓ પૂજા કરવા આવે છે. તેઓ હું પૂજા કરી રહ્યા પછી વારા ફરતી આવશે. આથી અમારે તે મૌન જ સેવી ધાબળી પહેરી ચલાવી લેવું પડયું. બેથી અઢી કલાક સુધી પૂજારીને પૂજા તથા કેટલાક કામકાજ સંબંધી બરાબર સમજાવ્યું. દેરાસરની આટલી બધી અવ્યવસ્થા તથા પ્રતિમાજીની થતી આશાતના જોઈ હદયને બહુ જ દુઃખ થયું. અહીંના અગાઉ થઈ ગયેલા વૃદ્ધોએ પ્રભુ ભક્તિથી પ્રેરા, પોતાની ભવિષ્યની સંતતિમાંથી નવના સંસ્કારો નષ્ટ ન થવા પામે. એ એયે પિતાના ખર્ચે નવાં જિનબિંબો તૈયાર કરાવી ઘરદેરાસર ઊભું કર્યું, પરંતુ સંસ્કારી કેળવણીના અભાવે અત્યારના તેમના પુત્રોનું દિવસે દિવસે વૃદ્ધિ પામતી આશાતનાઓ તરફ લક્ષ ન પહોંચ્યું. તેઓ તો પ્રભુની પ્રતિમા ને રાજી રાજી થ છે, પરંતુ આશાતના કેવી રીતે ઢાળવી તેનું તેઓને જ્ઞાન નથી. આવી આશાતના થતી હોવાથી તે પ્રતિમાજીઓને કયાંય સાંપી દેવાનું કોઈ કહે છે તેઓના હૃદયને કારી ધાં ' જેવું લાગે છે, કારણ કે તેનો ભક્તિ ભાવ તે સારો છે, પરંતુ અજ્ઞાનમાં લિપ્ત થયેલા છે. બે દિવસ રોકાઇ તેઓને ખૂબ સમજણ આપી આથી તેઓ ખુબ રાજી થયા અને કેઈના તરફથી મદદ મેળવીને દેરાસર રીપેર કરાવી દેવાની તેઓએ માગણી કરી. ચુલા ઉપર ચંદરવા બાંધવાનો, ઘરકામ જાણ પૂર્વક કરવાને, હમેશાં દર્શન કરવા જવું વગેરેનો ઉપદેશ આપી તે વિષયો સારી રીતે સમજાવતાં તેમને આનંદ થયો અને તે પ્રમાણે કરવાનું દરેકે રાજી ખુશીથી કબુલ્યું. આ પ્રદેશમાં બીજા કેટલાંક ગામડાંઓનાં દેરાસરોની સ્થિતિ બાલુતરો દેરાસરને લગતી જ છે. એટલે દરેકને વ્યવસ્થિત કરવાની ખાસ આવશ્યકતા છે. આ બાબત માટે વાવ મૂર્તિપૂજક સંઘનું ધ્યાન ખેંચતાં બાલુતરી દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવવાની તો તેમના તરફથી મંજુરી મળી છે. એટલે થોડા જ સમયમાં તે કામ ચાલુ કરવામાં આવશે. આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી કેસર, સુખડ તથા પૂજારીના પગાર વગેરેના એક વર્ષ માટે રૂા. ૩૬) મંજુર થયા છે. આવી રીતે મદદ મળતી રહેશે તો બીજાં દેરાસરોની પણ વ્યવસ્થા કરવા પ્રયત્ન કરીશું દાનવીરો આ કાર્ય પ્રત્યે મદદગાર થાય તે થોડા ખર્ચે આવાં ઘણાં દેરાસરોમાં થતી આશાતનાઓ મટાડી શકાશે. આ પ્રતિમાજીના લેખ વગેરે સંબધી જે માહિતી અમને મળી છે તે હવે પછી જાહેર જનતાની જાણ અર્થે પ્રગટ કરીશું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44