________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અંક ૩]
નિહ્નવવાદ
[ ૧૦૩
મુનિઓને પ્રત્યુત્તર–જેમ એક માણસ પોતાની અત્યંત પ્રિય વસ્તુના વિયોગમાં રાત્રિ દિવસ તે વસ્તુને જ ઝંખ્યા કરે અને જ્યાં ત્યાં એ વસ્તુ માટે ફાંફાં માર્યા કરે તેમ તમે પણ એક ઘટ માટેની જ આકાંક્ષાવાળા છો અને તેથી જ તમને માટી લાવવી, પલાળવી, વગેરે ક્રિયાકાળ ઘટને નથી છતાં ઘટનો જ છે એમ મિથાભાસ થાય છે. પરંતુ જો તમારી એ આકાંક્ષા દૂર થાય અને સ્થિર મતિયો તે ક્રિયાકાળને વિચારો તે જણાશે કે તે ક્રિયા ઘટની નથી પણ ઘટમાં સહકારી એવાં બીજાં કાર્યો થી છે.
પુનઃ જમાલિનું મુનિઓને કથન-મને ઘટમાં સહકારી એવાં કાર્યો જુદાં જણાતાં જ નથી. મને તે ઘટ થવા પૂર્વે માત્ર થોડાં કાર્યો શિવક સ્થાસ કપાલ* વગેરે જણાય છે પરંતુ દરેક ક્ષણે નવી નવી ક્રિયા અને નવાં નવાં કાર્યોને અનુભવ થતો નથી. વળી જે વસ્તુને મને અનુભવ નથી થતો તે વસ્તુ હું માનતો નથી; માટે હું “કરાતું એ કરાયું” મિથ્યા કહું છું.
પુનઃ મુનિઓને પ્રત્યુત્તર–જે વસ્તુનો તમને અનુભવ ન થાય તે વસ્તુને તમે ન સ્વીકારે એવી જો તમારી માન્યતા છે તો તમારે આત્મા, પરભવ, સ્વર્ગ, મુક્તિ વગેરે પણું ન માનવાં જોઈએ. કારણ કે તે સર્વ વસ્તુઓને તમને અનુભવ થતો નથી પરંતુ જેમ તમે તે સર્વ વસ્તુઓ સર્વજ્ઞ પ્રભુએ કહેલ હેવાથી માનો છો તેમ દરેક ક્ષણે થતી ક્રિયા અને તેનાથી થતાં કાર્યો જોવાની તમારા જ્ઞાનમાં શક્તિ નથી માટે તમને તેનો અનુભવ થતો નથી પણ તે જોવાની શક્તિ સર્વના જ્ઞાનમાં છે અને તે જ્ઞાનથી તેઓએ તે વરતુને જોઈ છે, અનુભવી છે, અને પછી કહી છે માટે તમે તેને મિથ્યા કહી શકે નહિ.
જમાલિને પ્રશ્ન–જે દરેક સમયે ક્રિયા ઉત્પન્ન થાય છે અને જુદા જુદા કાર્યને ઉત્પન્ન કરે છે તે પ્રથમ સમયે જ ઘટ માટેની ક્રિયા ઉત્પન્ન કેમ નથી થતી અને પ્રથમ સમયે જ ઘટને ઉત્પન્ન કેમ નથી કરતી પણ છેલ્લે સમયે જ ઉત્પન્ન કરે છે એ નિયમ શાથી ?
મુનિઓને ઉત્તર – કારણ સિવાય કાર્ય ઉત્પન થતું જ નથી એ પ્રમાણે ઘટ પણ તેના કારણુ સિવાય બનતો નથી. હવે જ્યારે ઘટમાં તેના કારરુની અપેક્ષા છે ત્યારે તેનાં સર્વ કારણે જ્યારે મળે ત્યારે જ ઘટ ઉત્પન્ન થાય. પ્રથમ સમયે તે સર્વ કારણો હતાં નથી માટે પ્રથમ સમયે ઘટ થતું નથી. પરંતુ જ્યારે સર્વ કારણે મળે છે ત્યારે ધટને ઉત્પન્ન કરે છે. હવે જે આ પ્રમાણે નહિ માને તો તમારે મને પણ આ દેષ કાયમ રહેશે. કારણ કે ૧૦૦ ક્ષણમાં થનાર કાર્ય તમારે મતે ૫ ક્ષણમાં કેમ નથી થતું? ત્યારે તમારે પણ કહેવું પડશે કે તેનાં બધાં કારણે મળ્યાં નથી.
હવે જે પ્રસંગમાંથી આ વાદ શરૂ થયો હતો તે પ્રસંગને ઉદ્દેશીને સ્થવિર મુનિઓ જમાલિને કહેવા લાગ્યા કે પૂર્વે બતાવેલ યુક્તિઓ પ્રમાણે સંથારો પણ છેલે સમયે જ * શિવક, સ્થાસ; કપાલ વગેરે ઘટ થવા પૂર્વેનાં સ્થૂલ કાર્યો છે.
For Private And Personal Use Only