________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૫
વિચારોમાં મશગુલ બને છે, કેમકે નાવું જોવું એ બ્રામણ કુલમાં શૌચ ધર્મ મનાય છે. આત્મારૂપ પુરૂષ જ્યારે મેગીનો વેશ પહેરે છે ત્યારે ધુણી ધખાવવી, મસ્તકે જટા ધારણ કરવી કફની પહેરવી અને શરીરે રાખ ચોપડવી વગેરે કાર્યોમાં પરિણામ પામીને તેની મતિ તે કરવા લાગે છે, અને યોગીની અવસ્થામાં મતિ ખરેખર ગીની જેમ મેલી બનીને રહે છે. આત્મા જ્યારે મુસલમાન થાય છે ત્યારે તેની મતિરૂપ સ્ત્રી મુસલમાની ધર્મ પ્રમાણે કલમાં ભણું ભણીને તુરકડી બને છે. આ બધો પ્રભાવ બાહ્ય સંગોનો છે. પરમાર્થથી તે મતિ ઉપરની બાબતોથી ન્યારી કહેતાં એકલી છે; સસરો હમારો બાલ ભલે, સાસુ હય બાલ કુંવારી; પીયુજી હમારે પિઢો પારણુએ, મેં હું ઝુલાવનહારી. અવધૂ૦ ૨
મતિરૂપ સ્ત્રી કહે છે કે મારે, વ્યવહાર સમ્યકત્વરૂપ સસરો છે અને માર્ગોનુસારીના ગુણે આદિ વ્યવહાર ધર્મ આચરણારૂપ મારી સાસુ છે. વ્યવહાર સમ્યકત્વ રૂપ સસરો બાલે ભેલ છે, કેમકે નિશ્ચય નયની અપેક્ષાએ ઉપશમાદિ સમ્યકત્વ તે વસ્તુતઃ સમ્યકત્વ કહેવાય છે અને તેની અપેક્ષાએ વ્યવહાર સમ્યકત્વરૂપ સસરે બાળ કહેવાય છે અને તેમાં સરળતા હોવાથી તે ભલો ગણાય છે. વ્યવહાર ધર્મની આચરણારૂપ સાસુ પણ અન્તરંગ ધ્યાન કિયાની અપેક્ષાએ બાલિકા કહેવાય છે અને તે કોઈ પણ એક જીવની સાથે સદાકાલનો સંબંધ બાંધતી નહિ હોવાથી કુમારી ગણાય છે. વ્યવહાર સમ્યકત્વ અને સત્ય વ્યવહાર ધર્મની આચરણાવડે અન્તરાત્માની ઉત્પત્તિ થાય છે તેથી એ બે, અન્તરાત્માનાં માતા પિતા ગણાય છે, એટલે કે અન્તરાત્મા તે બન્નેને પુત્ર ગણાય છે. મતિ કહે છે કે અન્તરાત્મા મારા સ્વામી કહેવાય છે અને હું મારા સ્વામીને અનેક પ્રકારનાં પરિણામરૂપ પારણામાં ઝુલાવનારી છું. નહિ પરણી નહિ હું કુંવારી, પુત્ર જણવનહારી; કાલી દાઢીકે કોઈ નહિ છોડો, તેય હું બાલકુંવારી, અવધૂ. ૩
મતિ કહે છે કે હું કોઈની સાથે પરણું નથી, કારણ કે અમુક જ આત્મા મારો સ્વામી છે, એમ મેં કઈ દિવસ નિર્ધાર કર્યો નથી. તેમજ હું કુમારી પણ નથી કારણ કે આત્મા સ્વામી વિના હું એકલી કઈ દિવસ રહી પણ નથી અને રહેવાની પણ નથી. જે હું મિથ્યાત્વ પરિણામ પામેલી હોઉં તે કર્મરૂપ પુત્રને ઉત્પન્ન કરું છું અને સમ્યકત્વ પરિણામ વડે જે હું આત્મરૂપ સ્વામી સાથે પરિ
મું તે અન્તરાત્મ સ્વામીના સંબધે પરમાત્મારૂપ પુત્રને જણું છું. વલી કેઇ એવો કાલી દાઢીવાલો મનુષ્ય નથી કે જેને મેં અશુદ્ધ પરિણતિ વડે સંસા
For Private And Personal Use Only