________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હસ્તિનાપુર તીર્થકલ્પ
મૂળકર્તા આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી
અનુવાદક
મુનિરાજ શ્રી ન્યાયવિજયજી सिरिसंति-कुंथु-अर-मल्लिसामिणो गयउरट्ठिए नमिउं ।
पभणामि हथिणाउरतित्थस्य समासओ कप्पं ॥१॥ ભાવાર્થ-ગજપુર નગરમાં રહેલા શ્રી શાન્તિનાથજી, શ્રી કુંથુનાથજી, શ્રીઅરનાથજી અને શ્રીમલ્લિનાથ સ્વામિને નમસ્કાર કરીને શ્રીહસ્તિનાપુર તીર્થને કલ્પ સંક્ષેપમાં કહું છું.
-શ્રીજિનપ્રભસૂરિજી શ્રીહસ્તિનાપુરજી તીર્થની વર્તમાન પરિસ્થિતિ સંબંધી મારો લેખ વાચકો વાંચી ગયા બાદ તેમાં લખ્યા મુજબ શ્રીજિનપ્રભસૂરિ વિરચિત વિવિધ તીર્થકલ્પમાંથી શ્રીહસ્તિનાપુરજી તીર્થંક૯પને ભાવાનુવાદ રજુ કરું છું.
શ્રી આદિતીર્થંકર શ્રી ઋષભદેવજીના ભરત અને બાહુબલિ નામના બે પુત્રો હતા. ભરતના સહોદર ભાઈ ૯૮ રાજકુમાર હતા. ભગવાને દીક્ષા લીધી ત્યારે ભારતને પિતાના રાજસિંહાસને અભિષેક કર્યો. તેને મુખ્ય રાજગાદી આપી અને બાહુબલિને તક્ષશિલાનું રાજ્ય આપ્યું. આવી જ રીતે બીજા છોકરાઓને પણ તે તે દેશનાં રાજ આપ્યાં, તેમાં અંગકુમારના નામથી અંગદેશ પ્રસિદ્ધ થયો. કુરૂ નામના રાજકુમારના નામથી કુરૂક્ષેત્ર
૧ ઋષભદેવજી ભગવાનને ગૃહસ્થપણામાં બે સ્ત્રીઓ-સુનંદા અને સુમંગલા નામે હતી. તેમાં ભરત સુમંગલાના પુત્ર હતા અને બાહુબલ સુનંદાના પુત્ર હતા. બે ભાઈ મેટા હોવાથી તેમનાં નામ મુખ્ય આપ્યાં છે.
૨ તક્ષશિલા નગર ખંડેરરૂપે આજે વિધમાન છે. પંજાબમાં આવેલા રાવલપિંડથી ઉત્તરે ૨૨ માઈલ દૂર આ સ્થાન છે. અહીં હમણું ખેદકામ ચાલે છે. પ્રાચીન જૈન સ્તૂપે નીકલ્યા છે. જેમાં સમ્રાટ્ર સંપતિને સ્તૂપ મુખ્ય છે. તક્ષશિલામાં ઉચ્ચાનાગર પાડે હતા. જેથી ઉચ્ચાનાગરી શાખા નીલી જેનો ઉલ્લેખ શ્રી. કલ્પસૂત્રમાં સ્થવિરાવલિમાં છે.
શ્રી. ઋષભદેવ ભગવાન છદ્મસ્થપણામાં અહીં પધાર્યા હતા. બાહુબલિ બીજે દિવસે સમૃદ્ધિપૂર્વક વંદના કરવા જવાના વિચારમાં છે, ત્યાં બીજે દિવસે પ્રભુજી વિહાર કરી જાય છે. બાહુબલિ વંદના કરવા આવે છે. પ્રભુજીને ન જોવાથી ખેદ પામે છે અને મંત્રીના કહેવાથી જે સ્થાને પ્રભુજી ધ્યાનમાં ઉભા હતા ત્યાં પ્રભુજીનાં ચરણે જોઈ યાદગીરી અમર કરવા ત્યાં સ્તૂપ બતાવે છે. ચરણ સ્થાપે છે. આ અવસર્પિણી કાલમાં મતિ પૂજાની શરૂઆત શ્રી ઋષભદેવજી ભગવાનને સ્તૂપ સ્થાપીને શરૂ કરી છે.
ભરત અને બાહુબલિ બંને ભાઈઓ પણ સાધુ બની કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પધાર્યા છે,
For Private And Personal Use Only