Book Title: Jain Satyaprakash 1937 11 SrNo 28
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્તુપાલના દાદા સામના શિલાલેખ આ શિલાલેખ શ્રી પાટણ વિદ્યાર્થીમંડળ તરથી, અભ્યાસગૃહના મકાનમાં ચાલતા કલા સંગ્રહસ્થાન માં છે. તે એક મોટી અષ્ટકાણુ કે ભીની નીચેની પાટલીમાં કાતરેલો છે. કુંભી રસપહાણુની આશરે ૨ ફૂટ જાડી અને ૨ ફૂટ ઊંચાઇની છે. તેની નીચે દરેક બાજુએ લગભગ ૬ ઇંચ પહેાળી અને ૧ ફૂટ લાંખી પટલીમાં આ લેખ ૬ બાજુએ પ્રાચીન સંસ્કૃત ભાષામાં ઊતરવામાં આવ્યા છે. આ કુંભી એક કણુખીના ઘરમાંથી મળી આવી છે. તેની નીચે ખાંડિયા કારેલા છે અને તે કણબી પણ તેને ખાંડણિયા તરીકે ઉપયોગ કરતા હતા. કેટલાક સંજોગાને વશ થઇ તે કુંભી બહાર કાઢતાં તેની ઉપરના શિલાલેખ જોવામાં આવ્યા. તેથી તે કુંભીને લાવી અહીંના કલા સંગ્રહસ્થાનમાં રાખવામાં આવી છે. આ લેખમાંને પહેલો શ્લોક સુકૃતકીતિક્ષ્ાલિની નામના સ ંસ્કૃત કાવ્યાંના ૧૦૫ મે શ્લોક છે. બાકીના બીજા બે શ્લોકો નવીન હેાવાનુ જણાય છે. કદાચ કાઇ અપ્રસિદ્ કાવ્યમાંના 3 શિલાલેખમાંના હશે એમ અનુમાન થાય છે. વસ્તુપાત્રને દાદો સામ સિધ્ધ રાજના કાયાધ્યક્ષ ( કમઁસચિવ ) હતો એમ કીતિ કૌમુદી, સુકૃતસ ંકીર્તન, નરનારાયણાનંદ વગેરે કાવ્યે ઉપરથી જણાય છે. તે ધર્મકાર્યમાં કુશળ, દાનેશ્વરી, સદ્ગુણવાળા અને વિદ્વાન હતા. આ બ્લેકા પણ એમ સૂચવે છે. આ કુંભી વસ્તુપાલના કા રાજમહાલય કે દેવમ ંદિરનો હશે અને તે પ્રાસાદની દરેક ભી ઉપર આવેા શિલાલેખ કાતરવામાં આવ્યે હાઇ તેમાંની આ એક કુંભી હાય એમ અનુમાન કરીએ તે તે અસ્થાને નહિ ગણાય. આખા શિલાલેખ નીચે પ્રમાણે છે: ६० संवत् १२८४ वर्षे || विश्वानंदकरः सदा गुरुरुचिर्जीमूतलीलां दधौ, सोमश्चारुपवित्र चित्रविकसद्देवेशधम्मन्नितिः । चक्रे मार्गणपाणिशुक्तिकुहरे यः स्वातिवृष्टिजैर्मुकैमौक्तिकनिर्मलं शुचि यशो दिक्कामिनीमंडनं ॥ १ ॥ युक्तं " .....सोमसचिवः कुंदेंदुशुभैर्गुणैरिद्धः सिद्धनृपं विमुच्य सुकृती चक्रे न कंचिद्विभुं । रंग गमदप्रदच्छदमदः श्रीसद्मपद्मं किमु, स्वोल्लासाय विहाय भास्करमहस्तेजोऽन्तरं वांछति ॥२॥ पर्यणैषीदसौ सीतामविश्वामित्रसंगतः। असूत्रितमहाधर्म्मलाघवो राघवोऽपरः ॥ ३ આ શિલાલેખને ભાવાય અહીં આપવામાં આવ્યે છે. તે વિશ્વને આનંદ કરનાર, હુ ંમેશાં ગુરુ પ્રત્યે જેને પ્રેમ છે, તેમજ વાદળાંના જેવી લીલાને ધારણ કરનાર, સામ કે જે (પેતે) પવિત્ર છે તેમજ ધર્માન્નતિના વિશ્વાસ પ્રત્યે જેને પ્રેમ છે તેણે માગણાના હાથરૂપી છીપમાં દાનરૂપી વાતિવૃષ્ટિ કરી છે. તેથી તેના યશ દિશએરૂપી સ્ત્રીઓનું મંડન કરે મેતીના જેવા નિર્મળ તથા પવિત્ર છે. (૧) જે સામ સચિવ મોગરાના ચંદ્ર જેવા શુભ્રગુણવાળેા હતે. જેણે સિદ્ધરાજને મૂકી ખીા કેને પોતાના માલિક (રાજા) બનાવ્યે નહોતા. જેવી રીતે લક્ષ્મીના નિવાસસ્થાનરૂપી કમળમાં રહેલા ભમરા કમળને ઉલ્લાસિત કરવા માટે સ સિવાય બીજાની ઝંખના કરતા નથી તેમ આ સોમ મંત્રી પણ સિદ્ધરાજ સિવાય બીજાને પોતાના પ્રભુ માનતા નથી. (૨) તેણે મહાધર્મ પાળ્યા હતા તેથી તે ખીજા રાધવ (રામચંદ્ર)ના જેવા લાગતા હતા. તે એવી સીતા સાથે પરણ્યા હતા કે જે વિશ્વામિત્રના સંગ (ઉપદેશ) વગરની હતી. (૩) કનૈયાલાલ ભાઈશંકર દવે-અભ્યાસ ગૃહપત્રિકા', વર્ષ ૯, અંક ૩. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44