Book Title: Jain Satyaprakash 1937 11 SrNo 28
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાં કેત્તર ગમન થતું નથી ? તે સચરાચર વ્યાપ્ત રહી શકતો નથી, તેમાં ઉપર બતાવ્યા પ્રમાણે દુષણે સમાએલાં છે. માટે આ શ્રત ભગવતીને અર્થ ઉપર પ્રમાણે ઘટી શકે છે. બાકી બીજી રીતે ઘટી શક્ત નથી. માટે આ ઉપરથી પણ સમજી શકાય છે કે મેક્ષગામી છ લેકમાં વ્યાપ્ત નથી. તેઓ સિદ્ધશિલા ઉપર રહે છે અને તેમનું ગમન થાય છે. વળી મેલગામી જે શબ્દ છે તે શબ્દ જ ગમન સૂચવે છે. આપણે પણ વારંવાર મેક્ષમાં જનાર એમ કહીએ છીએ તે પછી જે આ લેખમાં રહેનાર હોય તો “જનાર” શબ્દ શું કરશે વાપરીએ? તે પણ બતાવી આપે છે કે મેક્ષે જનાર ગમન કરે છે અને તે સિદ્ધશિલા ઉપર રહે છે. વળી ઉપર્યુક્ત લેખમાં લખવામાં આવ્યું છે કે “યુગના પરિપાકથી સાધકના અતિવાહિક દેહની તેના સ્થૂળ શરીરના બ્રહ્મરંધ્રમાં સ્થિતિ થાય ત્યારે તેને પોતાનું સ્થળ શરીર મેટા બ્રહ્માંડ જેવડું જણાય છે. તે પુરૂષાકાર બ્રહ્માંડને ઉપરનો ભાગ જે ખોપરી તે સિદ્ધ–શિલા ને બ્રહ્મરધ તે સિદ્ધનું સ્થાનક છે એમ જે તમે કહે છે જ્યાં સુધી માયાના પરિણામરૂપ અતિવાહિક (લીંગ) દેહને સદ્ભાવ છે ત્યાંસુધી મેક્ષ માનવો ઉચિત નથી” જૈનધર્મમાં ચાદ રાજલક અને તે ઉપર સિદ્ધશિલાનું સ્વરૂપ બતાવવાની ખાતર પુરૂષાકાર-આકૃતિની જે રચના કરવામાં આવી છે-તેનું જે ચિત્ર દોરવામાં આવ્યું છે તે ચાદ રાજલોક અને સિદ્ધશિલા કેવી રીતે આવેલાં છે તેના સ્વરૂપની માહિતી ખાતર જ આલેખવામાં આવ્યું છે તેથી કરી સિદ્ધના છ આવડું મોટું શરીર કરે છે અને બ્રહ્મરંધમાં રહે છે તેવી માન્યતા માનવી એ તદન ભૂલભરેલી છે. પુરૂષના દેહમાં તેવી રચના છે તેથી તેને પુરૂષાકાર આકૃતિ દેરવામાં આવી છે. સમાન આકૃતિઓ બતાવવા જગતમાં ઘણું ચિત્રો દોરવામાં આવે છે, પરંતુ તેથી કરી એમ સમજવાનું નથી કે સમાન આકૃતિઓ તરૂપે રહે છે. સિદ્ધ ભગવાનને શરીર આદિ કાંઈ પણ હોતું નથી. તે નીચેની આગમ ઉર્ધારિત ગાથાથી સમજાશે. सिद्धानां नास्ति देहो न आयुः कर्म न प्राणयोनयः । सिद्धाण नत्थि देहो न आउ कम्म न पाणजानीओ ।। મુક્ત જીવોને નથી શરીર, નથી આયુષ્ય અને કર્મ, નથી પ્રાણ અને યોનિઓ. સિદ્ધશિલાને ઇન્કાર કરવાથી પરિણામ એ આવ્યું લાગે છે કે પરમાત્મા જે નિષ્કામી અને નિષ્ક્રિય છે તેને કેટલાક સનાતની આચાર્યો જગતકર્તા માનવા લાગ્યા. વળી જે સિહો “અપુણરાવિતિ” એટલે જેમનું પુનરાગમન છે નહિ તે ભગવાનેએ અવતાર લીલા તેમ માન્યતા પણ ઉપસ્થિત થઈ અને કેટલાક તેમના ને તેમના સંપ્રદાયમાંથી નિષ્ણાતોએ તેને વિરોધ પણ કર્યો. આમ વિતંડાવાદ એકને એક સંપ્રદાયમાં ઉપસ્થિત થયે. . આ માટે જૈન શાસ્ત્રમાં ન્યાયઃ પુરસર ઘણું લખાણ આપવામાં આવેલું છે, પરંતુ તેને વિષયાંતરરૂપ ધારી અને સ્થાન આપ્યું નથી. આથી અમારા જૈનેતર સાક્ષર બંધુઓને વિનતિ કે તે મહાશયે આ બાબતનું સૂક્ષ્મ રીતે અવલોકન કરશે અને સત્યાસત્ય શું છે તેનું ન્યાયબુદ્ધિથી તેલન કરી સત્ય હકીક્તને સ્વીકૃત કરશે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44