________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
સમ્યગ્દર્શન
[૨૫].
(ચીકણું–પ્રબલ-રામપના પરિણામનો) ભેદ (જેરે ઘટાડવું) કરવો એ અપૂર્વકરણનું ફલ છે. ગ્રંથિ જે દવાની શરૂઆત કરવાવાળા ભવ્ય છે-આ કરણમાં પેસતાંની સાથે જ ( પ્રથમ સમયથી માંડીને ) ઉપર જણાવેલી સ્થિતિ વગેરે ચાર ક્રિયાઓ કરે છે. તે ચારે ક્રિય એનું ટુંકામાં સ્વરૂપ આ પ્રમાણે જાણવું -
૧. સ્થિતિઘાત સધી લાઈ રૂ૫ સત્તામાં રહેલી અંતઃકડાકોડ સાગરોપમ પ્રમાણ સ્થિતિ સંબધિ ઉપરના ભાગમાંથી ઉત્કૃષ્ટથી (વધારેમાં વધારે) સેંકડે સાગરોપમ પ્રમાણુ અને જઘન્યથી (ઓછામાં ઓછા) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિખંડને ઉકેરે છે. એટલે તે ભાગમાં રહેલા અને ઉપર કહેલ પ્રમાણુ સ્થિતિવાલા કર્મલિકોને (ત્યાંથી ઉપરના ભાગમાંથી) ઉઠાવે છે. અને તે દલિને નીચેની તે પ્રથમ સ્થિતિ કે જેમાં રહેલા દલિ અનુભવાતા નથી તે (પ્રથમ) સ્થિતિમાં ગઠવે છે. આવી ક્રિયા અંતર્મદૂત્ત સુધી ચાલે છે. તે પૂરી થયા બાદ ઉપર કહેલા પહેલાં સ્થિતિખંડની (વ્યવધાન રહિતપણે) પછી રહેલા જધન્ય (નાના) અથવા ઉત્કૃષ્ટ મિટા) સ્થિતિખંડને અંતર્મુહૂર્તમાં ઉમેરે છે અને પહેલાની જેમ દલિકોને ગોઠવે છે એ પ્રમાણે અપૂવકરણના કાલમાં હજારો સ્થિતિખંડના દલિકને ઉઠાવીને નીચેની સ્થિતિમાં દાખલ કરે છે. તેમ કરતાં અપૂર્વકરણના પહેલે સમયે જેટલી સ્થિતિ હતી, તેમાંથી સંખ્યાતગુણહીન સ્થિતિ થાય છે, એટલે તેટલા પ્રમાણુ સ્થિતિવાલા (તેટલા ટાઈમમાં ભોગવી શકાય એવા) કર્મદલકોને તે ભાગમાંથી ખાલી કરે છે.
૨. રસધાત-અશુભ (પાપ) પ્રકૃતિઓના સત્તામાં રહેલા રસાણુઓના અનતા ભાગો કરી તેમાંના એક ભાગ સિવાય બાકીના તમામ ભાગોને (રસાણુઓને) અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. તે વાર પછી પહેલાં ત્યાગ કરેલા અનંતમા ભાગના અનંતા વિભાગે કલ્પીને એક ભાગ સિવાયના બાકીના તમામ ભાગના રસાઓને અંતમુહૂર્ત જેટલા ટાઈમમાં નાશ કરે. એ પ્રમાણે એક વિવક્ષિત સ્થિતિઘાત કરતાં જેટલો ટાઇમ લાગે, તેટલા ટાઈમમાં હજારોવાર રસધાત થાય છે. અને હજાર સ્થિતિઘાતો અપૂર્વકરણમાં થાય છે.
૩. ગુણશ્રેણિ-ઉપરની સ્થિતિમાંથી ઉઠાવેલા કમ દલિકાને “ પૂર્વ પૂર્વ સમયમાં જેટલા ભેળવાય, તેથી અસંખ્યા ગુમા વધારે વધારે (કમે દલિ) આગળ આગળના સમયમાં જેમ ભગવાય તેમ ” ગોઠવવા તેનું નામ ગુણશ્રેણિ કહેવાય. એટલે ગ્રંથિભેદ કરનારો ભવ્ય જીવ અસંખ્યય ગુણ -દ્ધિએ જેમ ભગવાય તેમ કર્મ દલિાને ગોઠવે છે.
૪. અભિનવ સ્થિતિબંધ-આ કરણમાં શરૂઆતથી જ માંડીને દરેક સમયે નવી નવી એટલે પહેલાં નહિ બાંધેલી એવી પલ્યોપમન અસંખ્યામાં ભાગે કરી પછી ઓછી સ્થિતિ જે બાંધવી, તેનું નામ અભિનવ સ્થિતિ ધ કહેવાય. આ કરણવાળા ભવ્ય છે તેવા પ્રકારને અભિનવ સ્થિતિબંધ કરે છે.
કવીનાઈન અને ન્યુ કવીનાઈનના દૃષ્ટાન્ત કરી સ્થિતિ-ઘાતાદિનું સ્વરૂપ બરોબર સમજી શકાય છે. વીનાઈનનો સ્વાદ કો હોય છે. કડવાશ વધારે હોવાથી ખાતાં ટાઈમ વધારે લાગે છે. સાયન્સના પ્રયોગથી જે કડવાશ દૂર કરાય, તે પહેલાં જે શીશીનર કવીન ઈનને
For Private And Personal Use Only