________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ].
શ્રી હસ્તિનાપુર તીર્થ ક૯૫
[૧૩].
સ્થાનકમાણ સાધુઓ અને દિગંબર પંડિતેના પ્રચારને અંગે તાંબરોની સંખ્યા ઘટવા માંડી. યાત્રુ આ વિકટ પ્રદેશમાં છા આવવા લાગ્યા. આ તકનો લાભ લઈ દિગંબર જેનેએ પ્રાચીન સૂપને તેડી ફેડી નજીકમાં નવા સ્તૂપ બનાવ્યા અને તે નવાં સ્થાનમાં દિગંબર આચાયે ના શિલાલેખો લગાવ્યા. પ્રાચીન સૂપ આજે પણ યુટયા ફુટયા ઉભા જ છે. તેની પાદુકાઓ રહેવા નથી દીધી; શિલાલેખ પણ નથી રહેવા દીધા.
શ્રી શાંતિનાથજી, શ્રી કુંથુનાથજી અને શ્રીઅરનાથજીના સ્તૂપ બહુ દૂર નથી, પરંતુ શ્રી. મલ્લિનાથજી ભગવાનને સ્તૂપ ઘણો જ દૂર છે. યાત્રુ કોઈક જ ત્યાં જાય છે.
હાલમાં દિગંબરનું મંદિર અને ધમશાલા જે વિદ્યમાન છે તે અર્વાચીન છે. અને વેતાંબર મંદિર અને ધન શાલા ઇત્યાદિ પણ અર્વાચીન છે. . મંદિરમાં શ્રી ભૂલનાયકજી ભગવાન તે શ્રીશાન્તિચંદ્રજી ઉપાધ્યાય પ્રતિષ્ઠિત છે. શ્રી ઋષભદેવજી ભગવાનના તૂ'નું સ્થાન પ્રાચીન છે. ત્યાં શ્રશાંતિનાથજી, શ્રી કુંથુનાથજી અને શ્રી નાથજી પાદુકાઓ-તૂપ પણ બનાવ્યા છે. તેમજ પ્રાચીન સ્તુપના સ્થભે આદિ પણ છે.
દિગંબરોના તાબાવાળી જમીન ખોદતાં એક જિન મૂતિનું વિશાલ મસ્તક નીકળ્યું હતું. જેને કુલ અને મુગુટ અલેખેલાં હતાં, આ મસ્તક “વેતાંબરી છે એમ સમજી દિગબરોએ તને ગંગાના જલમાં દૂર જઈ કુબાવી દીધું. જ્યારે એક દિગબર મૂર્તિ તાંબર જૈનેને મળી તે ઉદારતાથી એ મૂર્તિ દિગંબને સોંપી. બસ વેતાંબરોની આ ઉદારતા અને મહાન ભાવના ખરે જ પ્રશ સનીય છે, જ્યારે દિગંબર મહાનુભાવની આ સંકુચિતતા–અનુદારતા અનુચિત છે. આ વિષયમાં રાયબહાદર દયારામ સહાનીએ અને અમે તપાસ કરી હતી. અને રાય "હાદૂર દયારામ સહાનીએ મૂર્તિનું મસ્તક ગંગામાં ડુબાવી દીધા બદલ ત્યાંના દિગંબર કાર્યવાહકોને સખ્ત શબ્દોમાં ઠપકો આપ્યો હ. પણ એક અમૂલ્ય વસ્તુ ગઇ એ ચક્કસ છે.
અત્યારે અહીં મેટા મેટા ટીંબા ટેકરા ઘણાં ઉભા છે. તેનું કામ થાય તે જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસનાં કેટલાંએ અણુ ઉખળ્યાં સુવર્ણ પાનાં ઉખેળાય તેમ છે.
અત્યારે અહીં આપણું શ્વેતાંબરી સુંદર જિનમંદિર, સુંદર ધર્મશાળા અને શ્રી. આદિનાથજી આદિના સુંદર પ્રાચીન સ્તુપ છે. ખાસ તીર્થયાત્રા કરવા લાયક છે. ગૃહસ્થ તે દિલહીથી અંબાલા જતી લાઈનમાં મેરઠ સિટી સ્ટેશને ઉતરે ત્યાંથી ખેર દરવાજેથી મવાનાની મેટરો મળે છે. વધારે સ્વારી હોય તે ઠેઠ હસ્તિનાપુરજી સુધી મેટરો જાય છે. નહિ તે મવાના ઉતરી ટાંગ-ગાડુ આદિ કરી હસ્તિનાપુરજી જવાય છે. માનાથી છથી સાત માઈલ દૂર અગ્નિ ખૂણામાં આ સ્થાન છે. દરેક યાત્રી આ તીર્થની યાત્રા જરૂર કરે. કા. શુ. ૧૫ ને મોટે.મેળો ભરાય છે. કા. શુ. ૧૪ અને અક્ષય તૃતીયાએ પણ યાત્રીઓ આવે છે. પંજાબ શ્રી આત્માનંદ જન મહાસભા દ્વારા હસ્તિનાપુર તીર્થ રક્ષક કમિટી તેની વ્યવસ્થા કરે છે, જે પ્રશંસનીય છે.
For Private And Personal Use Only