Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિરેહી રાજ્ય અને જૈન સ્થાપત્યો અનુવાદક:-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી - - પ્રસિદ્ધ ઈતિહાસત્ત, શ્રીમાન છે. બ. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ “સિરોટ્ટી રાજ્યવહાં તિહાસ” નામક એક પુસ્તક તૈયાર કરેલ છે. સિરોહી રાજ્યમાં પુષ્કળ જૈન સ્થાપત્યો છે એટલે એ પુસ્તકમાં તેઓએ સિદેહી રાજ્યમાં આવેલ જેને સ્થાપત્યને પણ, તેના સન સંવત્ સાથે, ઉલ્લેખ કરેલ છે. જે કે એની સાથે સાથે આચાર્યો કે રાજાઓની પરંપરા આપેલ નથી, છતાં સન-સંવને સ્પષ્ટ ઉલ્લેખ હેવાના કારણે એતિહાસિક દષ્ટિએ એ વસ્તુ ઉપયોગી હોવાથી તેને અનુવાદ નીચે આપવામાં આવેલ છે. આશા છે જૈન ઇતિહાસના અભ્યાસીઓને એથી અવશ્ય નવું જાણવાનું મળશે. – અનુવાદક -- - ----- - સિહી–અહિં “દેરાસેરી”ના નામથી પ્રસિદ્ધ સ્થાન છે જેની અંદર ચૌમુખજીનું મંદિર મુખ્ય છે; જે વિ. સં૦ ૧૬ ૩૪ ના માગશર સુદ પાંચમે બન્યું છે. બામણવાડછ–આ ગામમાં પ્રસિદ્ધ, વિશાલ મહાવીરસ્વામીનું જૈનમંદિર છે. અહીં દૂર દૂરના લોકે યાત્રા માટે આવે છે. આ મંદિર કયારે બન્યું તે ચોક્કસ કહી શકાતું નથી પરંતુ મુખ્ય મંદિરની તરફ નાની નાની દેરીઓમાંની એક દેરી ઉપર સં. ૧૫૧૬ (ઈ. સ. ૧૪૬૨)ને શિલાલેખ છે. મુખ્ય મંદિર ઉક્ત સંવતથી પૂર્વકાલનું હોવું જોઈએ. જાડોલી – અહીં શાન્તિનાથનું પ્રાચીન જૈનમંદિર છે, જેના વિ. સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૮)ના લેખમાં પરમાર રાજા ધારાવર્ષની રાણું વૃંગારદેવી જે નાડોલના ચૌહાણ રાજા કેહણદેવની પુત્રી હતી તેણે ઉક્ત મંદિરને એક વાડી ભેટ ર્યાને ઉલ્લેખ છે+ પીંડવાડા–અહીંના મહાવીરસ્વામીના જૈનમંદિરની દીવાલ ઉપર એક શિલાલેખ વિ. સં. ૧૪૬૫ (ઈ. સ. ૧૪૦૮ ) ને લાગે છે. લેખમાં આ કસબાનું નામ પિંડવાટક લખેલે છે. અજરા-અહિં એક વાવ છે. તેની પાસે પરમાર રાજા યશોધવલના સમયને વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૫) અને ચંદ્રાવતિના રાજા રણસિંહના સમયનો વિ. સં. ૧૨૨૩ (ઈ. સ. ૧૧૬ ૬) નો તથા પરમાર રાજા ધારાવર્ષના સમયનો વિ. સં. ૧૨૪૭ (ઈ. સ. ૧૧૯૦)ને લેખ મળેલ છે. તેની ઉપર સેંકડો વર્ષોને વરસાદ પડવાથી તે ઘસાઈ ગયો છે તે પણ તેમાં લખેલ સંવત તથા રાજાઓનાં નામ પ્રાચીન ઇતિહાસ * આ મંદિરના લેખમાં સંવત્ ૧૬૩૪, શાકે ૧૫૦૧ લખેલ છે, પરંતુ સંવના અંકમાં ચા શક અંકમાં બે વર્ષને ફરક છે, કેમકે સં. ૧૬૩૪માં શક ૧૪૯૯ થાય છે + ઉકત મંદિરની દીવાલમાં લગાડેલ વિ. સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૮ )ના લેખમાં મહાવીરસ્વામીનું મંદિર લખેલ છે તેથી અનુમાન થાય છે કે પહેલાં આ મંદિર મહાવીરસ્વામીનું હશે પણ પાછળથી-તેમાં શાન્તિનાથની મૂર્તિ સ્થાપિત કર્યા પછી-શાંતિનાથના મંદિર તરીકે તેની પ્રસિદ્ધિ થઇ હશે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46